________________
અંતરકરણ આંતરૂ પાડવાની ક્રિયા પૂર્ણ થયા પછી જીવ મિથ્યાત્વની પ્રથમ સ્થિતિમાંથી એકેક સમયે ક્રમશઃ એકેક નિષેકમાં રહેલું કર્મ દલિક વિપાકોદયથી ભોગવીને નાશ કરી રહ્યો છે. અને દ્વિતીય સ્થિતિમાં રહેલા કર્મદલિકોને પ્રતિ સમયે અસંખ્યાતગુણાકારે ઉપશમાવી રહ્યો છે. એટલે કે બીજી સ્થિતિમાં રહેલા કર્મદલિકોને એવી સ્થિતિમાં મૂકી રહ્યો છે કે તે દલિકો અંતર્મુહૂર્ત સુધી પાણી છાંટીને રોલર ફેરવવાથી દબાઈ ગયેલી ધૂળની જેમ શાંત પડ્યા રહે. (એટલે કે તે કર્મ, પ્રદેશ કે વિપાકથી ફળનો અનુભવ કરાવી શકતા નથી).
=
જ્યારે પ્રથમ સ્થિતિ ઉદય-ઉદીરણાથી ભોગવાઈને નાશ પામી જાય છે ત્યારે મિથ્યાત્વ મોહનીયકર્મનો બંધ અને ઉદય અટકી જાય છે. તેમજ બીજી સ્થિતિમાં રહેલા બધા જ કર્મદલિકો ઉપશાંત (દબાયેલા) થઈ જાય છે.
અનિવૃત્તિકરણ પૂર્ણ થયા બાદ જેમ સળગતો દાવાનળ ઘાસ વિનાની ઉજ્જડ ભૂમિમાં પ્રવેશતાની સાથે જ ઓલવાઈ જાય છે, તેમ જીવ મિથ્યાત્વના દલિક વિનાની શુદ્ધ ભૂમિરૂપ ઉપશમાદ્ધામાં પ્રવેશતાની સાથે જ મિથ્યાત્વનો ઉદયરૂપ દાવાનળ ઓલવાઈ જવાથી “ઉપશમસમ્યક્ત્વને’’ પ્રાપ્ત કરે છે.
(ચિત્ર ૧૨)
સમકિત
૧૩૭