________________
અર્થ:- આ જગતમાં જીવ પોતાના જ્ઞાન અને ચારિત્રથી પ્રસિદ્ધ છે. તે બન્નેની સાથે સમ્યગ્દર્શન નથી તો શાશ્વત મોક્ષને પ્રાપ્ત કરી શકતો નથી.
મોક્ષનું મૂળ કારણ સમ્યગ્દર્શન જ છે, ઉપાસક અધ્યયનમાં આ વાત બતાવી છે.
" दृष्टिहीनः पुमानेति न यथा पदमीप्सितम् ।
दृष्टिहीनः पुमानेति न तथा पदमीप्सितम् ॥"
ઉપાસકાધ્યયન સૂત્ર; ગાથા ૨૩૬ (પાનું ૧૧૬, લેખકઃ આચાર્ય સોમદેવસૂરિ, પ્રકાશકઃ ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, દિલ્હી, વર્ષ ૧૯૪૪)
-
અર્થ:- જેવી રીતે આંખો વગરનો માણસ ઇચ્છિત સ્થાને પહોંચી શકતો નથી તેવી રીતે સમ્યગ્દર્શન વગરનો માણસ મુક્તિ પદે પહોંચી શક્તો નથી
સમ્યગ્દર્શન વગર જ્ઞાન સમ્યજ્ઞાન નથી તે વાત દૃષ્ટાંતથી સમજીએઃ
રુચિ એક પ્રકારની ઈચ્છા છે. તે રાગવાળી પણ હોઈ શકે છે, અને માત્ર આ લોકનો લાભ જોવાવાળી પણ હોઈ શકે છે. માટે જ જે આત્મલક્ષી તત્ત્વરુચિ છે, તેને જ સમ્યગ્દર્શન કહ્યું છે. તે જ ચેતનાનું શુદ્ધ પરિણમન છે. રાગ રહિત છે તેને જ સાચી તત્ત્વરુચિ કહી શકાય છે. પરંતુ જે તત્ત્વરુચિ સંસારલક્ષી છે તેને સમ્યગ્દર્શન કહેવાય નહીં. આ જ વાત એક દૃષ્ટાંત દ્વારા સમજીએ.
એક મહાન સંતની પાસે એક જૈન ભાઇ પ્રસિદ્ધ વિદ્વાન ફ્રાંસીસ ઓલીવર લુમ્બકને લઇ ગયા. તે મધુરભાષી, વિચારશીલ અને દર્શનશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રના પંડિત હતા. સંસ્કૃત, પ્રાકૃત ભાષા ઉપર સારું પ્રભુત્વ હતું. વાતવાતમાં તે યથાપ્રસંગ, ઉત્તરાધ્યનસૂત્ર, આચારાંગસૂત્ર, ભગવતીસૂત્ર અને કલ્પસૂત્રનાં ઉદાહરણ રજૂ કરતા હતા. આ પ્રમાણે તે વિદેશી વિદ્વાનનું અધ્યયન ઘણું અને વધારે ઊંડું હતું. આટલા વિદ્વાન હોવા છતાં પણ હજી તત્ત્વરુચિ તેમને વધારે હતી. તે જ્યારે પ્રસંગ મળે ત્યારે તત્ત્વચર્ચા કરવામાં તલ્લીન બની જતા હતા.
સંતે તે વિદ્વાનને પૂછ્યું, આપે પ્રાચીન આગમોનો અભ્યાસ કર્યો છે. જૈન ગ્રંથોનો પણ અભ્યાસ કર્યો છે. સાથે અહિંસા એવં અનેકાન્ત પર પણ ગંભીર ચિંતન-મનન કર્યું છે. તો તો એ વાત નક્કી કે આપ માંસાહાર નહીં કરતા હોવ?
૨૪૪
સમકિત