________________
નિકાલ કરવો તે મિથ્યાદષ્ટિની વિચારધારા થઈ. અને પરિસ્થિતિ જોઈને સમસ્યાના મૂળમાં જઈ કાયમ માટે નિકાલ કરવો તે સમ્યગ્દષ્ટિની વિચારધારા થઈ, આ દૃષ્ટાંતથી એ સમજવું કે નિમિત્તને (પુત્રના સ્વભાવને) છોડીને પિતા ઉપાદાન (પુત્રની યોગ્યતા) તરફ દષ્ટિ કરી આ સમસ્યાને ઉકેલે છે.
સંસારને વધારવામાં જૂના કર્મોનો ઉદય ખૂબ મોટો ભાગ ભજવે છે. તેના ઉદયથી જે પરિસ્થિ તિ ઉત્પન્ન થાય છે તે પરિસ્થિતિ પાછળ સામાન્ય મનુષ્ય રાગ-દ્વેષ દ્વારા એટલા નવાં કર્મોને બાંધે છે, કે પાછા આગળ જતાં તે ભોગવવા પડે છે. આમ, ચક્ર ચાલ્યા કરે છે. સમ્યગ્દષ્ટિ આ જોઈને સમજીને પરિસ્થિતિનો આવી રીતે નિકાલ કરે છે કે જૂનાં ખપાવવામાં નવાં બાંધતો નથી. અને આ જ કારણે સમ્યગ્દર્શનને આલોક અને પરલોકનો અભ્યુદય અને મોક્ષનું પ્રથમ કારણ બતાવ્યું છે. આજ કારણના હિસાબે આચાર્ય અમિતગતિએ સભ્યષ્ટિના ભાગ્યની પ્રશંસા કરતાં કહ્યું છે કે
" सुदर्शनं यस्य स ना सुभाजनः, सुदर्शनं यस्य स सिद्धिभाजनः ।
सुदर्शनं यस्य स धीविभूषितः, सुदर्शनं यस्य स शीलविभूषितः ॥"
અમિતગતિ શ્રાવકચાર; ગાથા ૩.૮૨ (લેખકઃ આચાર્ય અમિતગતિ, પ્રકાશકઃ મુલચંદ કિશનદાસ કાપડીયા દિગંબર જૈન પુસ્તકાલય, સુરત, વર્ષ વિ.સં. ૨૦૧૫)
-
જેની પાસે સમ્યગ્દર્શન છે, એ મનુષ્ય ઉત્તમ પાત્ર છે. એ જ સિદ્ધિપદનો અધિકારી છે. સમ્યગ્દર્શન સમ્પન્ન મનુષ્ય બુદ્ધિથી સુશોભિત છે. અને શીલથી વિભૂષિત છે.
આમ, જેની પાસે સમ્યગ્દર્શનરૂપી જીવનકળા છે એ સંસારમાં, આલોકમાં, પરલોકમાં સર્વત્ર સુખ, આનંદ અને પરમ શાંતિથી જીવે છે.
૨૨૬
સમકિત