________________
આમ, છેલ્લા પુદ્ગલ પરાવર્તનમાં ભાવ-મલ ક્ષણ થાય છે. પણ ચરમાવર્તમાં આવ્યો એટલે ભાવ-મલ નીકળી જાય છે, એવું નથી. પણ ભાવ-મલનો ક્ષય તો આ જ કાળમાં થવાનો છે. આનું કારણ અચરમાવર્તમાં જીવનું ચૈતન્યપણું અવિકસિત-અવ્યક્ત હોય છે. અને આવા અવ્યક્ત ચેતનવાળો જીવ કોઈપણ મોટું કાર્ય કરી શકે નહી. દા.ત. જન્મેલું બાળકનું ચૈતન્ય અવિકસિત હોવાના કારણે કોઈ વિશિષ્ટ કામ કરી શકતું નથી.
અચરમાવર્તમાં ધર્મ પુરુષાર્થ નથી કારણ કે ત્યાં કાળ પ્રતિબંધક છે. (કાળના હિસાબે કરી શકાતું નથી). ચરમાવર્તમાં જેમ જેમ પુરુષાર્થ કરે તેમ ઘર્મ યૌવન વિકસિત બને છે. કારણ કે અહીંયા કાળની પ્રતિબંધકતા નીકળી ગઈ હોય છે. (કાળ હવે નડતો નથી).
અહીં એક અગત્યની વાત સમજવી જરૂરી છે કે અનંતાનંત પુદ્ગલ પરાવર્તન કાળ આ સંસારમાં અવ્યવહાર રાશિમાં પસાર કરી જીવ વ્યવહાર રાશિમાં ત્યારે જ આવે છે જ્યારે એક જીવ મોક્ષમાં જાય છે. અને જીવના ભવિતવ્યતાની મુખ્યતાએ આવે છે. આમ વ્યવહાર રાશિના જીવો ઉપર સિદ્ધના જીવોનો ખૂબ જ ઉપકાર છે.
આ વાત તો નિશ્ચિત છે કે મોક્ષનો અભિલાષ માત્ર ભવ્ય જીવોમાં જ પ્રગટી શકે છે અને તે પણ એવા જ ભવ્ય જીવો કે જેનો સંસારકાળ એક પુદ્ગલ પરાવર્તન કાળ જેટલો જ બાકી હોય. જે ભવ્ય જીવોનો સંસારકાળ હજી એક પુગલ પરાવર્તન કાળથી અધિક બાકી હોય છે તેઓને એવી વિચારશક્તિ ઉદભવી શકતી નથી કે “મોક્ષ” એ ઉત્તમમાં ઉત્તમ કોટિનું સાધ્ય છે, ધર્મ તે એનું સાધન છે, અને મારે આ ધર્મસાધન દ્વારા મોક્ષરૂપ સાધ્યને સિદ્ધ કરવું છે.
ચરમાવર્તિમાં પણ અનંતા કાળચક્રો જીવને હોય છે. પણ તેમાં આવ્યા પછી જીવને ધર્મની સામગ્રી મળે છે અને હળુકર્મી બને છે. કોઈ નિમિત્તોના કારણે જીવ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે પણ ખરા અને પાછી ખપાવે, વળી પાછા બાંધે ને વળી ખપાવે. આવું ઘણીવાર કરે છે.
કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ તે અહીં ઘણીવાર બાંધવાનું શક્ય હોય છે.
મોહ વિજયઃ
સમ્યગ્રદર્શનનો સંબંધ મોહનીયકર્મની પરંપરા ઘટવા સાથે છે. આત્માની સૌથી અવિકસિત અવસ્થા તે પહેલું ગુણસ્થાનક છે. આ ભૂમિકાને જૈનશાસ્ત્રોમાં બહિરાત્મભાવ (આત્માના ખુદના ભાવથી અલગ) અથવા મિથ્યાદર્શન કહેવાય છે. ૧૦૬
સમકિત