________________
"द्वारं मूल प्रतिष्ठानमाधारो भाजनं निधिः ।
द्विषट्कस्यास्य धर्मस्य सम्यकत्वं परिकार्तितम् ॥"
સમ્યગ્દર્શન; (પાનું ૬૦, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બ્યાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧)
અર્થઃ- સમ્યક્ત્વ બાર પ્રકારના ગૃહસ્થધર્મનું દ્વાર છે. મૂલ છે. પ્રતિષ્ઠાન છે. ભાજન છે. અને નિધિ છે.
મોક્ષનું પ્રથમ કારણઃ સમ્યગ્દર્શન
ઊંડાણથી જોવામાં આવે તો મોક્ષની સાધના સમ્યગ્દર્શનથી જ શરૂ થાય છે. મોક્ષનો અર્થ છે, કર્મથી મુક્તિ મેળવવી. કર્મબંધનું કારણ છે, રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ, અજ્ઞાન આદિ.. સમ્યગ્દર્શન જ્યારે પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે જ તપ, જપ, સામાયિક, ધ્યાન, વ્રત-નિયમ સમ્યગ્દર્શનથી યુક્ત થવાના કારણે કર્મમુક્તિનું કારણ બને છે. જેટલા જેટલા અંશોમાં રાગ દ્વેષ રહિત પ્રવૃત્તિ થાય છે, તેટલા તેટલા અંશોમાં કર્મમુક્તિ થાય છે. માટે તેમ કહી શકાય કે મોક્ષનું આદિ કારણ સમ્યગ્દર્શન છે. તેનાથી ગતિ પ્રગતિ બને છે.
મોક્ષનો અધિકારપત્રઃ સમ્યગ્દર્શન
શુદ્ધ ભાવોમાં રમણતા કરવી તેનું નામ સમ્યગ્દર્શન છે. આ વાત નિર્વિવાદ છે. સમ્યગ્દર્શનથી જયારે શુદ્ધ ભાવોમાં નિષ્ઠા થઈ જાય છે. ત્યારે પ્રથમ અશુભ ભાવોથી અને પછી ક્રમશઃ શુભ ભાવોથી પણ સાધકને અરુચિ થવા લાગે છે. કેટલાક લોકો શુભ ભાવોને ધર્મ અને મુક્તિનું કારણ માને છે. પરંતુ તત્ત્વદષ્ટિથી જોવામાં આવે તો શુભ ભાવની સાથે ૨ાગાત્મક વિકાર રહે છે. તે પ્રશસ્તરાગ છે તેથી તે પુણ્યનું કારણ થઈ શકે છે. પરંતુ કર્મ નિર્જરાનું અને મોક્ષનું કારણ થતું નથી. મિથ્યાટષ્ટિજીવ પણ પુણ્યની રુચિ સાથે શુભ ભાવોથી નવમા ગ્રેવેયક (દેવલોક) સુધી ચાલ્યો જાય છે. ત્યાંથી ચ્યવીને પછી નિગોદ, સ્થાવર જીવોમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. માટે શુભ ભાવ પણ વાસ્તવમાં સંસાર પરિભ્રમણનું કારણ છે. સંસારથી મુક્તિનું નહી. સંસારથી મુક્તિનું કારણ તો શુદ્ધ ભાવ જ છે. પરંતુ સમ્યગ્દર્શન ન હોવાથી ઘણા અન્નજીવો શુભભાવમાં જ અટકી જાય છે. સમ્યગ્દર્શન થવા પર સાધકમાં જ શુદ્ધભાવની તરફ રુચિ થવા લાગે છે. અને તે સાધકને ખરેખર મુક્તિનો અધિકારપત્ર મળી જાય છે. જેણે એકવાર પણ સમ્યગ્દર્શનનો સ્પર્શ કરી લીધો છે. તેનો સંસાર પરિમિત થઈ જાય છે. અર્થાત્ તેને મુક્તિ પ્રાપ્તિનું લાયસન્સ મળી જાય છે. તે એક દિવસ ચોક્કસ મુક્તિ પ્રાપ્ત કરી લે છે ધર્મસંગ્રહ ગ્રંથમાં પણ આ વાત મળે છે.
૨૫૬
સમકિત