________________
અપુનબંધક અવસ્થા આવ્યા પછી આત્મા જ્યારે ગ્રંથિભેદ કરવા આગળ જાય છે, ત્યારે તે ત્રણ વિશિષ્ટ અવસ્થાને પ્રાપ્ત કરે છે. (૧) માર્માભિમુખ (૨) માર્ગપતિત (૩) માર્થાનુસારી
“માર્ગ” એટલે ચિત્તનું અવક્રગમન-સરળતા
જેમ સાપની ચાલ સામાન્યતઃ વાંકીચૂંકી હોવા છતાં પણ દરમાં પેસતી વખતે સીધો જ પેસે છે. કેમ કે દર સીધું જ હોય છે. તેમ મનના ચંચળ વિચારોના લીધે જીવમાં જે વક્રતા હોય છે તે જ્યારે ટળી જાય છે, જીવ જ્યારે માયાથી મુક્ત બનીને સરળ બને છે, ત્યારે તેનામાં ઉત્તરોત્તર અનેક ગુણોનું આધાન થતું જાય છે. આ સરળતામાં કારણભૂત જે કર્મનો ક્ષયોપશમ છે તેને “માર્ગ” કહેવાય છે.
આવા ક્ષયોપશમરૂપ માર્ગમાં પ્રવેશ કરવાની યોગ્યતાવાળો જીવ “માર્ગાભિમુખ” કહેવાય છે.
આવા ક્ષયોપશમની જેને શરૂઆત થઈ ગઈ છે એવા ઉત્તરોત્તર ગુણવૃદ્ધિવાળો જીવ “માર્ગપતિત” કહેવાય છે. અને એ રીતે વધતાં વધતાં જે જીવને ચરમ યથાપ્રવૃત્તિકરણ પૂર્ણ થવાની તૈયારી હોય છે એને “માર્ગાનુસારી” કહેવાય છે.
આમ શ્રી ધર્મસંગ્રહ ગ્રંથના આધારે ચરમાવર્ત કાળવર્તી જીવના પ્રથમ ગુણસ્થાનકની વિકાસયાત્રાને નીચે પ્રમાણે નામ આપી શકાય. (૧) અપુનબંધકા- ફરી ૭૦ ક્રોડાકોડી સાગરોપમની મિથ્યાત્વની સ્થિતિ નહીં બાંધનારો જીવ (૨) માર્નાભિમુખ - પૂર્વોક્ત ક્ષયોપશમરૂપ માર્ગની સન્મુખ જીવ (૩) માર્ગપતિતઃ- પૂર્વોક્ત ક્ષયોપશમરૂપ વાળો-ગુણ બુધ્ધિવાળો જીવ. (૪) માર્થાનુસારીઃ- ચરમયથાપ્રવૃત્તિકરણના અંતે વર્તતો જીવ. આ થઈ હજુ પહેલા ગુણસ્થાનની ચાર અવસ્થાઓ.
મતાંતર - માર્માભિમુખ અને માર્ગપતિત એ બેય વિશિષ્ટ અવસ્થાઓ અપુનબંધક અવસ્થા આવ્યા પછી જ આવે છે એવો એક મત છે. જે આચાર્ય હરિભદ્રસૂરિનાં “પંચસૂત્ર' ગ્રંથના પાંચમા સૂત્રની વ્યાખ્યાના પ્રાન્ત ભાગમાં સ્પષ્ટ કર્યો છે. ઉપદેશપદના ૨૫૩ના શ્લોકની ટીકામાં શ્રી મુનિચન્દ્રસૂરિએ આજ મતનો નિર્દેશ કર્યો છે.
માર્માભિમુખ અને માર્ગપતિત એ બે ય અવસ્થાઓ અપુનબંધક અવસ્થા પ્રાપ્ત થયા પહેલાં પ્રાપ્ત થાય છે એવો બીજો મત છે. જે “યોગબિંદુ' ગ્રંથના ૧૭૯મા શ્લોકની અજ્ઞાતક્નક સમકિત
૧૦૯