________________
સ્થિર રહે છે. અને જ્યાં સુધી આ મૂળ સુરક્ષિત હોય છે ત્યાં સુધી વૃક્ષ ફલ્યુંફાલ્યું રહે છે. આ પ્રમાણે જ શ્રુત-ચારિત્રરૂપી ધર્મનું મૂળ સમ્યગદર્શન છે. જો એ સુદઢ અને પ્રબળ રહે તો પછી દેવ-દાનવ-મનુષ્ય આદિથી અપાયેલાં કોઈ પણ કષ્ટ તેને ધર્મથી વિચલિત કરી શકતા નથી. પરિષહ આવવાથી પણ તે ચલાયમાન થતો નથી. આ સાધુધર્મ અને શ્રાવકધર્મરૂપી વૃક્ષનું મૂળ સમ્યગદર્શન મજબૂત રહે તો મોક્ષરૂપ ફળ ખૂબ જ જલદી પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે પહેલી ભાવના ભાવવી.
(૨) સમ્યગદર્શન ધર્મરૂપી નગરનું દ્વાર છેઃ
આમાં એમ ભાવના ભાવવી કે નગરનું દ્વાર જો મજબૂત અને સબળ હોય તો તેને તોડીને પ્રવેશ કરવાની હિંમત કોઈ શત્રુ નથી કરતું. આ પ્રકારે જ શ્રુતચારિત્રધર્મરૂપી નગરના મુખ્યદ્વાર સમાન સમ્યગ્ગદર્શન મજબૂત અને સબળ હોય તો તેમાં મિથ્યાત્વમોહનીય આદિ કર્મ તેને તોડી શકતા નથી અને પ્રમાદરૂપી ચોરો અંદર પ્રવેશ કરી શકતા નથી.
અને આ જ ભાવના બીજી રીતે પણ ભવાય કે ધર્મરૂપી નગરીમાં પ્રવેશ કરવા માટે સમ્યગદર્શનરૂપી દ્વારની જરૂરિયાત છે. જો એ હોય તો જ અંદર પ્રવેશ થાય છે. આ પ્રમાણે બીજી ભાવના ભાવવી.
(૩) સમ્યગદર્શન ધર્મરૂપી મહેલનો પાયો છેઃ
આ ભાવનામાં એ ભાવવું કે જેમ મહેલનો પાયો મજબૂત હોય તો વર્ષો સુધી મહેલ સ્થાયી રહી શકે છે, ધરતીકંપથી પણ તે હલતો કે પડી જતો નથી. આ પ્રમાણે જ શ્રુતચારિત્રધર્મરૂપી મહેલનો સમ્યગદર્શનરૂપી પાયો મજબૂત હોય તો ધર્મ સદા ટકી રહેશે. સાધુ અને શ્રાવકના વ્રતોને સુરક્ષિત રાખવા પાયાની જરૂર છે અને સમ્યગદર્શન જ આ પાયો બની શકે છે. વ્રતોને તૂટતા વાર લાગતી નથી જો તેનું બંધારણ મજબૂત પાયા ઉપર ન હોય તો આ પ્રમાણે ત્રીજી ભાવના ભાવવી.
(૪) સમ્યગ્ગદર્શન ધર્મરૂપી જગતનો આધાર છેઃ આ ભાવનામાં એમ ભાવવું કે શ્રુત-ચારિત્રરૂપ ધર્મનો કોઈ જો આધાર હોય તો તે સમ્યગદર્શન છે. આ આધ્યાત્મિક જગતમાં જો આપણે રહેવું હોય તો તેનો આધાર એટલે કે “સમ્યક્દર્શન ને” પકડી રાખવું પડશે. જ્ઞાન અને ચારિત્ર વિના દર્શન ટકી રહે છે, પણ દર્શન વિના જ્ઞાન સમકિત
૧૯૭