________________
આ જ વાત ધર્મરૂપી વૃક્ષના સંબંધમાં સમજી લેવી જોઈએ. ધર્મરૂપી વૃક્ષની અસંખ્ય ડાળીઓ છે. સત્ય, અહિંસા, કરુણા, દયા, ક્ષમા, સેવા, સંતોષ, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અસ્તેય આદિ. વળી પાછી અહિંસાની અસંખ્ય શાખાઓ છે. સત્યની અસંખ્ય ધારાઓ છે. બ્રહ્મચર્યના વિવિધ પ્રકારો છે. ધર્મરૂપી વૃક્ષનું ફળ મોક્ષ છે. ઉત્તમ સમાધિ છે. ઉત્તમ ગુણ તેનાં ફૂલો છે. પરંતુ આ તો ધર્મરૂપી વૃક્ષની સમૃદ્ધિની વાત થઈ. પ્રશ્ન એ થાય છે કે ધર્મરૂપી વૃક્ષ જે આટલું સમૃદ્ધ અને સશક્ત તથા પ્રાણવાન છે, તેનો મૂળ આધાર શું છે? પખંડાગમમાં તેનો જવાબ છે.
"दसणमूलो धम्मो उवहट्ठो जिणवरेहिं सिस्साणं ।" - દર્શનપ્રાકૃત, અષ્ટપાહુડ; ગાથા ૪ (લેખકઃ આચાર્ય કુંદકુંદ, પ્રકાશકઃ શાંતિવીર દિગંબર જૈન મંદિર, મહાવીરજી (રાજસ્થાન), વર્ષ વી.સં. ૨૪૯૪)
અર્થ - જિનેશ્વરોએ પોતાના શિષ્યોને કહો કે ધર્મનું મૂળ “દર્શન” છે, “સમ્યગ્દર્શન” છે જો સમ્યગદર્શન બરાબર છે તો ધર્મરૂપી વૃક્ષનો ઉત્તરોત્તર વિકાસ થતો રહેશે. તે ધર્મ સ્થિર, પ્રાણવાન અને સશક્ત રહેશે.
ધર્મને વિચલિત કરવા માટે, હલાવવા માટે અથવા ઉખાડવા માટે ગમે તેટલા કુવિચારો, કુદષ્ટિઓ અથવા કુસંગતિરૂપી આંધી આવે તો પણ ધર્મરૂપી વૃક્ષને કોઈ જોખમ નથી કેમ કે તેનું મૂળ સમ્યગદર્શન મજબૂત છે માટે. જ્યાં સુધી ધર્મવૃક્ષનું મૂળ સમ્યગદર્શન સ્થિર છે ત્યાં સુધી સત્ય, અહિંસા, સંયમ, તપ, આદિ ધર્મશાખાઓ પણ વિકાસ પામે છે, અને એક દિવસ મોક્ષરૂપી ફળ પણ પ્રાપ્ત થઈ શકે છે. આ બધું ક્યારે સંભવિત છે? જ્યારે સમ્યગ્દર્શનરૂપી મૂળ મજબૂત છે ત્યારે. પરંતુ સમ્યગદર્શનરૂપી મૂળના અભાવમાં ધર્મવૃક્ષ વધારે દિવસ સુધી સ્થિર નથી રહેતું, તેનું કોઈ અંગ પણ વધારે સ્થિર રહેતું નથી. જેવી રીતે દર્શનપાહુડ ગ્રંથ માં કહ્યું છે.
"जह मूलम्मि विणष्टे दुमस्स परिवारणत्थि परिवुड्ढो । तह जिणदसणभट्ठा मूलविणट्ठा ण सिझंति ॥" - દર્શનપ્રાભૃત, અષ્ટપાહુડ; ગાથા ૧૦ (લેખકઃ આચાર્ય કુંદકુંદ, પ્રકાશકઃ શાંતિવીર દિગંબર જૈન મંદિર, મહાવીરજી (રાજસ્થાન), વર્ષ વી.સં. ૨૪૯૪)
અર્થ - જેમ વૃક્ષનું મૂળ નષ્ટ થઈ જવા પર તેના પત્ર, પુષ્પ, ફળ, શાખાની વૃદ્ધિ થતી નથી તેવી જ રીતે સમ્યગદર્શન નષ્ટ થઈ જવા પર જ્ઞાન, ચારિત્ર, તપ, આદિ પરિવારની વૃદ્ધિ ન સમકિત
૨૫૧