________________
૨.૭ સમ્યગ્રદર્શનનાં અંગ
સમ્યગદર્શનના વિવિધ રૂપોને જોયા, હવે આપણે સમ્યગ્દર્શનના અંગને જોઈએ. અંગનો અર્થ આમ તો શરીર થાય. આપણે આપણા આત્માને મોક્ષ તરફ લઈ જવા માટે શરીરની જરૂરિયાત હોય છે. જો શરીર સાથ ન આપે તો ચારિત્ર પાળવામાં તકલીફ પડે. એટલે આત્માની સાથે શરીરનું ધ્યાન રાખવું જરૂરી છે.
આજ રીતે “સમ્યગદર્શન"ના અંગનું જ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે. કારણ કે જો અંગ સુરક્ષિત ન હોય તો સમ્યગદર્શન પણ સુરક્ષિત રહે નહી.
સમ્યગદર્શન ભલે ખૂબ પ્રભાવશાળી રૂપે કોઈ વ્યક્તિના જીવનમાં પ્રગટ હોય, પરંતુ નિઃશંકતા આદિ આઠ અંગોમાંથી કોઈપણ અંગ જો સુરક્ષિત ન રહે તો સમ્યગ્રદર્શનમાં ચલ, મલ અને અગાઢ આદિ ભયંકર દોષ આવી શકે છે.
ઉત્તરાધ્યયન સૂત્ર આદિમાં સમ્યગદર્શનનાં આઠ અંગ આ પ્રકારે બતાવ્યા છે.
"निस्संकियं-निक्कंखिय-निव्वितिगिच्छा अमूढदिट्ठीय । ૩વવૂિદ-fથરીર વછાક-માવાને ગટ્ટ ' - આચારાંગ સૂત્ર; ગાથા ૧.૩.૩ (પાનું ૧૨૮, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ (ગુજરાત) વર્ષ ૧૯૯૯).
(૧) નિઃશંકતા (૨) નિષ્કાંક્ષતા (૩) નિર્વિચિકિત્સા (૪) અમૂઢ-દૃષ્ટિ(૫) ઉપબૃહણ (૬) સ્થિરીકરણ (૭) વાત્સલ્ય (૮) પ્રભાવના
- સ્થાનાંગસૂત્ર-સ્થાન-૭ આ આઠ સભ્યત્વના અંગો છે.
આ આઠ અંગોથી સમ્યગૃષ્ટિના જીવન-વ્યવહારમાં વિશેષ ચમક આવી જાય છે. આ અંગોથી જીવનમાં શ્વાસોચ્છવાસની જેમ સમ્યગ્ગદર્શન પણ સહજ-સ્વાભાવિક રૂપથી વ્યાપ્ત થઈ જાય છે.
આઠ અંગોનું સ્વરૂપ અને તેનો પ્રભાવ
(૧) નિઃશંકિતઃ (પ્રથમ અંગ)
૧૬૮
સમકિત