________________
(૫) તપમદ - હું સૌથી વધારે તપશ્ચર્યા કરી શકું છું. મારી બરોબર કોઈ જ બીજો તપસ્વી નથી. મારી તપશ્ચર્યા સૌથી પ્રશંસનીય છે આવા પ્રકારના મદથી વ્યક્તિ નીચે પડે છે. અને આ અસત્ય અભિમાન તેના દર્શનને દૂષિત કરે છે.
(૬) લાભમદ - લક્ષ્મીની પ્રાપ્તિ તો લાભાન્તરાય કર્મનો ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમથી થાય છે. તેમાં ગર્વ કરવો તે તદ્દન ખોટું છે. આ લાભ તો કોઈને પણ પોતાના અંતરાય તૂટવાથી થઈ શકે છે. તેનાથી કંઇ મોક્ષપ્રાપ્તિ થતી નથી. પણ લાભ થવાથી જે અભિમાન કરે છે તે ખોટાં નવાં ગાઢ કર્મો બાંધે છે અને મોક્ષમાર્ગથી વિચલિત થઈ જાય છે. અને તેનાથી તેના દર્શનમાં દોષ લાગી શકે છે. (૭) શ્રતમદઃ- પોતાના જ્ઞાનની બાબતમાં ગર્વ કરવો તે વ્યક્તિ માટે ખૂબ જ હાનિકારક છે. તે જ્ઞાનના અભિમાનથી વ્યક્તિ એમ જ સમજવા માંડે છે કે પોતે સંપૂર્ણ જ્ઞાની થઈ ગયો છે. અને તેનાથી પોતાની વિપરીત અને ખોટી સમજને પણ સાચી માનવા લાગે છે. જેમ ગોશાલકજીને ગર્વ થઈ ગયેલો કે પોતે સર્વજ્ઞ છે, અને વીર પ્રભુ તે સાચા સર્વજ્ઞ નથી. આવા અભિમાનથી તેમના આત્માનું કેટલું બગડ્યું તે આપણને ખબર છે. આવા પ્રકારનો જ્ઞાન પ્રત્યેનો ગર્વ તે દર્શનને પણ અશુદ્ધ કરી નાખે છે.
(૮) ઐશ્વર્યમદઃ- વ્યક્તિ પોતાની જાહોજલાલી અને સમૃદ્ધિને જોઈને અભિમાનથી છકી જાય છે. આ સમૃદ્ધિ તો પૂર્વ કૃત કર્મોની દેન છે. પોતે તેમાં જો પડી જશે તો પોતાની સાચી કમાઇ એટલે કે આત્મ વિશુદ્ધિની કમાણી ક્યારે કરશે? મગજને બરાબર સમતુલિત ન રાખ્યું તો આ કાદવરૂપ સમૃદ્ધિમાં અંદર ફસાઇ જતા વાર લાગતી નથી, અને ત્યારે સાચો માર્ગ, ધર્મ, સાચી શ્રદ્ધા બધું જ ભુલાઈ જાય છે; અને પોતાના સમ્યગદર્શનનું પતન થાય છે.
આવી રીતે આ આઠ પ્રકારના મદ(અભિમાન) સમ્યગ્રદર્શનને અશુદ્ધ બનાવે છે. આ મદો કલહ, અંકલેશ અને દુરાગ્રહોનાં મૂળ છે. આનાથી શુદ્ધ ધર્મની હાનિ થાય છે.
આચાર્ય સમંતભદ્ર રત્નકાંડશ્રાવકાચાર; ગાથા ૨૬માં કહે છે, કે
"स्मयेन योऽन्यानत्येति धर्मस्थान गर्विताशयः । सोऽत्येति धर्ममात्मीयं न धर्मो धार्मिकैविना ॥"
જે વ્યક્તિ ચિત્તમાં કોઈપણ વાતથી ગર્વિત થઈ ગર્વપૂર્વક ધર્મિષ્ઠ અન્ય વ્યક્તિઓનો તિરસ્કાર કરે છે. પોતાની જૂઠી ધાક વધારે છે, તે પોતાના જ ધર્મનો તિરસ્કાર કરે છે, પોતાના જ ૨૮૮
સમકિત