________________
- નંદીસૂત્ર; ગાથા ૮.૬ (પાનું ૨૧૨, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ (ગુજરાત), વર્ષ ૧૯૯૯)
આ આચારાંગ આદિ સમ્યક્ કહેવાતા શાસ્ત્રો મિથ્યાદષ્ટિ માટે તો મિથ્યાત્વરૂપથી પરિગૃહિત હોવાના કારણે મિથ્યાશ્રુત થઈ જાય છે અને આ જ સમ્યક્ શાસ્ત્રો કે બીજા મિથ્યાશાસ્રો સમ્યગ્દષ્ટિ માટે સમ્યકરૂપથી પરિગૃહિત હોવાના કારણે સભ્યશ્રુત થઈ જાય છે. આ છે સમ્યગ્દર્શનનો પ્રભાવ. જે મિથ્યાશાસ્ત્રને પણ સમ્યક્ બનાવે છે.
જરૂરિયાત એટલી છે કે મનમાં સચ્ચાઈ હોય, સ્વચ્છતા હોય, રાગાદિથી ભરેલી દૃષ્ટિ ન હોય, તો એના માટે સંસારનાં દરેક શાસ્ત્રો સાચાં છે, ઉપાદેય છે. અને આનો અભાવ હોય તો સમ્યક કહેવાતાં શાસ્ત્રો, સત્યાનુપ્રાણિત શ્રુત પણ મિથ્યા રહે છે. સમ્યગ્દર્શનના પ્રકાશથી આત્મા મિથ્યાશાસ્ત્રને વાંચતા કે સાંભળતા તેને સમ્યકરૂપ પરિણત કરી લે છે. અને મિથ્યાદષ્ટિ આત્મા સમ્યકશાસ્ત્રને વાંચતા કે સાંભળતા મિથ્યાત્વના અંધકારથી મિથ્યારૂપમાં પરિણત કરે છે.
ભગવાન મહાવીરની વાણી જ્યાં ગૌતમસ્વામી કે સુધર્માસ્વામી માટે પ્રકાશદાયી કે સત્યદર્શીની હતી, ત્યાં ગોશાલકજી કે જમાલી માટે વિદ્વેષની કારણ બની. ભગવાનના વચન અને ઉપદેશ તો એક જ હતાં પરંતુ ગણધર ગૌતમસ્વામી અને સુધર્માસ્વામીની દૃષ્ટિ તે શુદ્ધ અને સત્ય તરફ હતી. અને ગોશાલકજી અને જમાલીની દૃષ્ટિ રાગ-દ્વેષ અને અહંથી ભરેલી હતી. આ ઉદાહરણથી સ્પષ્ટ વાત થાય છે કે સમ્યગ્દર્શનનો પ્રભાવ દૃષ્ટિને સત્ય અને સાચો માર્ગ મેળવી આપે છે.
સમ્યગ્દર્શનની હાજરીમાં નિર્મળ ચિત્તમાં અપૂર્વભાવની ઊર્મિઓ ઊછળે છે. ભલે તે બહું ઊંચું ઉડાન ન કરી શકે, પણ ચિત્તમાં શુદ્ધભાવોની ઊર્મિઓ ઊછળવાથી કર્મોની સહજ નિર્જરા થ તી રહે છે. ‘‘સંવર’’ પણ ચોકીદારની જેમ ચિત્તની દ્વાર ઉપર આવીને રહે છે. તે પણ શુભ કે અશુભ કર્મોને આત્મામાં પ્રવેશ કરવા નથી દેતો.
આ પરિવર્તન સમ્યગ્દર્શનના પ્રભાવથી જ સંભવે છે.
સમકિત
૨૪૧