________________
"त्रिगुप्तावस्था लक्षण वीतरागसम्यकत्व प्रस्तावे"
ત્રિગુપ્તરૂપ અવસ્થા એ વિતરાગ સમ્યક્ત્વનું લક્ષણ છે. એનો અર્થ એ છે કે, “મન, વચન અને કાયા”
આ ત્રણ ગુપ્તિઓથી યુક્ત વીતરાગ સમ્યકત્વ હોય છે. આના કારણે પ્રશમાદિ તેઓમાં હાજર હોતાં નથી.
આ ઉપરાંત સરાગ અને વીતરાગ સમ્યગદર્શનનો ફરક બતાવતા સમયસાર તાત્પર્યવૃત્તિમાં કહ્યું
"सरागसम्यग्दृष्टिः सन्न: शुभकर्म कतृत्वं मुंचति निश्चयचारित्राविनाभावि वीतरागसम्यग्दृष्टिभूत्वा शुभाशुभसर्वकर्मकतृत्वं च मुंचति" સમયસાર તાત્પર્યવૃત્તિ ૯૭/૧૨૫/૧૩
અર્થા-સરાગ સમ્યગ્રષ્ટિ હોય ત્યારે ખાલી અશુભ કર્મબંધના કારણોનો ત્યાગ કરે છે. જ્યારે વીતરાગ સમ્યગ્દષ્ટિ હોય તે શુભ અને અશુભ દરેક પ્રકારના કર્મબંધના કારણોને છોડે છે.
અહીં સમજવાનું એ કે આત્મસ્વરૂપ શ્રદ્ધાન જે વીતરાગી જીવોમાં હોય છે. તેવું જ સરાગીમાં પણ હોય છે. બન્નેની શ્રદ્ધામાં કોઈ ફરક હોતો નથી. ફરક માત્ર રજૂઆતમાં છે. સરાગી જીવોમાં સમ્યગ્રદર્શનની રજૂઆત પ્રશમ, સંવેગ, અનુકંપા અને આસ્થા ભાવથી થાય છે. જ્યારે વીતરાગી જીવોમાં માત્ર આત્મવિશુદ્ધિથી. બંને સમ્યગ્રદર્શનમાં ઘણીખરી સમાનતા પણ હોય છે. સરાગ અને વીતરાગ બંને સમ્યગદર્શનવાળા જીવોમાં દર્શનમોહનીય કર્મનો ઉદય હોતો નથી. એટલે દર્શનમોહનીય રહિત આત્મા દ્વારા જે તત્ત્વો ઉપર શ્રદ્ધા થાય છે તે સરખી જ હોય છે. “તત્ત્વાર્થ શ્રદ્ધાન સમ્યગદર્શન” આ લક્ષણ સરાગ અને વીતરાગ બંને સભ્યદૃષ્ટિઓમાં સરખી હોય છે. બંનેમાં ચારિત્ર પર્યાયો વધઘટ હોઈ શકે પણ દૃષ્ટિમાં ફરક ન હોય. આ કારણોથી બંને સમ્યગદર્શનમાં સરખાપણું રહેલું છે.
અહીં એક અગત્યની વાત છે કે આચાર્ય પૂજ્યપાદે વીતરાગ સમ્યગદર્શનના લક્ષણ તરીકે કહ્યું છે કે,
“વીતરાગ સમ્યગદર્શનનું લક્ષણ છે ફક્ત આત્મવિશુદ્ધિ માત્ર.” સમકિત
૧ ૫૧