________________
મળે તેમ સમ્યગ્દર્શનને પિતા વારસામાં આપી શકતા નથી. ડૉક્ટરના છોકરાને ડૉક્ટર બનવા પોતે ભણવું પડે છે. તેમ કોઈ સમ્યગ્દષ્ટિના છોકરાને પણ સમ્યગૃષ્ટિ બનવા પોતાનો પુરુષાર્થ કરવો પડે છે. સમ્યગદર્શન તે પૈસાથી ખરીદવાની વસ્તુ નથી. આ તો અંતરનાં પરિણામોથી પામવાની વસ્તુ છે.
સમ્યગદર્શન તે આત્માનો પરમ મિત્ર છે. મિત્રનો અર્થ “સહાયક” છે. જ્યારે આત્માને કલ્યાણમાર્ગ ઉપર ચાલવાની જીજ્ઞાસા થાય છે ત્યારે સર્વપ્રથમ આત્મવિશ્વાસ જગાવવામાં સમ્યગદર્શન સહાયક બને છે. સમ્યગદર્શનરૂપી મિત્રની એકવાર સહાયતા મળી જાય છે તો આત્માનો સંસાર સીમિત થઈ જાય છે. વધુમાં વધુ અર્ધપુલ પરાવર્તનકાળમાં એ આત્મા મોક્ષનો અધિકારી બને છે.
સમ્યગદર્શનથી વધુ આત્માનો કોઈ મિત્ર નથી. આ મિત્ર આત્માને પાપ અને અહિતમાર્ગથી દૂર રાખે છે. આત્માને વિવેક અને શુદ્ધ દૃષ્ટિમાં લઈ જાય છે. આમ આત્માને હિતમાર્ગમાં પ્રવૃત્તિ અને અહિતમાર્ગમાં અપ્રવૃત્ત રાખવાથી સમ્યગ્ગદર્શન તે આત્માનો પરમ મિત્ર છે. આચાર્ય અમિતગતિએ સભ્યદર્શનને પરમ બંધુ અને પરમ મિત્ર બતાવતા કહ્યું છે કે –
"दर्शनबन्धोर्न परोबन्धुर्दर्शनलाभान्न परोलाभः । दर्शनमित्रान्न परं मित्रं, दर्शन सौख्यान्न परं सौख्यम् ॥" - અમિતગતિ શ્રાવકચાર; ગાથા ૨.૮૫ (પાનું ૪૨, લેખકઃ આચાર્ય અમિતગતિ, પ્રકાશકઃ મુલચંદ કિશનદાસ કાપડીયા દિગંબર જૈન પુસ્તકાલય, સુરત, વર્ષ વિ.સં. ૨૦૧૫)
અર્થ-સમ્યગદર્શનરૂપી બંધુથી વધીને કોઈ બંધુ નથી. સમ્યગ્દર્શનના લાભથી કોઈ વધારે લાભ નથી. સમ્યગદર્શનરૂપી મિત્રથી વધીને કોઈ પરમ મિત્ર નથી અને સમ્યગ્ગદર્શનના સુખથી વધારે કોઈ સુખ નથી.
સમ્યગદર્શનની એક ખાસ વિશેષતા છે-કે આત્માને પોતાની ઉન્નતિ કર્મક્ષય માટે જ કરાવે છે. આત્માને પોતાના પુણ્યના પ્રભાવથી ભલે દેવગતિનો વૈભવ અને સુખ મળે. ભલે ઉચ્ચ પદવી પણ મળે. પણ સમ્યગૃષ્ટિ આ બધી કામનાઓને લઈને પુરુષાર્થ કરતો નથી. એ તો સમ્યકત્વ પ્રાપ્તિથી દરેક પદાર્થ પ્રત્યે રાગાદિ વિકારોથી બચવાનો પ્રયત્ન કરે છે. તે આલોક અને પરલોક બંને પ્રકારની ઉન્નતિ માટે નિખાલસ પણે પ્રયત્ન કરે છે. જેનાથી નિર્જરા અને કર્મક્ષય જ થાય છે.
૨૨૪
સમકિત