________________
અર્થ છેલ્લા યથાપ્રવૃત્તિકરણમાં અલ્પમળપણાને લીધે જેનો ગ્રંથિભેદ નિકટમાં છે. એવા જીવને આ સમસ્ત નિશ્ચયે ઉપજે છે.
યથાપ્રવૃત્તિને સમજાવવા માટે “વિશેષાવશ્યક ભાષ્ય”માં એક દૃષ્યત આપ્યું છે.
એક નદી પર્વત ઉપરથી નીચે વહી રહી છે. ઉપરથી નીચે આવતી હોવાના કારણે તેનો પ્રવાહ ખૂબ જ ઝડપી છે. નદીના આ તીવ્ર પ્રવાહમાં શિલા, પાષાણ અને પથ્થરો આવે છે તે આપસમાં ટકરાતાં ટકરાતાં અને ઘસાતાં ઘસાતાં ગોળ અને લીસા બની જાય છે. આ ગોળ અને લીલાપણું તે એક દિવસમાં થતું નથી. તે સ્થિતિએ પહોંચતાં પહોંચતાં અનેક વર્ષો લાગી જાય છે. આમ થતાં થતાં પથ્થર શાલિગ્રામ બનીને પૂજાનો પાત્ર બને છે. આમ જે સ્થિતિ પર્વતીય પાષાણની હોય છે તે જ સ્થિતિ આત્માની પણ હોય છે. આ આત્મા ભ્રમણ કરતા કરતા સંસારના દુખોને સહન કરતાં કરતાં એવા મુકામ ઉપર પહોંચે છે કે ત્યારે તેના તીવ્ર રાગ અને તીવ્ર ષ મંદ થવા લાગે છે. જીવને સદાનું ને સંપૂર્ણ સુખ મેળવવા શું કરવું જોઈએ? આવા બધા વિચારો આવે તે પણ શુદ્ધ યથાપ્રવૃત્તિકરણના કારણે આવે.
આમ કષાયની મંદ અવસ્થારૂપ જીવનો પરિણામ તે જ “યથાપ્રવૃત્તિકરણ” કહેવાય છે.
યથાઃ શાસ્ત્રમાં બતાવી છે તેવી પ્રવૃત્તિઃ ધર્મક્રિયા કરણઃ કરવી યથાપ્રવૃત્તિકરણના બે ભેદ છે.
(૧) સાધારણ (૨) વિશિષ્ટ સાધારણ યથાપ્રવૃત્તિકરણવાળો જીવ વિશુદ્ધિના પથ પર બહુ આગળ વધી શકતો નથી. તેનાં પરિણામો જ દુર્બળ હોય છે. રાગ અને દ્વેષની તીવ્ર અને પ્રગાઢ ગ્રંથિનું ભેદન કરી શકતો નથી. આવું સાધારણ યથાપ્રવૃત્તિકરણ અભવ્ય જીવોને પણ અનંતીવાર થાય છે. કારણકે અભવ્ય જીવો દ્રવ્યથી યથાપ્રવૃત્તિકરણ કરે છે.
વિશિષ્ટ યથાપ્રવૃત્તિકરણમાં આત્માને એટલી ક્ષમતા અને શક્તિ પ્રગટ થાય છે કે જેના પરિણામે આત્મા અંધકારથી નીકળીને પ્રકાશની પ્રથમ ક્ષીણકિરણને જોઈ શકે છે. તેનામાં સમ્યગદર્શન હજી પ્રગટ થતું નથી. પરંતુ એટલું તો અવશ્ય થાય છે કે અંધકારને ચીરીને પ્રકાશની ક્ષીણ રેખાને આત્મા જોઈ શકે છે. આમાં મિથ્યાત્વી આત્મા ગ્રંથિના નજીક પહોંચે છે પણ ગ્રંથિનું ૧૧૪
સમકિત