________________
છે. તંદુરસ્ત શરીરથી વધારે સંવર અને નિર્જરાના કાર્યો થઈ શકશે. તે ભલે સંસારના બધા પ્રસંગોમાં ભાગ લે, લગ્ન, પાર્ટી વગેરેમાં તૈયાર થઈને જાય પણ છે, પણ મનમાં તો જાણે ફરજ બજાવવા જાય છે એમ જ હોય છે.
દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કેઃ
‘‘સ્વયંતિ અપ્પાળમમોહસિનો''
દશવૈકાલિક સૂત્ર; ગાથા ૬.૬૨ (પ્રકાશકઃ અખિલ ભારતીય જૈન સંસ્કૃતિ રક્ષક સંઘ, જોધપુર (રાજસ્થાન) વર્ષ ૨૦૦૯)
સમ્યગ્દષ્ટિ પોતાના ગમતા પદાર્થોના પ્રતિ અમોહદર્શી રહીને કર્મોનો ક્ષય કરે છે.
તે પોતાના શરીરને પણ પરપદાર્થ સમજે છે. સમય આવવા પર આત્માની રક્ષા માટે તે એને પણ ત્યાગવા તૈયાર થઈ જાય છે.
આમ, સમ્યગ્દષ્ટિ સંસારરૂપી તળાવમાં રહીને પણ સદાય ભીંજાતો નથી.
આચારાંગ સૂત્રમાં કહ્યું છે કેઃ
‘‘સમત્તવંસી ન શેફ પાવ''
આચારાંગ સૂત્ર; ગાથા ૧.૩.૨.૧ (પાનું ૧૧૨, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ (ગુજરાત), વર્ષ ૧૯૯૯)
સભ્યષ્ટિ પાપ કરતો નથી. (મિથ્યાત્વના પાપ કરતો નથી.)
સમ્યગ્દર્શનથી થતો લાભ આત્માને ચોથા ગુણસ્થાનથી લઈને ચૌદમા ગુણસ્થાન સુધી ઉત્તરોત્તર વિકાસ કરાવે છે. એટલે જે સમ્યગ્દષ્ટિ બને છે તે રાગ અને દ્વેષથી દૂર રહેતો હોય છે. વીતરાગના વચનોમાં સંપૂર્ણ શ્રદ્ધાના કારણે તેના નવા પાપકર્મોનો બંધ અટકી જાય છે.
કદાચિત છદ્મસ્થ હોવાના કારણે ભ્રમમાં આવીને સમ્યગ્દષ્ટિ કોઈક વાર અશુભ અને ખોટા માર્ગ ઉપર ચાલવાનો વિચાર કરે છે. કાં તો કોઈક વાર ચાલી જાય છે પણ તરત જ તેનો ભ્રમ નાશ થતા એ અશુભમાર્ગને છોડીને પાછો શુભમાર્ગ ઉપર આવી જાય છે.
૨૧૪
સમકિત