________________
સમ્યગ્દર્શન એક અલયનિધિ છેઃ
“પ્રશ્નોત્તર શ્રાવકાચારમાં” સમ્યગ્રદર્શનને નિધાન બતાવવામાં આવ્યું છે. કહયું છે કે
"प्राप्तं जन्मफलं तेन, सम्यक्त्वं येन स्वीकृतम् । निधानमिव लोकेऽस्मिन् भव्यजीवेन सौख्यदम् ॥" - સમ્યગદર્શન; (લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧)
સમ્યગદર્શન આ સંસારમાં નિધિના સમાન છે. નિધિ એટલે ખજાનાનો ભંડાર. અથવા અક્ષયકોષ. તે અતુલ સુખદાતા છે. માટે જે ભવ્યજીવે સમ્યકત્વને સ્વીકારી લીધું તેણે પોતાનો જન્મ સફળ કરી લીધો.
જ્ઞાનાર્ણવમાં પણ સમ્યગ્દર્શનને અક્ષયનિધિત્વ ગુણથી અભિવ્યક્ત કરતા કહ્યું છે કે
"अतुलसुखनिधानं, सर्वकल्याणबीजम् । जनन जलधिपोतं भव्यसत्वैक पात्रम् ॥ दुरिततरुकुठारं पुण्यतीर्थ प्रधानम् । पिबत जितविपक्षं दर्शनाख्यं सुधाम्बुम् ॥" જ્ઞાનાવર્ણ; ગાથા ૬.૫૯, (પાનું ૯૬, લેખકઃ આચાર્ય શુભચંદ્ર, પ્રકાશકઃ પરમશ્રુત પ્રભાવક મંડલ, અગાસ, વર્ષ ૧૯૮૧)
અર્થ - હે ભવ્યજીવો સમ્યગદર્શનરૂપી અમૃત જળનું પાન કરો, આ સમ્યગદર્શન અનુપમ સુખનો નિધાન (ખજાનો) છે. બધાં કલ્યાણનું બીજ છે. સંસારરૂપી સમુદ્રને પાર કરવા માટે જહાજ છે, જેને મેળવવા માટે ભવ્યજીવ જ યોગ્ય પાત્ર છે. પાપરૂપી વૃક્ષને કાપવા માટે કુઠાર છે. પવિત્ર પુણ્ય તીર્થોમાં પ્રધાન તીર્થ છે. પોતાના પ્રતિપક્ષી એવા મિથ્યાત્વશત્રુને જીતવાવાળું આ સમ્યગદર્શન છે.
આ શ્લોક એ બતાવે છે કે સમ્યગ્દર્શનમાં ઘણા ગુણો સમાયેલા છે. માટે તેને અક્ષયનિધિ કહેવામાં કોઈ સંકોચ નથી.
સમકિત
૨૬૯