________________
પોતાનું બળ અને પ્રભાવથી આતંક ફેલાવ્યો પરંતુ તે શક્તિઓ આધ્યાત્મિકતાના નિયમોથી મુક્ત રહેવાથી વિનાશકારી સિદ્ધ થઈ. રાવણજી, બ્રહ્મદત્ત ચક્રવર્તી જેવા પરાક્રમી પણ અહીં થયા. પરંતુ તે ભૌતિક શક્તિઓથી પરાજિત જ થયા. અને મહાવિનાશના ખાડામાં જઇને પડ્યા. માટે ભૌતિક શક્તિઓની ગતિ ઉપર આધ્યાત્મિક શક્તિનું નિયંત્રણ રહેવું આવશ્યક છે. જરૂરી છે. ભૌતિક શક્તિઓથી આકર્ષાઇને જ્યારે તેનાં સુખદ ફળોના લોભ માણસમાં ઘૂસી જાય છે ત્યારે તે વ્યક્તિ તેનો ગુલામ બની જાય છે. ત્યારે તેનું પતન અને વિનાશ થ ાય છે. જો તે સમયે તેના પર આધ્યાત્મિક શક્તિનો અંકુશ હોય તો તેને ભૌતિકશક્તિઓની તુચ્છતા જણાય અને તેનાથી તે વિરક્ત થઈ શકે.
પ્રશ્ન આ થાય છે કે આધ્યાત્મિક શક્તિનો મૂળ નિયંતા અથવા પ્રમુખ કોણ છે? જે ભૌતિક શક્તિઓ ઉપર નિયંત્રણ કરી શકે અથવા તેનાથી વિરક્ત કરી શકે?
સમ્યગ્દર્શન જ આધ્યાત્મિક શક્તિઓનો મૂળ નિયંતા અને પ્રમુખ છે. આ સમ્યગ્દર્શનના આવવાથી વ્યક્તિનું મન ભૌતિક શક્તિઓ જોઈને ચલાયમાન થતું નથી. અને તે ભૌતિક શક્તિઓના અભાવમાં મન દુઃખી પણ થતું નથી.
જિનત્વની પ્રથમ ભૂમિકાઃ સમ્યગ્દર્શન
આધ્યાત્મિક વિકાસની અંતિમ ભૂમિકા “જિનત્વ” છે. જે ૧૩ અને ૧૪ ગુણસ્થાનમાં મળે છે. પૂર્ણરૂપથી જે આત્મામાં જિનભાવ એટલે કે વીતરાગભાવ જાગૃત થઈ જાય છે. તેને જિન કહેવાય છે. તે જિનભાવની પ્રથમ ભૂમિકા નિજભાવને સમજવો તે છે. તેને જ આપણે સમ્યગ્દર્શન કહીએ છીએ. અને તે ચોથું ગુણસ્થાન છે. આ ગુણસ્થાનમાં આત્માની શુદ્ધ શક્તિઓમાં વિશ્વાસ જાગૃત થાય છે. આત્મા અંતર્મુખી થઈને નિજભાવમાં સ્થિર થાય છે. બસ અહીંથી જ આંશિક જિનત્વનો વિકાસપ્રારંભ થાય છે. જેને આપણે જૈનધર્મની ભાષામાં ‘‘જૈન’’ કહીએ છીએ. જિનત્વનો આંશિક વિકાસ તે જૈનત્વ છે. અને પૂર્ણ વિકાસ તે જિનત્વ છે. સ્વભાવની દૃષ્ટિ જેટલી નિર્મળ બને છે, તેટલું જ સમ્યગ્દર્શન વિશુદ્ધ થાય છે. જ્યારે આત્મા પૂર્ણરૂપથી સ્વમાં લીન થઈ જાય છે. ત્યારે તે ‘જિન’” બની જાય છે. સ્વમાં લીનતા તે જ ધર્મ છે. જિનત્વ સ્વલીનતારૂપ ધર્મનો ચરમ વિકાસ છે. અને સમ્યગ્દર્શન તેની પ્રથમ ભૂમિકા છે. માટે સમ્યગ્દર્શન વીતરાગભાવનો અગ્રદૂત છે. માટે કહ્યું છે,
“જે જે અંશે રે નિરુપાધિક પણો તે તે અંશે રે ધર્મ । સમ્યગ્દષ્ટિ ૨ે ગુણઠાણા થકી જીવ લહે શિવશર્મ ।।’’
સમકિત
૨૬૫