________________
વીતરાગની વાણી આદર સાથે સાંભળે અને જૈનધર્મ આદરવામાં પ્રીતિ રાખે.
(૩) દેવગુરુ વૈયાવચ્ચઃ જેમ કોઈ અભણ પુરુષ વિદ્યાગુરુને પામી હર્ષિત થઈ તેમની સેવાભક્તિ કરી આ લોકમાં સુખી થાય તેમ સમકિતી જીવ સુદેવ-સુગુરુની સેવા ભક્તિ કરી આ લોકમાં સુખી થાય.
આ ત્રણ પ્રકારના રાગથી એવું અનુમાન કરી શકાય કે એ જીવને સમકિત હશે.આ વાત “ઉજવાઈ” સૂત્રમાં બતાવવામાં આવી છે.
(૩) વિનય દશ-જેનાથી સમકિત પ્રાપ્ત થાય છે.
વીતરાગ દેવ, નિગ્રંથ ગુરુ અને કેવલી પ્રરૂપિત ધર્મમાં શ્રદ્ધા રાખવી અને તે પ્રત્યે ભક્તિ, પ્રશંસા, સત્કાર, બહુમાન વ્યક્ત કરવું અને તેમની નિંદાથી દૂર રહેવું તે સમ્યગ્ગદર્શનનો વિનય છે.
“ભગવતી સૂત્રમાં વિનયના ૧૦ પ્રકાર બતાવ્યા છે.
(૧) અરિહંત ભગવાનનો વિનય કરે. (૨) સિદ્ધ ભગવંતોનો વિનય કરે. (૩) આચાર્ય ભગવંતોનો વિનય કરે. (૪) ઉપાધ્યાયજીનો વિનય કરે. (૫) સ્થવિરનો વિનય કરે.
આ પાંચપદની વંદના, ભક્તિ, બહુમાન કરે અને ગુણાનુવાદ કરે.
(૬) કૂળનો વિનય-એક આચાર્યના શિષ્ય સમૂહનો વિનય કરે. (૭ ગણનો વિનય-ઘણાન્ત આચાર્યોના શિષ્ય સમૂહનો વિનય કરે. (૮) ચતુર્વિધ સંઘનો વિનય કરે. (૯) ધાર્મિક ક્રિયાનો વિનય કરે. (૧૦) સાધર્મિકનો વિનય કરે.
આ ૧૦ પ્રકારનો વિનય કરવાથી સમ્યકત્વની શુદ્ધિ થાય છે. આવશ્યકસૂત્રમાં પણ આવો પાઠ છે. ૧૮૬
સમકિત