________________
(૭)
પિતાને પુત્ર અકાળે કાળવશ થએલે હેવાથી તેઓએ પોતાના દૌહિત્રને પુત્રવત સાચવ્યા, અને તેમના દ્વારા શુદ્ધ દેશી કાપડને પવિત્ર વ્યવસાય કરાવીને તેમને સારી સ્થિતિ ઉપર લાવી મુક્યા છે.
તેમની છેલ્લામાં છેલ્લી ખાસ નોંધવા જેવી પ્રવૃત્તિ દાંડી જવાની હતી. ઉમ્મરે વૃદ્ધ અને શરીરે અશક્ત હોવા છતાં તેમણે દાંડીકૂચમાં જવાની ઇચ્છા મહાત્માજીને દર્શાવેલી, પણ મહાત્માજીએ જ તેમને આશ્રમમાં રહેવાને આગ્રહ કરેલે, છતાં તેઓ મહાત્માજી દાંડી પહે
વ્યા પછી એકવાર દાંડી જઈ આવેલા અને દેશના ગરીબ પ્રત્યેની પિતાની દાજ બતાવીને જ સંતોષ પામેલા.
મહાત્માજીને તેમના ઉપર એટલો બધો પ્રેમ હતો કે તેઓ તેમને ચિરંજીવી” શબ્દથી સંબોધતા. શ્રીમદુરાયચંદ્રભાઈએ તેમના ઉપર, કેટલાક કાગળો લખેલા તે ઉપરથી તેમના ભક્ત હૃદયની પ્રતીતિ થઈ શકે એમ છે. સ્થળસંકેચને લીધે એ પત્રો અહીં નથી આપી શકાતા.
ટુંકામાં શ્રીપુંજાભાઈ આપ બળ વધેલા અને સામાજિક કાર્યોમાં ઠેઠ સુધી રસ લેતા રહેલા. એમના જીવનનું બેડું ઘણું અનુકરણ થઈ શકે તે પણ ઘણું છે.
૭૨ વર્ષની પાકી વયે સંવત ૧૯૮૮ ના આસે વદ ૮ ને શનિવારના રર-૧૦–૧૯૩૨ ના રોજ તેમનું અવસાન થયું. તે વખતે મહાત્માજીએ આશ્રમ સમાચારમાં જે લખેલું છે તે આ સાથે આપવામાં આવ્યું છે. તે દ્વારા શ્રીપુંજાભાઇની વિશેષ ઓળખાણ થઈ શકે એમ છે.
બેચરદાસ
૪ સ૦ શ્રીપુંજાભાઈના સ્વજન અને જીવનપયતના સહચર શ્રીનેમચંદભાઇએ મોકલેલી સામગ્રી ઉપરથી આ થોડું લખી શકાયું છે તે અર્થે તેમને ધન્યવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com