________________
તેને કળાપૂર્વક બરાબર ઢંગથી સજાવવામાં આવે તો તેનું મૂલ્ય વધી જાય છે. અહિંસા, સત્ય, ક્ષમા, દયા, શીલ, સંતોષ આદિ ગુણ પોતે ખૂબ જ સારા છે, પણ સમ્યગ્ગદર્શનના સ્પર્શથી આ બધા ગુણો ઉપર શ્રદ્ધા, નિષ્ઠા, લગન, રુચિ અને લક્ષ્ય મજબૂત થાય છે. જેનાથી આ ગુણોનું મહત્ત્વ વધી જાય છે. અને આ ગુણોમાં રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, સ્વાર્થ જેવા કુવિચારો ઘૂસી શકતા નથી. ગુણો શુદ્ધરૂપમાં રહે છે. આની સાથે આલોકની અને પરલોકની કામનાઓ, ઈચ્છાઓ અને અપેક્ષાઓ તે આત્માને રહેતી નથી.
નાટકના રંગમંચ ઉપર અનેક દ્રશ્યો આવે છે. કોઈની હાર થાય છે કે કોઈની જીત પણ પ્રેક્ષકો ઉપર તેની કંઈ અસર થતી નથી. આ રીતે સમ્યગ્રષ્ટિપણ પોતાને સંસારરૂપી નાટકશાળાના રંગમંચ ઉપર પોતાને પ્રેક્ષક સમજે છે. સંસારના રંગમંચ ઉપર અનેક અનુકૂળ કે પ્રતિકૂળ દૃશ્ય આવે છે. પરંતુ સમ્યગ્દષ્ટિરૂપી પ્રેક્ષક આ દ્રશ્યોને જોઈ ન તો હર્ષ કરે છે કે ન તો શોક કરે છે.
આ રીતે સમ્યગ્દષ્ટિ સંસારના દરેક પદાર્થોને તેના અસલી રૂપમાં જાણીને હેયને છોડવા યોગ્ય, શેયને જાણવા યોગ્ય અને ઉપાદેયને આચરવા યોગ્ય માને છે.
સમ્યગ્રદર્શન એમ જોઈએ તો અંજન જેવું છે. જો તેને નેત્રમાં આંજવામાં આવે તો અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે. દિવ્યનેત્રો ખૂલી જાય છે. એ ખૂલી ગયેલી દૃષ્ટિથી વ્યક્તિ પોતાના નિજ-ગુણોને બરાબર જોઈ સમજી શકે છે. અને પછી તે ગુણોને વિકસિત કરી શકે છે. મિથ્યાત્વ એક ભયંકર રોગ છે. તેને તમે ગમે તેટલું આધ્યાત્મિક જ્ઞાન આપો, ગમે તેટલી
ત્યાગ-વૈરાગ્યની પ્રેરણા આપો, તપ અને નિયમનો ગમે તેટલો ઉત્કૃષ્ટ ઉપદેશ આપો પણ તે આત્મા આ બધાથી વિપરીત જ રહે છે. જેને આ રોગ લાગી જાય છે તે ગમે તેટલું ચારિત્ર પાલન કરી લે પણ ભવભ્રમણનો રોગ મટાડી શકતો નથી. એ ભવભ્રમણના રોગ મટાડવાની એક માત્ર દવા તે સમ્યગ્ગદર્શન છે. જેના પ્રાપ્તિથી પૂર્વે પ્રાપ્ત કરેલું જ્ઞાન અને ચારિત્ર તે સમ્યગૂ થાય છે. તે રસાયણનું કામ કરે છે. અને પછી જ્ઞાન અને ચારિત્રએ બંનેને સમ્યમ્ બનાવી મોક્ષ પામી શકે છે.
સમ્યગ્દર્શન તે ચેતનાનો ધર્મ છે. આત્માનો ધર્મ છે. એ શરીર કે ભૌતિક વસ્તુઓનો ધર્મ નથી. વ્યક્તિ જાણે કોઈ પણ દેશ, જાતિ, વર્ણ, વર્ગ, પંથ કે સંપ્રદાયનો હોય પણ સમ્યગ્રદર્શનનું હોવું કે ન હોવું એની સાથે એને કોઈ સંબંધ નથી. સમ્યગ્ગદર્શન માટે આત્મા પર વિશ્વાસ, આત્મશક્તિ અને આત્માનો સ્વભાવ, સ્વગુણ અને સ્વરૂપ ઉપર દઢ શ્રદ્ધા જરૂરી છે.
બીજી વાત એ છે કે સમ્યગ્રદર્શન કોઈને વારસામાં મળતું નથી. જેમ પિતાની સંપત્તિ દીકરાને સમકિત
૨ ૨૩