________________
માણસને મીઠો રસ સારો નથી લાગતો તેવી રીતે મિથ્યાત્વનું વેદન કરતા જીવને ધર્મ રુચિકર (સારો) લાગતો નથી. આનું કારણ મિથ્યાત્વ છે.
સૂત્રકૃતાંગ સૂત્રમાં બતાવ્યું કે જે “લોક-અલોક, પુણ્ય-પાપ, જીવ-અજીવ, ધર્મ-અધર્મ, બંધમોક્ષ, આદિ તત્ત્વોના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. તે સમ્યક્દષ્ટિ છે અને જે તેનો સ્વીકાર કરતો નથી તે જીવ મિથ્યાદષ્ટિ છે.''
મિથ્યાત્વને સૌથી મોટું પાપ માનવાનું કારણ આ છે કે તેના પ્રભાવથી જીવ નિગોદમાં જાય છે. ક્ષુલ્લક અથવા ક્ષુદ્ર ભવ કરે છે. ક્ષુલ્લકભવનો સમય તો અતિ અલ્પ છે. એક શ્વાસોચ્છ્વાસમાં ૧૭ ૧/૨ જન્મ-મરણ કરે છે. ત્યાં લાંબા સમય સુધી રહે છે. જન્મમરણ કરતો જ રહે છે. ક્યારેક અકામ નિર્જરાથી તે ત્યાંથી નીકળે તો પણ ત્યાંથી નીકળવું એવી રીતે છે કે જેમ કોઈ પથ્થર નદીના જળના પ્રવાહથી દૂર ધકેલાઈ જાય તો તેને પછી નદીમાં રહેવું પડતું નથી. એટલે પોતાના મનથી નીકળતો નથી.
મિથ્યાત્વીનો વ્યવહારઃ
મિથ્યાત્વીજીવ ખોટા દેવ, ખોટા ગુરુ અને ખોટા ધર્મને સાચા દેવ, સાચા ગુરુ અને સાચા ધર્મને માને છે.
-
। । ।
-
૭૬
મિથ્યાત્વીજીવ ૧૮ પ્રકારના પાપ કરવા જેવા માને છે.
મિથ્યાત્વીજીવ કર્મ, ધર્મ, પુણ્ય, પાપમાં કે અલોક, પરલોકમાં માનતો નથી.
મિથ્યાત્વીજીવને નવતત્ત્વમાં શ્રદ્ધા હોતી નથી
મિથ્યાત્વીજીવને સંસારનો રસ વધુ હોય છે. મિથ્યાત્વીજીવને પાપનો કે પરલોકનો ભય હોતો નથી.
મિથ્યાત્વીજીવને પ્રવચન સાંભળવું, તેના પર શ્રદ્ધા કરવી, તેને અમલમાં મૂકવું વગેરે કરવું ગમતું નથી.
જેવી રીતે તરસ્યું હરણ મૃગમરીચિકાને પાણી સમજીને તેની પાછળ ભ્રાંતિવશ દોડે છે તેવી જ રીતે મિથ્યાત્વ મોહિત વ્યક્તિ ભ્રાંતિવશ તત્ત્વને અતત્ત્વ અને અતત્ત્વને તત્ત્વ સમજીને સંસારની મોહમાયામાં ભટકતો રહે છે.
તેને અનંતાનુબંધિનો કષાય હોય છે.
તે પરમાં સુખ બુદ્ધિ માને છે. દા.ત. પૈસામાં સુખ છે. પરિવારમાં સુખ છે. પણ આત્મામાં
સમકિત