________________
(૨) અપૂર્વકરણ- યથાપ્રવૃત્તિકરણ પછી આત્મા અપૂર્વકરણના રૂપમાં ભાવ વિશુદ્ધિની તરફ આગળ વધે છે. આત્માની વીર્યશક્તિ હજુ વધારે, પ્રબળ અને ઉજ્જવળ થાય છે. આત્માના આ શુદ્ધ પરિણામને શાસ્ત્રીય ભાષામાં “અપૂર્વકરણ” કહેવાય છે.
અપૂર્વકરણનો અર્થ થાય છે કે આત્માની વીર્યશક્તિ અને વિશુદ્ધ ભાવ અને પરિણામ જે પૂર્વે જીવને ક્યારેય ન થયા હોય. અપૂર્વ એટલે પૂર્વે જીવને ન થયા હોય તેવા ભાવ. અપૂર્વકરણનું બીજું નામ “નિવૃત્તિકરણ” પણ છે. કારણ કે એકસાથે ગ્રંથિભેદ કરનારા સર્વ જીવોના અધ્યવસાયમાં તરતમતા (ભિન્નભિન્ન) હોય છે તેથી તેને “નિવૃત્તિકરણ” પણ કહેવાય છે.
આ કરણને પ્રાપ્ત થયેલો જીવ અપૂર્વ આત્માના વીલાસના બળે વિશુદ્ધ પરિણામરૂપ પ્રબળ પુરુષાર્થ દ્વારા આગળ વધતા રાગદ્વેષની દુર્ભેદ ગ્રંથિનો ભેદ કરી શકે છે.
ગ્રંથિ એટલે ગાંઠ. વાંસની કઠણ ગાંઠ જેમ દુર્ભેદ-ભેદવી મુશ્કેલ છે તેમ રાગદ્વેષ પરિણામરૂપ કર્મની ગાંઠને ભેદવી મુશ્કેલ છે અને તેને ભેદીને જ (ગ્રંથિભેદ) સમ્યગ્રદર્શન પ્રાપ્ત કરી શકે છે.
અપૂર્વકરણના પ્રથમ સમયથી જીવ ચાર કાર્યોને એકસાથે પ્રારંભ કરે છે તે ચાર અપૂર્વ કાર્ય તે (૧) અપૂર્વ સ્થિતિઘાત (૨) અપૂર્વ રસઘાત (૩) અપૂર્વ ગુણશ્રેણી (૪) અપૂર્વ સ્થિતિબંધ હવે આપણે એ જોઈએ કે અહીંથી જીવ કેવી રીતે આગળ વધીને ત્રીજા કરણ “અનિવૃત્તિકરણ”માં પ્રવેશ કરે છે.
(૧) અપૂર્વ સ્થિતિઘાત - અપર્વતનાકરણ (જે વીર્યવિશેષ દ્વારા કર્મની સ્થિતિ અને રસમાં ઘટાડો થાય, તે અપર્વતનાકરણ કહેવાય છે.) દ્વારા આયુષ્ય સિવાયની જ્ઞાનાવરણીયાદિ-૭ કર્મની નિષેક રચનાના ઉપરના અગ્રભાગમાંથી જઘન્યથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી સેંકડો સાગરોપમ પ્રમાણ સ્થિતિખંડનો (સ્થિતિના એક ટુકડાનો) નાશ કરવો તેને “સ્થિતિઘાત” કહેવાય.
અસકલ્પનાથી (દાખલા તરીકે). અપૂર્વકરણનું અંતર્મુહૂર્ત= ૧૦ સમય સમજીએ સ્થિતિઘાતનું અંતર્મુહૂર્ત = ૫ સમય સમજીએ.
અપૂર્વકરણવર્તી જીવ નિષેકના ઉપરના અગ્રભાગમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ = ૯૮થી ૮૭ સુધીના કુલ ૧૨ નિષેકમાંથી પ્રથમ સમયે થોડા (અસંખ્યાતા), તેનાથી અસંખ્યાતગુણા ૧૧૮
સમકિત