________________
જેવી રીતે નગરની શોભા દરવાજાથી છે. મુખની શોભા આંખથી છે. વૃક્ષની શોભા તેના મૂળથી છે. તેવી રીતે જ્ઞાન, ચારિત્ર, વીર્ય (પરાક્રમ) અને તપની શોભા સમ્યગ્દર્શનથી છે. સમ્યગ્દર્શનરૂપી નેત્ર વગર કર્મશત્રુને જીતી શકાતા નથી.
કોઈ માણસને નેત્ર નથી અને તે દુશ્મનના સૈન્યને જીતવા જાય છે, તો તે કેવી રીતે જીતી શક્શે? તેવી જ રીતે સમ્યગ્દર્શન વગર પણ જીવ કર્મરૂપી શત્રુઓ, મોહ, માયા, અને મિથ્યાત્વને કેવી રીતે જીતી શકશે. સમ્યક્ત્વથી દેખાય તો જીતી શકાય. જ્યાં શત્રુ શત્રુરૂપે લાગતા નથી અને દેખાતા નથી તો કેવી રીતે જીતી શકાશે. માટે સમ્યગ્દર્શનરૂપી નેત્ર કર્મશત્રુઓને જીતવા માટે જરૂરી છે.
રત્નત્રયમાં જેમ સમ્યગ્દર્શન પ્રધાન છે. તેમ ધર્મ અને સાધના-આરાધનામાં પણ સમ્યગ્દર્શન મૂળના સ્થાને છે. જેમ વૃક્ષમાં મૂળનું જે સ્થાન છે. તે જ સ્થાન ધર્મના ક્ષેત્રમાં સમ્યગ્દર્શનનું છે. મૂળ ઉપર વૃક્ષ નભે છે. તેવી રીતે સમ્યગ્દર્શન પર ધર્મ અને સાધના-આરાધના ટકે છે. તે વાત હવે આપણે જોઈશુ.
જે વૃક્ષનું મૂળ કડવું હોય છે. તેનું ફળ પણ કડવું હોય છે. ફળ જો મધુર જોઈએ તો મૂળને સુધારવું પડશે. તેવી જ રીતે ધર્મરૂપી વૃક્ષનું મૂળ સમ્યગ્દર્શન છે. તો ઉપરની શાખા, ફળ આદિ સમૃદ્ધ અને મધુર બને છે. સમગ્ર ધર્મોનું મૂળ સમ્યગ્દર્શન છે. વૃક્ષની સમૃદ્ધિ અને શક્તિ છે તેના મૂળમાં. મૂળ જ પોષણતત્ત્વને ખેંચે છે. ગ્રહણ કરે છે. જે વૃક્ષના મૂળ સુકાઇ જાય છે. તેને વાદળો દ્વારા ગમે તેટલું પાણી મળે પણ નકામું છે. પ્રાણવાન સૂર્યપ્રકાશ અને સ્વચ્છ હવા મળે તો પણ નકામાં છે. તે વૃક્ષને ચિરંજીવી બનાવી શકતા નથી કેમ કે વૃક્ષના મૂળ જ નકામાં થઈ ગયા છે. તે વૃક્ષ આંધી અને વાવાઝોડામાં પણ ટકી શક્યું નથી.
દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે.
"मूलाउ खंधप्पभवो दुमस्स खंधाउ पच्छा समुविंति साहा ।
साहप्पसाहा विरुर्हेति पत्ता तओसि पुष्पं च फलं रसो अ ॥"
દશવૈકાલિકા સૂત્ર; ગાથા ૯.૨.૧ (પાનું ૨૪૯, લેખકઃ આચાર્ય શય્યભવસૂરિ પ્રકાશકઃ અખિલ ભારતીય સુધર્મ જૈન સંઘ, જોધપુર (રાજસ્થાન), વર્ષ વિ.સં. ૨૦૬૬)
-
અર્થ:- વૃક્ષના મૂળમાંથી થડની ઉત્પત્તિ થાય છે. થડમાંથી શાખા ફૂટે છે. શાખા-પ્રશાખામાં પત્ર લાગે છે. ત્યાર પછી ફૂલ અને ફળ આવે છે. અને પછી ફળોમાં ૨સ આવે છે.
૨૫૦
સમકિત