________________
"अंतोमुहूत्तं मित्तंपि फासियं हुज्ज जेहिं सम्मत्तं ।
તેપ્તિ અવઠ્ઠપુત-પરિયટ્ટો એવ સંસારો'' ॥ ૩॥
ગુણસ્થાનક મોક્ષનાસોપાન; (પાનું ૭૩, લેખકઃ ડૉ. કેતકી શાહ, પ્રકાશકઃ દરિયાપુરી જૈન સમિતિ, (નવરંગપુરા) અમદાવાદ, (ગુજરાત) વર્ષ ૨૦૧૦)
-
અર્થઃ જે જીવોને અંતર્મુહૂર્ત માત્ર પણ એક વખત સમ્યગ્દર્શન સ્પર્શી ગયું હોય તે જીવને વધારેમાં વધારે દેશેઊણા અર્ધપુદ્ગલ જેટલો જ સંસારકાળ રહે છે. તેથી એક વખત પણ સમ્યગ્દર્શન જીવને જો સ્પર્શી જાય તો તેનો બેડો પાર થઈ જાય, અવશ્ય પરમપદને પામે. સમ્યગ્દર્શનનો આરાધક જીવ જઘન્ય તે જ ભવે, ઉત્કૃષ્ટ સમકિત સહિતના અસંખ્યાત ભવમાં અવશ્ય મોક્ષે જાય છે.
‘‘સમવ્યાનાં બનાનાં વાનિવૃત્તિનું વાચન ।
असम्यक्त्वं जिनेनोक्तं । न भूतो न भविष्यति” ॥ ७३॥
– ગુણસ્થાનક મોક્ષનાસોપાન; (પાનું ૭૪, લેખકઃ ડૉ. કેતકી શાહ, પ્રકાશકઃ દરિયાપુરી જૈન સમિતિ, (નવરંગપુરા) અમદાવાદ, (ગુજરાત) વર્ષ ૨૦૧૦)
અર્થઃ આ લોકમાં અભવ્ય જીવોને કદાપિ મોક્ષપદ મળતું નથી. કારણ કે તેને સમ્યક્ત્વ પ્રાપ્ત થતું નથી અને સમ્યક્ત્વ વિના સિદ્ધપદ કોઈને પ્રાપ્ત થતું નથી અને ભવિષ્યમાં કોઈને થશે પણ નહીં.
શ્રી સમંતભદ્રાચાર્ય ‘રત્નકરેંડક ’ શ્રાવકાચારમાં કહે છે.
"न सम्यक्त्वसमं किंचित्त्रैकाल्ये त्रिजगत्यपि ।
श्रेयोऽश्रेयश्चच मिथ्यात्वसमं नान्यत्तनूभृताम् ॥ ३४ ॥
આચાર્ય સમંતભદ્ર રત્નકદંડક શ્રાવકાચાર; ગાથા ૩૪ (પાનું ૭૩, પ્રકાશકઃ મુનિ સંઘ
સ્વાગત સમિતિ (સાગર), મધ્યપ્રદેશ, વર્ષ ૧૯૮૩, ૨જું સંસ્કરણ)
-
અર્થઃ ત્રણે કાળમાં, ત્રણે લોકમાં, સમ્યક્ત્વસમું પ્રાણીઓનું કંઈ શ્રેય નથી અને મિથ્યાત્વ સમું કંઈ અશ્રેય નથી. આ થયું સમ્યગ્દર્શનનું મહત્ત્વ....
વ્યવહાર સમ્યગ્દર્શનને સ્વીકારવાની વિધિઃ
૨૦૨
સમકિત