________________
સમ્યગ્દર્શનઃ જ્ઞાન અને ચારિત્રને સમ્યક્ બનાવવાનું કારણ છે.
જ્ઞાન અને ચારિત્ર બન્નેને સમ્યક્ બનાવનાર સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન આવ્યા પછી જ્ઞાન અને ચારિત્રની આગળ પણ સમ્યક્ શબ્દ આવી જાય છે. માટે સમ્યગ્દર્શન અભૂતપૂર્વ (પહેલા કયારેય ન ઉત્પન્ન થયેલા) સભ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્રને ઉત્પન્ન કરે છે, એવું કહી શકાય. જ્ઞાનમાં વિશેષતા લાવવાવાળી જે શુદ્ધોપલબ્ધિ છે તે સમ્યગ્દર્શન થવા પર જ થાય છે. અને શુદ્ધ ભાવરૂપ જે પવિત્ર ચારિત્ર છે તે પણ સમ્યગ્દર્શનના થવા પર જ થ ાય છે. માટે સમ્યગ્દર્શન જ્ઞાન, અને ચારિત્ર ને સમ્યક્ બનાવવામાં કારણરૂપ છે. જે તેની વિશેષતા છે, મહત્તા છે.
સમ્યક્ત્વનો પ્રકાશ થતાંની સાથે જ....
નિષ્કર્ષ આ છે કે જ્યાં સમ્યક્ત્વનો પ્રકાશ થાય છે ત્યાં મિથ્યાત્વનો અંધકાર રહેતો નથી. મિથ્યાત્વ નથી રહેતું તો અજ્ઞાન પણ નથી રહેતું અને બન્ને ચાલ્યા જાય છે. આચાર્ય અમિતગતિએ સુંદર યુક્તિથી તેને સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે.
" सम्यक्त्वाध्युषिते जीवे नाज्ञानं व्यवतिष्ठते ।
भास्वता भासिते देशे तमसः कीदृशी स्थितिः ॥"
અમિતગતિશ્રાવકાચાર ; ગાથા ૨.૬૮ (પાનું ૩૭, લેખકઃ આચાર્ય અમિતગતિ, પ્રકાશકઃ મુલચંદ કિશનદાસ કાપડીયા ઢિંગબર જૈન પુસ્તકાલય, સુરત, વર્ષ વિ.સં. ૨૦૧૫)
-
અર્થ:- જે ક્ષેત્રમાં સૂર્યનો પ્રકાશ ફેલાઈ જાય છે, ત્યાં અંધકાર કેવી રીતે રહી શકે? તેવી જ રીતે જેની હૃદયભૂમિમાં સમ્યક્ત્વનો પ્રકાશ થઈ જાય છે, ત્યાં અજ્ઞાનરૂપી અંધારું કેવી રીતે ટકી શકે છે? અર્થાત્ સમ્યક્ત્વ થતાંની સાથે જ મિથ્યાત્વ ચાલ્યું જાય છે, આ જ વાત આપણે દૃષ્ટાંતથી સમજીએ.
ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ પ્રખર પંડિત હોય છે. સાથે અભિમાન પણ હોય છે. ભગવાનની દિવ્યવાણી સાંભળીને ઇન્દ્રભૂતિજીનો અહંકાર દૂર થાય છે. શંકા દૂર થાય છે. શ્રદ્ધા જન્મે છે. અને એ તત્ત્વ મળી ગયું જેની ઉપલબ્ધિ તેમને આજ સુધી થઈ ન હતી. ભગવાન મહાવીરે તેમને ત્રિપદી આપી. ત્રિપદીના જ્ઞાન સાથે જ અહંકાર અને મિથ્યાત્વ દૂર થઈ ગયું. સમ્યગ્દર્શન થતાંની સાથે જ મિથ્યાજ્ઞાન સમ્યજ્ઞાનમાં પરિણત થઈ ગયુ. જે જ્ઞાન આજ સુધી અહંકારને પોષતું હતું તે આજે આત્મવિકાસના ઉપયોગમાં લાગી ગયું. તે જ મિથ્યાજ્ઞાન સમ્યગ્દર્શનનો
૨૪૮
સમકિત