________________
જ્યારે શ્રીકૃષ્ણનો હાથી આ કૂતરાના મૃત શરીર પાસે આવ્યો ત્યારે એમણે આ નાશવંત મૃત શરીર જોતા વિચાર કરતા કહ્યું કે આ કૂતરાના દાંત કેટલા સફેદ અને સુંદર છે. બધા જ શ્રીકૃષ્ણની ગુણ-દર્શન વૃત્તિ જોઈને આશ્ચર્યમાં પડી ગયા. એમના સમ્યગ્રદર્શનની પરીક્ષા કરવા આવેલ દેવ પણ પરીક્ષામાં શ્રીકૃષ્ણ સફળ થયેલા પામી એમની માફી માંગી. આમ સમ્યગદર્શની કોઈ પણ બૂરાઈમાં પણ ફક્ત સદ્ગણોને જ જુએ છે.
સમ્યગદર્શની પણ સંઘર્ષ કરે છે. પણ તે વ્યક્તિ જોડે નહીં પણ તેની બૂરાઈ જોડે. ભગવાન મહાવીરનો બોધ છે કે “પાપથી ધૃણા કરો, પાપીથી નહીં.”
ગાંધીજીએ પણ સ્વતંત્રતાની લડાઈ આ જ નીતિના આધાર ઉપર કરી. તેઓનું એમ જ કહેવું હતું કે મારે અંગ્રેજો જોડે કોઈ દ્વેષ નથી કે નથી ધૃણા. તેઓ પણ મારા મિત્ર સમાન જ છે. જરૂર પડતા હું તેમને પણ સહાયક બનીશ. મારો સંઘર્ષ અંગ્રેજોની ખોટી નીતિ સાથે છે, અને તેમના સિદ્ધાંતો સાથે છે. તેથી જ એમની લડાઈ સિદ્ધાંતોની હતી જેમાં કોઈ વ્યક્તિ પ્રત્યે ન રાગ કે ન Àષ હતો. અને સંઘર્ષ વ્યક્તિ સાથે નહીં પણ એની બૂરાઈ જોડે કરો એ સિદ્ધાંત પર તેઓ ટકી રહ્યા. અને અંતે વિજયી થયા આમ સમ્યગુદૃષ્ટિની ગુણગ્રાહી દૃષ્ટિની વિશેષતા હોય છે. આ દૃષ્ટિમાં સાચું તે મારું તેમ મનાય છે, અને મારું તે સાચુંનો હઠાગ્રહ નીકળી જાય છે.
જુદા જુદા ધર્મો અને સંપ્રદાયોનો એ કદાગ્રહ છે કે પોતાની માન્યતા, શાસ્ત્રો કે ગ્રંથોને જ સત્ય માને છે. જ્યારે ભગવાન મહાવીરના સમક્ષ એ પ્રશ્ન આવ્યો કે વિભિન્ન ધર્મશાસ્ત્રો અને માન્યતાઓમાં કઈ સાચી અને કઈ ખોટી? ત્યારે એમણે સમજાવતા એ જ કહ્યું કે શાસ્ત્રો અને માન્યતાનું સાચાપણું કે ખોટાપણું જોવા કરતા પહેલા વ્યક્તિની દૃષ્ટિને જુઓ. અગર વ્યક્તિની દૃષ્ટિ શુદ્ધ અને સમ્યગદર્શનથી અણુપ્રાણિત (રંગાયેલી) હોય, એને રાગ, દ્વેષ, માન, કષાય આદિ રંગોથી રંગાયેલી ન હોય. નિષ્પક્ષ, તટસ્થ અને ઉદાર હોય તો એને માટે કોઈ પણ શાસ્ત્ર કે માન્યતા તે સમ્યક રહે છે. અને અગર વ્યક્તિની દૃષ્ટિએ શુદ્ધ, કષાય, રાગ, દ્વેષના રંગોથી રંગાયેલી હોય છે, પક્ષપાતી, સ્વાર્થી અને અનુદાર હોય તો તેને માટે સમ્યક જણાતી માન્યતા કે શાસ્ત્રો પણ મિથ્યા જ છે.
નંદીસૂત્ર પ્રકરણ (૮) ગાથા (૬) માં આ વાતની સાક્ષી છે.
"एयाई मिच्छादिट्ठिस्स मिच्छत्तपरिग्गहियाई मिच्छासुयं, एयाइं चेव सम्मदिट्ठिस्स सम्मत्तपरिग्गहियाइं सम्मसुयं ।" ૨૪૦
સમકિત