________________
"आपगासागरस्नानमुच्चयः सिकताश्मानाम् । गिरिपातोडग्निपातश्च लोकमूढं निगद्यते ॥" - આચાર્ય સમતભદ્ર રત્નકરંડ શ્રાવકાચાર; ગાથા ૨૨ (પ્રકાશકઃ મુનિ સંઘ સ્વાગત સમિતિ, (સાગર) મધ્યપ્રદેશ, વર્ષ ૧૯૮૬)
કોઈ નદી કે સમુદ્રમાં ડૂબકી મારવી, પથ્થરોનો ઢગલો કરવો, પર્વત ઉપરથી ઝંપલાવવું, અગ્નિમાં બળીને મરવું (સતી પ્રથા) આદિ વાતો (ઘર્મ સમજીને કરવી) તે લોકમૂઢતા છે.
લોકમૂઢતામાં તે બધું જ સમાવેશ થઈ જાય છે. જે ધર્મના નામથી, દેવદેવીના નામથી, સામાજિક રૂઢિ, પરિવારની રીતિ-રિવાજ કે પ્રથાના નામથી ચાલી આવતી હોય.
લોક અને સમાજની અંધશ્રદ્ધાના બળથી લોકમૂઢતાઓ ચાલે છે.
(૨) દેવમૂઢતાઃ કોઈ પણ સાંસારિક સુખોની આશાથી રાગ, દ્વેષ અને મોહથી લિપ્ત દેવદેવીઓને વીતરાગ દેવ સમાન ગણવા તેમની પૂજા કરવી તે દેવમૂઢતા કહેવાય. સંસારમાં મિથ્યાષ્ટિથી ભરેલા લોકો પોતાના કૃતકર્મોના તરફ ધ્યાન ન રાખતા અને તેની શક્તિને ભૂલી રાજ્ય, ધન, પુત્ર, સ્ત્રી, આભૂષણો, વસ્ત્ર, વૈભવ આદિની આશાથી પ્રેરિત થઈ ઘણા રાગ-દ્વેષ અને મોહથી લિપ્ત એવા દેવ-દેવીઓને જાણે કે તેમનો ઉદ્ધાર કરશે તેમ માની તેમની પૂજા કરે છે. તેમના નામે હિંસા (બલિ) પણ કરે તે દેવમૂઢતા કહેવાય.
જે પોતે ૧૮ પાપસ્થાનકથી દૂર નથી થયા તે બીજાનું કલ્યાણ તો કેવી રીતે કરી શકે? પણ આવી સમજણ ફક્ત સમ્યગૃષ્ટિજીવોને હોય છે અને તેઓ દેવમૂઢતાથી દૂર રહે છે.
(૩) ગુરુમૂઢતા જેનામાં માયા, નિદાન અને મિથ્યાદર્શન એ ત્રણે શલ્ય રહેલા છે. આરંભ, પરિગ્રહ અને ઈન્દ્રિયના વિષયોમાં આસક્ત છે તેમને નિગ્રંથ ગુરુ માનવા તે ગુરુમૂઢતા છે. માત્ર સારી વાણી અને વક્તા હોય અને જ્ઞાનની વાત કરે તેનાથી અંજાઈને તેમને સાચા સાધુ કે સંતની જગ્યાએ માનવા તેવી ભૂલ સમ્યગૃષ્ટિજીવ ક્યારેય પણ કરે નહીં.
સમ્યગ્દષ્ટિજીવને ખબર હોય છે કે નિગ્રંથ ગુરુ તે આચરણથી બને છે. તેમનું ચારિત્ર તે ખૂબ જ ઉચ્ચકોટિનું છે. અને તેના ચારિત્ર વગર તેમને સ્થાન આપવું તે ઉચિત નથી.
(૪) શાત્રમૂઢતા સાચા શાસ્ત્ર તેને જ કહેવાય જે આત્માને મુક્તિના પંથે લઈ જાય અને
૧૭૬
સમકિત