________________
ક્રૂરતા રાખે તો તે સમ્યગ્દર્શન મેળવી શક્તો નથી. માટે જ્ઞાનીઓએ સ્પષ્ટ નિર્ણય આપ્યો છે કે આકૃતિથી ભલે કોઈ પશુ હોય પણ સમ્યગ્દર્શનથી-આત્મબોધથી સંપન્ન છે, શુદ્ધ ઉપયોગ કરી શકે છે, તો તે પશુની આકૃત્તિમાં મનુષ્ય છે. જયારે તેનાથી વિપરીત જો કોઈ મનુષ્યની આકૃતિમાં પણ કામ, ક્રોધ, આદિ વૈભાવિક-અશુદ્ધ-અશુભ વૃત્તિઓમાં રહે છે, અને તેને જ પોતાનો સ્વભાવ માને છે, મિથ્યાત્વથી ગ્રસ્ત છે. તો તે પશુસમાન છે.
સાર આ છે કે જેના ચિત્તમાં સમ્યગ્દર્શનની જ્યોતિ પ્રગટ થઈ છે. તે પશુ હોવા છતાં પણ મનુષ્યત્વની ભૂમિકાનો નિર્વાહ કરે છે. આગમ જ્ઞાતાધર્મસૂત્રમાં આવું જ દૃષ્ટાંત આવે છે. જેમાં સમ્યક્ત્વ પ્રાપ્ત હાથી જીવોની અનુકંપા કરીને મનુષ્યભવને મેળવે છે.
દËતઃ મેઘકુમાર મુનિનો પૂર્વભવ હાથીનો છે. તેમનું નામ મેરૂપભ છે. ૫૦૦ હાથિઓના જૂથના અધિપતિ છે. એકવાર વનમાં પ્રચંડ આગ લાગી તે વનમાં હરણ વગેરે પશુઓ ભયભીત થઈને અહીંતહીં દોડી રહ્યાં છે. બધાંને બચાવવા માટે મેરૂપ્રભએ મરુભૂમંડલ એક માંડલુ તૈયાર કર્યું. ખુલ્લા મેદાનમાં આ માંડલામાં બધાં પશુપક્ષીઓ આવીને રહ્યાં. માંડલું પશુપક્ષીથી ખીચોખીચ ભરાઈ ગયું. થોડી પણ જગ્યા રહી નથી તે સમયે અચાનક એક સસલું ત્યાં આવે છે. મેરૂપભએ પગ ખંજવાળવા માટે બીજો પગ ઉંચો કર્યો ત્યાં જગ્યા ખાલી જોઈને સસલું ત્યાં ગોઠવાઇ ગયું. બેસી ગયું. પગ નીચે મૂકવા જાય છે ત્યારે ખબર પડી કે નીચે સસલું છે. જો પગ નીચે મૂકીશ તો તે મરી જશે. તેથી મેરૂપ્રભએ ૨૦ પ્રહર પગ ઉપર જ રાખ્યો અનુકંપાભાવથી; જયારે આગ શાંત થઈ ત્યારે બધા જીવો ધીરે ધીરે કરીને મેદાનમાંથી બહાર નિકળી ગયા. સસલું પણ ચાલ્યું ગયું. મેરૂપભ જ્યારે પગ નીચે મૂકવા પ્રયત્ન કરે છે તો તે પગ જકડાઇ ગયેલો હોય છે જેના કારણે મેરૂપભ જમીન ઉપર પડી જાય છે અનુકંપાના કારણે તેણે પોતાની પીડાને પીડા ન સમજી અને શુભ અધ્યવસાયો સાથે મેરૂપભ મૃત્યુ પામે છે. શાસ્ત્રકાર કહે છે કે
"तं जड़ताव तुमं मेहा तिरिक्खजोणिय भावमुवगएणं अपडिलद्ध समत्तरयणलंभेण से पाए पाणाणुकंपयाए जाव अंतरा चेव संधारिए, णो चेव णं णिक्खित्ते ।"
– જ્ઞાતાધર્મકથા સૂત્ર; ગાથા ૧૩૮ (પાનું ૮૦, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ (ગુજરાત), વર્ષ ૨૦૦૪)
આ મૂળ પાઠનો ભાવાર્થ આ છે કે હે મેઘમુનિ ! તે સમયે તમે તિર્યંચયોનિથી યુકત હતા. તો
૨૭૪
સમકિત