________________
"अमुत्रसारसम्यकत्व जात पुण्यफलाद् ध्रुवम् मनुजत्वे च जायन्ते खगादिनृपसेवितम् ॥" - સમ્યગદર્શન; (પાનું ૨૧૧, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧).
"सम्यग्दर्शनशुद्धा नारकतिर्यङनपुंसकस्त्रीत्वानि दुष्कुल विकृताल्पायुर्दरिद्रतांच ब्रजन्ति नाडप्यवतिका ॥" - રત્નકરંડકશ્રાવકાચાર; ગાથા ૧.૩૫ (પાનું ૭૪, લેખકર આચાર્ય સમંતભદ્ર, પ્રકાશકઃ મુનિ સંઘ સ્વાગત સમિતિ (સાગર), મધ્યપ્રદેશ, વર્ષ ૧૯૮૬ રજું સંસ્કરણ)
આનો અર્થ એ છે કે સમ્યગ્ગદર્શન સમ્પન્ન મનુષ્ય સમસ્ત મનુષ્યોમાં તિલકના જેમ જ, તેજ, વિદ્યા, વીર્ય, યશ આદિ ગુણો સહિત હોય છે. અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાર્ગના પુરુષાર્થનો સ્વામી હોય છે.
પ્રશ્નોત્તર શ્રાવકાચાર પ્રમાણે જેની પાસે સમ્યગદર્શનરૂપી મહારત્ન હોય છે. તે ઉદ્યમ આદિ અનેક ગુણોથી સુશોભિત હોય છે. તેજસ્વી અને સ્વજ્ઞાન-વિજ્ઞાનમાં પારંગત, વજ ઋષભનારાચ સંઘયણવાળા, ચતુર, મહાબલી, અત્યંત ઉદાર, યશસ્વી અનેક લોકોને આશ્રય આપનારા ધન, વૈભવથી પરિપૂર્ણ, શત્રુઓને વશ કરનારા, ચાર પુરુષાર્થને યથાયોગ્ય પ્રાપ્ત કરવાવાળા અનેક પ્રકારના મહિમા સહિત, તેમ જ અત્યંત ધર્માત્મા હોય છે.
સમ્યકત્વના પુણ્યના પ્રભાવનું ફળ ખૂબ જ પ્રબળ હોય છે. તેના ફળ સ્વરૂપે જીવ મનુષ્યભવમાં ઉત્પન્ન થાય તો તે ખૂબ જ ઊંચા કૂળમાં જન્મ લે છે. આના સિવાય એના પ્રભાવથી ચક્રવર્તી પદવી, એનાથી પણ વધીને ઉત્તમ વિદ્વાન માનવ તીર્થંકરની બધી વિભૂતિઓ પ્રાપ્ત કરે છે. અગર દેવ બને તો તે ઈન્દ્રની પદવી પ્રાપ્ત થાય છે. જેને સમસ્ત દેવો નમસ્કાર કરે છે. સમ્યગદર્શનના પ્રભાવથી નીચ કુળ, નીચ જાતિને છોડીને શ્રેષ્ઠ દેવ તથા મનુષ્ય બની અંતે મુક્તિલક્ષ્મીના સ્વામી બને છે.
સમ્યગદર્શન એક એવી દિવ્યદૃષ્ટિ છે કે સત્યાસત્ય તથા હિતાહિતનો સાચો વિવેક કરી શકે છે. અધ્યાત્મજ્ઞાનીની દૃષ્ટિએ સમ્યગ્રદર્શનની હાજરીમાં પશુ પણ દેવ છે. અને તેની ગેરહાજરીમાં દેવ પણ પશુ તુલ્ય છે. આ વાતનો ઉલ્લેખ “અંતર્નાદ”માં બતાવ્યો છે.
૨૩૨
સમકિત