________________
સમય આવ્યો. રાજા પાકશાસને ધર્મ નામના હિંસક પાપી શેઠને અપરાધ માટે ચૌદસના દિવસે શૂળી ઉપર ચડાવવાનો આદેશ આપ્યો. પરંતુ ચૌદસના હિસાબે વ્રત ભંગ ન થાય એટલે યમપાલ ચાંડાલે ફાંસી આપવાની ના પાડી. પોતાની આજ્ઞાનો ભંગ થવાથી રાજા કોપાયમાન થઈ ધર્મશેઠ અને યમપાલ ચાંડાલ એ બેઉને મગરમચ્છવાળા પાણીમાં નાખી દીધા. પાપી ધર્મશેઠને તો મગરમચ્છ તરત જ ગળી ગયો. પરંતુ સમ્યગ્દષ્ટિ તથા વ્રત રક્ષણના પ્રભાવથી યમપાલ ચાંડાલથી દેવો પ્રભાવિત થયા, પાણીમાંથી બહાર કાઢી એક સિંહાસન પર બેસાડ્યા પછી શુભજળથી અભિષેક કરી, રત્ન અને સુવર્ણ આદિથી ભક્તિપૂર્વક પૂજા કરી અન દિવ્ય વસ્ત્ર પહેરાવ્યાં, અને હાથ જોડી સ્તુતિ કરી. અહીં એ જ કહેવાયું કે,
''
"मातंगो यमपालको गुणरतैदेवादिभिः पूजितः "
આરાધના કથા કોષ, ગાથા ૧.૨૪.૩૧
સમ્યગ્દર્શન; (પાનું ૧૩૩, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બ્યાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧)
અર્થાત્ આ બધો આત્માનો દિવ્ય ગુણ સમ્યગ્દર્શનનો જ ચમત્કાર છે. જેના પ્રભાવે યમપાલ પોતાના વ્રતમાં દઢ રહ્યો, અને ગુણના ચાહક દેવોએ આવીને એને બચાવીને એના ગુણ ગાયા.
સમ્યગ્દર્શન આત્માની વિશુદ્ધ દશા તરફ મનુષ્યનું લક્ષ્ય સ્થિર કરે છે. આત્મા પોતાના જ્ઞાનસ્વરૂપ અને પરમાત્મા સ્વરૂપને જાણી અને જોઈ શકે છે. એના સ્પર્શથી આત્માને એ વિશ્વાસ થઈ જાય છે કે આજે ભલે હું પાપદશામાં છું પણ એક દિવસ મુક્તદશા પ્રાપ્ત કરી શકીશ. અને આ જ વિશ્વાસ મનુષ્યને ધીરે ધીરે મુક્તિના માર્ગ ઉપર લઈ આવે છે.
દાંત-રાજપ્રશ્નીય સૂત્રમાં રાજા પ્રદેશીના જીવનનું વર્ણન આપ્યું છે. આપણને જાણતા ખૂબ જ આશ્ચર્ય થાય કે એક સમયના રૌદ્ર પરદેશી રાજા એકદમ સૌમ્ય કેવી રીતે થઈ ગયા? એક સમય એવો હતો કે રાજાના હાથમાં તલવારથી નિર્દયતાથી પ્રાણીઓનો વધ જ થતો હતો. તે પશુઓ કે મનુષ્યો બંનેને ક્રૂરતાથી એવી રીતે મારતા હતા કે તેમના બંને હાથ લોહીથી રંગાયેલા જ રહેતા. તેમના ચીચીયારીઓની જરા પણ અસર એમને થતી નહીં. દયા અને કરુણા કોને કહેવાય તે એમને સ્વપ્નમાં પણ ખબર નહીં. આ રીતે તેમણે પોતાના જીવનમાં અગણિત જીવોને માર્યા હતા. એક દિવસ કેશીકુમાર સાધુના સંગતમાં આવી એમના જીવનની દશા જ આખી પલટાઈ ગઈ. ગુરુવર કેશીકુમારના સાંનિધ્યમાં તેમના જીવનમાં આશ્ચર્યજનક પરિવર્તન થયું. ક્રૂરતા અને નિર્દયતાની પરાકાષ્ઠા પર પહોંચેલા રાજા પરદેશી દયા અને કરુણાના રસમાં એટલા ભીંજાઈ ગયા કે સ્વયં એમની રાણી સૂર્યકાન્તાએ ભોજનમાં તેમને ઝેર આપ્યું. સમકિત
૨૩૫