________________
સમ્યગદર્શનના બે ભેદ-ચરાગ અને વીતરાગ સમ્યગ્રદર્શનના જુદા જુદા ભેદોમાંથી ગ્રંથકારોએ પાત્રોની અપેક્ષાથી પણ બે ભેદ કર્યા છે. ૧) સરાગ સમ્યગદર્શન ૨) વીતરાગ સમ્યગદર્શન
એ વાત તો સ્વાભાવિક છે કે સમ્યગદર્શન પોતાથી તો ન સરાગી હોય અને ન વીતરાગી તો આ બે ભેદ કયા કારણથી કર્યા છે?
તેનો જવાબ એ છે કે જે જીવ સરાગી હોય તેનું સમ્યગદર્શન સરાગ સમ્યગ્રદર્શન કહેવાય અને જે જીવ વીતરાગી હોય તેનું સમ્યગદર્શન વીતરાગ સમ્યગદર્શન કહેવાય છે.
આનો અર્થ એ થાય છે કે સરાગતા અને વીતરાગતાનો સંબંધ તો કષાયોની હાજરી કે ગેરહાજરી ઉપર છે અને કષાયોના સદ્ભાવ અને અસદ્ભાવ જોડે જોડાયેલી છે.
આમ તો દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિઓ તથા અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ ના ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમના કારણે સમ્યગદર્શનની આત્મવિશુદ્ધિ પ્રગટ તો થઈ જાય છે. પણ તે જીવ તેનાથી કષાયરહિત થતો નથી. રાગ અને કષાયોની પ્રવૃત્તિ તો ચારિત્રમોહનીય કર્મના કારણે હોય છે.
આથી સરાગી સમ્યગ્દષ્ટિની બાહ્ય પ્રવૃત્તિઓમાં રાગ કે દ્વેષની પ્રધાનતા હોય છે. પણ ફરક એ છે કે અશુભ રાગની પ્રવૃત્તિ તો ઓછી થઈ જાય છે. અને શુભ અને પ્રશસ્તરાગની પ્રવૃત્તિ તો ચાલુ રહે છે.
રાગ તે દશમા ગુણસ્થાનક સુધી હોય છે. એટલે દશમા ગુણસ્થાનક સુધીના જીવોના સમ્યકત્વને સરાગ સમ્યકત્વ કહેવાય છે. અને તેના ઉપરના જીવોના સમ્યકત્વને વીતરાગ સમ્યકત્વ કહેવાય છે.
આ ઉપરના કારણના હિસાબે તત્ત્વાર્થસૂત્રની સર્વાથસિદ્ધિ ટીકામાં કહ્યું છે કે
"तद् द्विविधं सराग-वीतरागविषयभेदात" - સર્વાર્થસિદ્ધિ; ગાથા ૧.૨.૧૨ (ફકરો) (પાનું ૭, લેખકઃ આચાર્ય પૂજ્યપાદ, પ્રકાશકઃ ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, દિલ્હી, વર્ષ ૧૯૮૯, ૪થું સંસ્કરણ) ૧૪૮
સમકિત