________________
સમકિત કહેવાય છે. તે એક વાર પ્રાપ્ત થયા પછી નાશ પામતું નથી. કાયમ સ્થાયી રહે છે. અન્ય સમ્યગ્દર્શન તો એક વાર છૂટી પણ જાય છે પણ ક્ષાયિક સમ્યગ્દર્શન એકવાર પ્રાપ્ત થયા પછી છૂટતું નથી.
ક્ષાયિક સમતિની સ્થિતિ સાદિ અનંત હોય છે. આ સંપૂર્ણ ભવરાશિમાં એક જ વાર આવે છે. આ સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી જીવ જઘન્ય તે જ ભવ અથવા ઉત્કૃષ્ટ ચાર કે પાંચ ભવમાં જ મોક્ષ પામે છે. આ સમ્યગ્દર્શન સર્વશ્રેષ્ઠ છે. પણ તેની પ્રાપ્તિ પણ કઠિન છે. ક્ષાયિક સમકિતના ૩, ૪ કે મતાંતરે પાંચ ભવ નીચે પ્રમાણે જાણવા.
ત્રણ ભવ
૧) ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ કરે તે
૨) દેવ અથવા નરકગતિમાં જાય તે (બીજા ભવનો આયુષ્યનો બંધ આ ભવમાં ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ પહેલાં જો પડી ગયો હોય તો તેના માટે નરક ગતિ પણ ખૂલી હોય છે.)
૩) ત્યાંથી મનુષ્યપણામાં આવીને અવશ્ય મોક્ષે જ જાય તે ત્રીજો ભવ
ચાર ભવ
૧) જે ભવમાં ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ કરે તે
૨) અસંખ્યાત વર્ષોના આયુષ્યવાળા મનુષ્ય કે તિર્યંચ થાય તે બીજો ભવ (આયુષ્યનો બંધ પહેલા પડી ગયો હોય)
૩) ત્યાથી મરીને નિયમા દેવ થાય તે ત્રીજો ભવ
૪) ત્યાંથી મનુષ્યમાં આવીને મોક્ષે જાય તે ૪થો ભવ
મતાંતરે ૫ ભવ
૧) જે ભવમાં ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ થાય તે પહેલો ભવ
૨) ત્યાંથી દેવ કે નરકગતિમાં જાય તે બીજો ભવ (બીજા ભવનો આયુષ્યનો બંધ આ ભવમાં ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ પહેલાં જો પડી ગયો હોય તો તેના માટે નરકગતિની ગતિ પણ ખૂલી હોય છે.)
૩) ત્યાંથી મરીને પાંચમા આરાના છેડે અર્થાત મોક્ષે ન જવાય એવા કાળમાં ઉત્પન્ન થાય તે ત્રીજો ભવ
૪) ત્યાંથી દેવ ગતિમાં જાય તે ચોથો ભવ
૫) ત્યાંથી મનુષ્યમાં આવીને મોક્ષે જાય તે પાંચમો ભવ ગણાય.
૧૬૦
સમકિત