________________
મિથ્યાત્વને ગુણસ્થાનક શા માટે કહેવાય છે? (૧) મિથ્યાત્વ ગુણસ્થાનકે રહેલા જીવમાં સભ્ય જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ ગુણ તો છે જ નહીં, તેના પ્રત્યે વિપરીત શ્રદ્ધા છે. મિથ્યાત્વ મોહનીયનો ઉદય હોવાથી જિનપ્રણીત તત્ત્વને વિશે વિપરીત દષ્ટિ હોય છે. પરંતુ “આ પશુ છે,” “આ મનુષ્ય છે.” ઈત્યાદિ જ્ઞાન કે નિગોદના જીવને પણ ઠંડી-ગરમીનું સ્પર્શેન્દ્રિય જ્ઞાન થવાનું શક્ય છે, ક્ષયોપશમભાવરૂપ જીવનો અલ્પ જ્ઞાન ગુણ વિદ્યમાન હોય છે. સર્વ જીવને સર્વ પ્રદેશ અક્ષરના અનંતમા ભાગે જાણપણું સદાકાળ ઉઘાડું રહે છે. તેનો મૂળપાઠ આ છે.
"सव्वजीवाणंपि य णं अक्खरस्स (पज्जवक्खरस्स) अणंतभागो णिच्चुग्घाडिओ, जइ पुण सोडवि आवरिज्जा, तेणं जीवो अजीवत्तं पाविज्जा ॥" - નંદી સૂત્ર; ગાથા ૪૨ (પાનું ૪૮૮, લેખકઃ પૂ. ઘાસીલાલજી મહારાજસાહેબ, શાસ્ત્રોદ્ધારક સમિતિ રાજકોટ, (ગુજરાત), વર્ષ ૧૯૫૮)
અર્થ: દરેક જીવોને અક્ષરનો, જ્ઞાનના પર્યાયનો અનંતમો ભાગ સદા ઉદ્ઘાટિત (ઉઘાડો) રહે છે. જો તે પણ આવરણને પ્રાપ્ત થઈ જાય તો તેનાથી જીવો અજીવભાવને પ્રાપ્ત થઈ જાય. તે અલ્પ જ્ઞાનગુણના આધારે મિથ્યાત્વને ગુણસ્થાનકમાં સ્થાન આપ્યું છે.
(૨) મિથ્યાત્વદશામાં એક પણ વાસ્તવિક ગુણ પ્રગટેલો ન હોવા છતાં જીવની અશુદ્ધ માન્યતાવાળી સૌથી નીચલી કક્ષા બતાવવાની અપેક્ષાથી પહેલું ગુણસ્થાનક બતાવ્યું છે. એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને ભવાભિનંદી (સંસારમાં રાચનારા) સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને આ અપેક્ષાએ પહેલું ગુણસ્થાનક હોય છે.
(૩) જેનામાં સંસારથી છૂટવાની ને મોક્ષને પામવાની અભિલાષા જ ન હોય તેનામાં તો સમ્યકત્વ હોઈ શકે જ નહિ. પરંતુ જેનામાં સંસારથી છૂટવાની અને મોક્ષને પામવાની અભિલાષા પ્રગટી છે એવા જીવોમાંય સમ્યકત્વ ન હોય તો એ શક્ય છે. મોક્ષની રુચિવાળા જીવો સમ્યત્વને પામવાના જ એ નિશ્ચિત છે. પણ સમ્યકત્વ એ મોક્ષની રુચિ માત્રથી પેદા થનારી વસ્તુ નથી. મિથ્યાત્વની હાજરીમાં પણ મોક્ષની રુચિ પ્રગટી શકે છે. માટે આને ગુણસ્થાનક કીધું છે. (૪) જે જીવોમાં માન્યતાની અશુદ્ધિ (મિથ્યાત્વ) અતિ અલ્પ હોવાથી દયા, દાન, પરોપકાર, ભવોગ, મોક્ષાભિલાષ આદિ પ્રાથમિક કક્ષાના ગુણો રહેલા છે, ચરમાવર્તને પામેલા અને મિથ્યાત્વની મંદતાના યોગે મોક્ષની અભિલાષાવાળા બનેલા તથા મોક્ષનું સાધન ધર્મ છે, તેવું
સમકિત
૮૬