________________
અને જેના પ્રભાવથી મિથ્યાત્વ દ્વારા પ્રાપ્ત થતા એકેન્દ્રિય આદિ ભવોને રોકી એવો અભ્યદય કરે છે કે તે ત્રણે લોકમાં ઉચ્ચ ભવો અને પદવીઓનો હકદાર થાય છે.
સમ્યગ્રદર્શનનો પ્રભાવ એટલો સબળ છે કે સમ્યકત્વ ગ્રહણ પહેલાં જો આગલા ભવનો આયુષ્ય બંધ ન થયો હોય તો તે આત્મા નરક-તિર્યંચ આદિ દુર્ગતિમાં જતો નથી. અને સમ્યગદર્શનની હાજરીમાં જો બંધ કરે છે તો જૈન થોક પ્રમાણે થોક ૧૦ “ગુણસ્થાન” ૪થા ગુણસ્થાને પાનું નંબર-૧૩૭માં બતાવ્યું છે. તે સાત બોલમાં બંધ કરતો નથી.
(૧) નરક (૨) ભવનપતિ (૩) વાણવ્યન્તર (૪) જ્યોતિષી (૫) તિર્યંચ (૬) સ્ત્રીવેદ (૭) નપુંસકવેદ
આજ સમ્યગદર્શનનો પ્રભાવ બતાવતા પંચસંગ્રહમાં નીચે પ્રમાણેની ગાથા બતાવી છે.
"छसु हेट्ठिमासु पुढविसु जोइसि-वण-भवण-सव्वइत्थीसुं । बारस मिच्छुववाए समाइट्ठी ण उववण्णा ॥" - સમ્યગ્ગદર્શન; (પાનું ૧૨૪, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧)
અર્થાત-સાતમાંથી નીચેના ૬ નરકો, જ્યોતિષીદેવ, ચંન્તરદેવ, ભવનપતિ, તિર્યંચાણી, મનુષ્યાણી, દેવી આમ બાર બોલમાં બંધ પડતો નથી. આ બોલોમાં મિથ્યાષ્ટિનો જન્મ તો પડે છે પણ સમ્યગ્રદર્શનના પ્રભાવથી સમ્યગદર્શન સમ્પન્ન આત્માનો જન્મ થતો નથી. આ છે સમ્યગદર્શનનો પ્રભાવ –
સમ્યગ્દષ્ટિ આત્માએ સમ્યગદર્શન પામતાં પહેલાં આયુષ્ય બાંધી લીધું હોય અને એથી એ, નરકમાં હોય તો પણ ત્યાં એને જેટલું પોતાનું પાપ ડંખે છે તેટલું નરકનું દુઃખ ડંખતુ નથી. શરીરાદિના દુઃખ કરતાંય એને મનનું દુઃખ ઘણું હોય છે.
"ज्योतिष्कव्यन्तरत्वं च कुदेवतां सर्वा स्त्रियम् । भावनत्वं न गच्छति, वाहनत्वं सुदृष्टयः ॥" - સમ્યગ્રદર્શન; (લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બ્યાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧)
સમકિત
૨૨૯