________________
માનનારા મિથ્યાદષ્ટિ આત્માઓ સુદેવ સુગુરુ અને સુધર્મને દેવ ગુરુ અને ધર્મ તરીકે માનનારા ન હોય એમ કહી શકાય નહીં. તેઓ સુદેવ, સુગુરુ અને સુધર્મને માનનારા હોવા છતાં પણ સુદઢપણે માનનારા હોતા નથી કે સુદેવ એ જ વાસ્તવિક રીતે દેવ છે અને બીજા બધા દેવો એ કુદેવો છે, સુગુરુ એ જ વાસ્તવિક રીતે ગુરુ છે અને બીજા બધા ગુરુઓ કુગુરુઓ છે, તેમજ સુધર્મ એ જ વાસ્તવિક રીતે ધર્મ છે અને બીજા બધા ધર્મો એ કુધર્મો છે. એ આત્માઓ તો સુદેવની જેમ કુદેવને પણ, સુગુરુની જેમ કુગુરુને પણ અને સુધર્મની જેમ કુધર્મને પણ દેવ, ગુરુ અને ધર્મ તરીકે માનનારા હોઈ શકે. તેવા જીવોની અપેક્ષાએ મિથ્યાત્વદશાને ગુણસ્થાનક કહેવામાં આવે છે.
(૫) અપુનબંધક (હવે ક્યારે પણ મોહનીય કર્મનો અંત ક્રોડાકોડી સાગરોપમથી વધારે સ્થિતિબંધ કરવાનો નથી તે) વગેરે જીવોને આની અપેક્ષાએ પ્રથમ ગુણસ્થાનક હોય છે.
(૬) જીવનો વિકાસ જ્યાંથી શરૂ થાય છે તે શરૂઆત દર્શાવવા મિથ્યાત્વની ભૂમિકાને ગુણસ્થાનક કહાં છે ગુણ બે પ્રકારના છે. ૧) અતિરૂપે ૨) નાસ્તિરૂપે. મિથ્યાત્વ એ નાસિરૂપ ગુણ છે. જીવ અનાદિકાળથી પરિભ્રમણ કરે છે ત્યારે મિથ્યાત્વ નામના વિભાવરૂપ ગુણોમાં જ પરિણમે છે. જીવમાં જીવપણું તેનામાં ગુણ હોવાથી જ ટકે છે, કારણ કે દ્રવ્યને આશ્રયે ગુણ હોય જ છે. માટે મિથ્યાત્વ ગુણસ્થાનકને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે.
(૭) ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમ સુધીના કર્મ બાંધનાર જીવ અંતો ક્રોડાકોડી સાગરોપમ કર્મબંધ સુધી આવે પછી જ સમકિત પામી શકે છે. જીવનો આ વિકાસ મિથ્યાત્વ અવસ્થામાં જ થાય છે તેથી મિથ્યાત્વને ગુણસ્થાનક કહ્યાં છે.
મિથ્યાત્વ ગુણસ્થાનકઃ
લક્ષણઃ મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી કુદેવમાં દેવ, કુગુરુમાં ગુરુ, કુધર્મમાં ધર્મ, શ્રદ્ધારૂપ જીવનાં પરિણામને મિથ્યાત્વ ગુણસ્થાનક કહે છે. (ગુણસ્થાનક વિવરણ ચોપાઈ-ગાથા-૬)
દેવ, ગુરુ અને ધર્મના સત્ય સ્વરૂપથી અજાણ એવા જીવની અહીં પ્રારંભિક અજ્ઞાન અવસ્થા હોય છે.
વીતરાગ-સર્વજ્ઞપ્રણીત વાણીથી ઓછી, અધિક કે વિપરીત શ્રદ્ધા, પ્રરૂપણા કે સ્પર્શના કરે તેને મિથ્યાત્વ ગુણસ્થાનક કહેવાય છે. સમકિત
9