________________
સમ્યગ્દર્શન એટલે કે સાચી દષ્ટિ, સાચી શ્રદ્ધા. તેની સાથેનું શ્રાવકપણું તથા સાધુપણું ચમકી ઊઠે છે. માટે મોક્ષમાર્ગે આગળ વધવા માટે સૌપ્રથમ સમ્યગ્દર્શન પામવું અનિવાર્ય છે.
સદ્ગુણોની વિશુદ્ધિનો આધારઃ સમ્યગ્દર્શન
ક્ષમા, દયા, નિર્લોભતા, સરળતા, સત્યતા, કોમળતા, સંયમ, તપ, ત્યાગ, બ્રહ્મચર્ય, સમતા, અને સંતોષ સાધકજીવનના આ બધા સદ્ગુણો છે. શું તમે કહી શકશો કે આ ગુણોની શુદ્ધિનો મૂળ આધાર શું છે?
જવાબ- આ બધા સદ્ગુણોની વિશુદ્ધિનો મૂળ આધાર છે સમ્યગ્દર્શન.
સમ્યગ્દર્શનથી જ આ ગુણોમાં વધારે શુદ્ધતા, પવિત્રતા આવે છે. સમ્યગ્દર્શન આ સદ્ગુણોને ઉત્પન્ન નથી કરતું. કેમ કે ગુણ તો આત્માનો સ્વભાવ છે. આત્મામાં સંગ્રહાયેલા છે. પણ સમ્યગ્દર્શન ગુણો ઉપર લાગેલી વિકૃતિરૂપી ધૂળને ચોક્કસ ખંખેરી નાંખી ગુણને નિર્મળ બનાવે છે. જેમ પાણીમાં ફટકડી નાંખવાથી તે વધુ સ્વચ્છ બને છે, તેવી રીતે.
સમ્યગ્દર્શન એક એવો આધ્યાત્મિક ગુણ છે, કે જે પૂર્ણ વિકસિત થઈ જવા પર આધ્યાત્મિક (ક્ષાયિકભાવ) અનંતકાળ માટે શાશ્વત થઈ જાય છે. સમ્યગ્દર્શનની હાજરીમાં અન્ય બધા ગુણો અધોમુખથી ઉર્ધ્વમુખ થઈ જાય છે. ભૌતિકલક્ષીમાંથી આત્મિકલક્ષી થઈ જાય છે. સમ્યગ્દર્શનની હાજરીમાં મૈત્રી, પ્રજ્ઞા, સમતા, કરુણા, ક્ષમા, દયા આ બધા ગુણો સાર્થક છે. સિદ્ધિલાભ આપનાર અને સફળ છે. તે બધા આત્મવિકાસના કાર્યમાં લાગી જાય છે. માટે ચોક્કસ કહી શકાય છે કે સમ્યગ્દર્શન સમસ્ત સદ્ગુણોની શુદ્ધિ, વૃદ્ધિ અને સુરક્ષાનો આધાર છે.
સાધનામંદિરનું પ્રવેશ દ્વારઃ- સમ્યગ્દર્શન અધ્યાત્મ સાધનાનામંદિરનું પ્રવેશદ્વાર છે. જો અધ્યાત્મ સાધનાના મંદિરમાં પ્રવેશ કરવો હોય તો આપણે સમ્યગ્દર્શનના દ્વારથી જ પ્રવેશ કરવો પડશે. જેમ કોઈને મંદિર અથવા મહેલમાં પ્રવેશ કરવો હોય તો કોઈ ને કોઈ દ્વારથી જ પ્રવેશ કરવો પડશે. સમ્યગ્દર્શન પણ એ જ દ્વાર છે જેમાં જઇને અધ્યાત્મસાધનાના મંદિરમાં પ્રવેશ કરી શકાય છે. અને અધ્યાત્મસાધનાના મંદિરના અધિષ્ઠાયક દેવ આત્મા છે. સમ્યગ્દર્શન સૌથી પહેલા આત્મદેવનું સ્વરૂપ બતાવે છે. ત્યાર પછી આત્મદેવની ઉપાસના કરવી તથા તેને કેવી રીતે ગુણોથી વિભૂષિત કરવા તેનો ઉપાય બતાવે છે. તત્ત્વાર્થભાષ્યમાં સમ્યગ્દર્શનને શ્રાવક ધર્મની સાધનાનું દ્વાર બતાવ્યું છે. કહ્યું છે કે
સમકિત
૨૫૫