________________
વિદ્વાને સહેજ હસીને કહ્યું કે ના મેં હજી માંસાહારનો ત્યાગ કર્યો નથી. સંતે ફરી બીજો પ્રશ્ન કર્યો.... તો આપે જૈન આગમોનો અભ્યાસ કયા ઉદ્દેશ્ય માટે કર્યો?
તે બોલ્યા. મેં આ બધો જૈન આગમ, ધર્મ અને દર્શનનો અભ્યાસ એટલા માટે કર્યો કે હું જૈનદર્શનનો અધિકારી વિદ્વાન બની શકું. અને પોતાના દેશના વિદ્યાલયમાં એક સારા અધ્યાપકની પૂર્તિ કરી શકું. તે આશયથી આ બધો અભ્યાસ કર્યો છે.’
સંત આ વાત સાંભળીને અચંબામા પડી ગયા કે તે વિદ્વાનમાં કેટલી તત્ત્વજ્ઞાનની રૂચિ હતી.
સૂક્ષ્મ તર્કબુદ્ધિથી અઘરા પ્રશ્નોના જવાબ આપી શકતા હતા, પરંતુ તે તત્ત્વરુચિ આત્મલક્ષી ન હતી, સંસારલક્ષી હતી. આ ટાંત આપણને એ સમજાવે છે કે સમ્યગ્દર્શન વગરનું જ્ઞાન એ સમ્યજ્ઞાન નથી માત્ર માહિતીજ્ઞાન છે.
એક આચાર્યએ આ વાત સારી કહી છે.
I
"शास्त्रावगाह परिघट्टनतत्परोपि, नैवा बुधः समभिगच्छति वस्तुतत्वम् | नानाप्रकार सभावगतापि दर्वी, स्वादं रसस्य सुचिरादपि नैव वेत्ति ॥ " સૂત્રકૃતાંગ.અ.૮.ટીકા
અર્થઃ- શાસ્ત્રજ્ઞાનનો ઊંડો અભ્યાસ અને વ્યાખ્યા કરવામાં નિપુણ એવો કોઈ સમ્યગ્દર્શન વગરનો વ્યક્તિ વસ્તુતત્ત્વને એવી રીતે નથી જાણી શકતો કે જેવી રીતે અલગ અલગ કેટલાય સ્વાદિષ્ટ રસમાં રહેલી કડછી (ચમચ)... કેટલી માર્મિક વાત આચાર્યએ આ ગાથામાં બતાવી છે.
માટે જ્ઞાન હોવું એ એક વાત છે અને તેના ઉપર અધ્યાત્મ ભાવાત્મક શ્રદ્ધા અથવા આત્મલક્ષી તત્ત્વરુચિ હોવી તે અલગ વાત છે. માત્ર સન્માન મેળવવા, ધન કમાવા, વિદ્વત્તાની ધાક જમાવવા અથવા પાંડિત્યનું પ્રદર્શન કરવા માટે મેળવેલું સમ્યગ્દર્શન વગરનું જ્ઞાન આત્મકલ્યાણકારી થઈ શકતું નથી. તેવી તત્ત્વરુચિ તો આ લોકના રાગવાળી અને લોભકષાયવાળી છે. તેનાથી આત્માનો વિકાસ કેવી રીતે થઈ શકે? માટે જ પૂજ્ય આચાર્ય અમૃતચન્દ્રજીએ સૌથી પહેલા સમ્યગ્દર્શનને ગ્રહણ કરવા પર ભાર મૂકયો છે.
“तत्रादौ सम्यक्त्वं समुपाश्रयणीयमखिलयत्नेन । तस्मिन् सत्येव यतो भवति ज्ञानं चारित्रं च ॥"
પુરુષાર્થસિદ્ધિઉપાય, ગાથા ૨૧ (પાનું ૯૭, લેખકઃ આચાર્ય અમૃતચંદ્રજી, પ્રકાશકઃ પરમશ્રુત પ્રભાવક મંડલ, (ઝવેરી બજાર) મુંબઈ, વર્ષ વિ.સં. ૨૦૦૦)
સમકિત
૨૪૫