________________
ભરત ચક્રવર્તી સંસાર-સાગરમાં પૂરી રીતે ડૂબેલા હતા. વૈભવ તેમની ચારેબાજુ હતો. પરંતુ તે ઐશ્વર્ય અને વિલાસના સાગરમાં રહીને ભોગ-સુખોથી પણ પોતે કોરા જ રહ્યા. જરા પણ ભીંજાયા નહીં. એમને પણ ભોગાવલી કર્મ બાકી હતા અને તે ભોગવી રહ્યા હતા. પણ સમ્યગ્દર્શનના યોગથી તેમની દરેક ક્રિયા સમ્યજ્ઞાનપૂર્વક હતી. પરિવારની વચ્ચે રહીને પણ અનાસક્ત ભાવ અને રાગ-દ્વેષ રહિત બંધનોથી દૂર હતા.
વીર પ્રભુએ ઉત્તરાધ્યયન સૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે સમ્યગ્દષ્ટિ ચાઅે જ્યાં પણ રહે વનમાં રહે કે ભવનમાં પણ તેના આંતરિક ભાવો એકસરખા મધ્યસ્થ હોય છે.
સભ્યષ્ટિનું મન સોના જેવું અને મિથ્યાદષ્ટિનું મન લોખંડ જેવું છે. જેમ લોખંડ પાણીમાં પડ્યું રહે તો તેના ઉપર કાટ લાગી જાય છે. પણ સોનું વર્ષો સુધી પાણીમાં રહેવાથી પણ શુદ્ધ સોનું જ રહે છે. કાટ લાગતો નથી.
સભ્યષ્ટિનું મન મજબૂત હોય છે. તેની દૃષ્ટિમાં શુધ્ધતા હોય છે. એટલે તેને રાગદ્વેષનો કાટ લાગતો નથી.
દર્શન પ્રાભૂતમાં ગાથા ૭ માં શ્રી કુન્દકુન્દ્રાચાર્યે કહ્યું છે કેઃ
"सम्मत्तसलिलपवाहो णिच्चं हियए पवहाए जस्स ।
कम्मं बालुयवरणं बंधुच्चिय णास तस्स ॥”
- દર્શનપ્રામૃત; ગાથા ૭ (લેખકઃ આચાર્ય કુંદકુંદ, શાંતીનગર જૈન સિદ્ધાંત પ્રકાશીની સંસ્થા, (શાંતીવીરનગર) મહાવીરજી, (રાજસ્થાન).
જેના હૃદયમાં સમ્યગ્દર્શનરૂપી નિર્મલ જળનો પ્રવાહ સતત વહે છે, તેના પૂર્વે બાંધેલા કર્મરૂપી મળ ધોવાઈ જાય છે અને આત્મનિર્મળતા વધતી જાય છે.
સમ્યક્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ બંને આ સંસારને જુએ છે અને તેમાં રહે છે. પરંતુ બંનેના દેખવા અને રહેવામાં મોટો ફરક છે. બંનેના જીવનમાં એક જેવું ઐશ્વર્ય અને સંપત્તિ હોવા છતા પણ દફિરકના હિસાબે તે ઐશ્વર્ય અને સંપત્તિના પ્રયોગ અને ઉપભોગોમાં મોટું અંતર હોય છે. સમ્યગ્દષ્ટિની એ પાકી માન્યતા હોય છે કે હું આ સંસારમાં રહું છું પણ તેનાથી ભાગવાની જરૂર નથી. ભાગીને પણ હું ક્યાં જઈશ? ચારેબાજુ બધે જ સંસાર જ છે.
૨૧૦
સમકિત