________________
સમ્યગ્દષ્ટિની દૃષ્ટિ સદાય આત્મલક્ષી હોય છે. શુદ્ધ આત્મભાવમાં તે સદાય રમણ કરતો હોય છે. ચાલતાં-ફરતાં, સૂતાં-સૂતાં, ખાતાં-પીતાં, કોઈપણ કાર્ય કરતા એ વિવેક અને યત્ના રાખે છે. અને પાપ ન થાય તેના વિચારો સદાય હોય છે.
દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કેઃ
"जयं चरे जयं चिढ़े, जयमासे जयं सए । નયં મુંનંતો સાસંતો, પીવí ન વંથ છે” - દશવૈકાલિક સૂત્ર; ગાથા ૪.૮ (પાનું ૭૦, લેખકઃ આચાર્ય શય્યભવસૂરિ, પ્રકાશકઃ અખિલ ભારતીય સુધર્મ જૈન સંઘ, જોધપુર (રાજસ્થાન), વર્ષ વિ.સં. ૨૦૬૬) જે યત્ના-વિવેકથી ચાલે છે, વિવેકથી ઊભો રહે છે, વિવેકથી બેસે છે, વિવેકથી સૂએ છે, વિવેકપૂર્વક ખાય છે, તથા બોલે છે એ પાપકર્મનો બંધ કરતો નથી.
આમ, સમ્યગદર્શન પ્રાપ્ત થયા પછી એનામાં અશુદ્ધતા પ્રવેશે નહીં, એવા પ્રકારની સંભાળ રાખવાથી, સતત ધ્યાન રાખવાથી, અને સમ્યગદર્શનનું ચિંતન, મનન અને અનુપ્રેક્ષા કરવાથી પૂર્વબદ્ધ આઠે કર્મોનો ક્ષય કરી શકાય છે.
સમકિત
૨ ૧૫