________________
(૧) જે સ્ત્રીમાં ગર્ભાધાન કરવાની યોગ્યતા છે અને તે સ્ત્રી પતિ સાથે રતિ-સુખ મેળવીને સંતાન પ્રાપ્ત કરે છે. આ સ્ત્રી જેવા મુક્તિપદને અવશ્ય પામનાર ભવ્ય જીવો છે.
(૨) જે સ્ત્રીમાં ગર્ભાધાન કરવાની યોગ્યતા નથી તેને પતિ-સંબંધની સામગ્રી મળે તો ય ગર્ભાધાનની યોગ્યતા જ ન હોવાથી સંતાન પ્રાપ્તિ કરી શકતી નથી. આ સ્ત્રી જેવા અભવ્ય જીવો છે.
હવે આપણે ભવ્ય જીવ કેવી રીતે સમ્યગ્દર્શનની નજીક પહોંચે છે તે સમજીએ, પણ તેના પહેલા આપણે “કાળ” અને “સમય”ને સમજીએ.
કાળ” અને “સમયને સમજવાથી આપણને ખબર પડશે કે જીવ માટે સમ્યગદર્શનની નજીક પહોંચવું તે કેટલી મોટી વાત છે.
પુલ પરાવર્તનઃ ખૂબ જ ટૂંકમાં સમજીએ તો ૧૪ રાજલોકમાં જેટલા પુદગલો છે તે સર્વેને જીવ સ્પર્શે અને પછી તેને છોડે. એમ કરતા કરતા બધા જ પુદ્ગલ જોડેનો સંબંધ બાંધીને છોડે ત્યારે “એક પુદ્ગલ પરાવર્તન કાળ કહેવાય છે. આ એક પુદ્ગલ પરાવર્તન કાળમાં અનંતા કાળચક્ર આવી જાય છે, જેમાં અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી આવી જાય છે અને જેમાં અનંતી ચોવીસી આવી જાય છે.
જીવની યાત્રા અનાદિકાળથી નિગોદમાં (અવ્યવહાર રાશિમાં) રહેલો જીવ અકામનિર્જરાના યોગે નિગોદમાંથી નીકળી સંસારચક્રની વ્યવહાર રાશિમાં આવે છે. તેમાં અકેન્દ્રિયના ભાવો કરી આગળ વધતા વિકલેન્દ્રિયોના ભવો કરે છે. ત્યાંથી પણ આગળ વધતા વધતા પંચેન્દ્રિય સુધી પહોંચે છે. આમ અનંતો કાળ આ ભવોમાં કાઢી નાખે છે.
અકામનિર્જરાને કરતા કરતા ગાઢ કર્મોને ઢીલા કરતા કરતા જ્યારે વિવેકસહિત સ્વભાવે (સ્વેચ્છાથી) ધર્મ સાંભળવાની જે કાળે ઈચ્છા થાય છે તે કાળને “શ્રવણ સન્મુખી કાળ” કહેવાય છે. તેનું માપ “બે પુદ્ગલ પરાવર્તન કાળ છે.” (એટલે કે અનંતા અનંતા કાળચક્રો).
આ કાળથી ઘટતા ઘટતા જીવની પરિણામ ધારા નિર્મળ થતા થતા જીવ “દોઢ પુલ પરાવર્તન કાળ” પર આવે છે. (એનો અર્થ કે મોક્ષ જવા માટે દોઢ પુલ પરાવર્તન કાળ બાકી છે.) આ સમયે ધર્મના રસ્તે ચાલવા અને માર્ગાનુસારી ગુણો પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે તેને “માર્ગ સન્મુખી કાળમાં” પ્રવેશ્યો કહેવાય. સમકિત
૧૦૩