________________
“સખ્ય વન સપના: પશવોપ સુરા માતા: सम्यग्दर्शनहीनास्ते पशवो हि सुरा अपि ॥" - અંતર્નાદ (પાનું ૧, લેખકઃ ઉપાધ્યાય અમરમુનિ, પ્રકાશક: અમર ભારતી, વિરાયતન (બિહાર) ડિસેમ્બર ૧૯૮૬)
જે આત્મા સમ્યગ્દર્શન સમ્પન્ન છે, તે શરીરથી ભલે પશુયોનિમાં હોય પણ અંતરમાં તત્ત્વના વિકાસની દૃષ્ટિથી તે દેવ તુલ્ય હોય છે અને જે સમ્યગદર્શન શૂન્ય છે તે શરીરથી ભલે દેવ હોય પણ અંદરથી પશુતુલ્ય છે. હકીકતમાં શરીરથી પશુ હોવાથી કોઈ પશુ નથી હોતો અને ન દેવ હોવાથી દેવ રહે છે. દેવનો અર્થ સમજીએ તો જે દિવ્યદૃષ્ટિસમ્પન્ન છે. આધ્યાત્મિક પ્રમાણે કેવળ સમ્યગદર્શન સમ્પન્ન આત્માને જ આ દૃષ્ટિ હોય છે. પછી ભલે તે પશુ હોય, મનુષ્ય હોય કે દેવ હોય. અને આ જ દૃષ્ટિ પશુને પણ દેવત્વ રૂપમાં પૂજ્યતા પ્રદાન કરે છે. સમ્યગ્દર્શન વિના ભોગોમાં તત્પર રહેવાવાળા સ્વર્ગના દેવો પણ આર્તધ્યાનમાં લીન રહીને સ્થાવર (અકેન્દ્રિય) જીવોમાં ઉત્પન્ન થાય છે. માટે નિઃસંદેહ સમ્યગદર્શન વગર પ્રાણી-પશુ જ છે.
સમ્યગદર્શન એકવાર જેને પ્રાપ્ત થાય છે તો તેનો પ્રભાવ એવો હોય છે તે આત્મા ૬ નીચલાં નરકોમાં જતો નથી. ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષિક દેવોમાં તિર્યંચ અને સ્ત્રીપર્યાયમાં ઉત્પન્ન થતો નથી. જો આ વાત જ હોય તો શ્રેણિક મહારાજાને તો ક્ષાયિક સમ્યગદર્શન હતું તો પણ તેમનો આત્મા પહેલા નરકે કેવી રીતે ગયો? નંદ મણિયાર શ્રાવક હોવા છતાં પણ દેડકાના જીવમાં ઉત્પન્ન કેમ થયા? અને ભગવાન મલિનાથ તીર્થકર ભવમાં પણ સ્ત્રીપણે ઉત્પન્ન કેમ થયા?
આ કઈ રીતે થઈ શકે? આનો જવાબ આવશ્યક નિર્યુક્તિની એક ગાથામાં બતાવ્યો છે.
"सम्मदिटठी जीवो गच्छई नियमं विमाणवासिसु । जह न विगय सम्मत्तो, अह नवि बद्धाउयपुव्वं च ॥" - સમ્યગદર્શન; (પાનું ૧૩૦, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧). સમ્યદૃષ્ટિજીવ ચોક્કસ વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય છે. માત્ર આયુષ્ય બંધ સમયે તે સમ્યકત્વ હોવું જોઈએ અને વાઈ ગયું ન હોય તો, અને આયુષ્યનો બંધ સમ્યકત્વ પ્રાપ્તિ પહેલા થયો ન હોય તો. સમકિત
૨૩૩