________________
(૬) પ્રકાશકનું નિવેદન
કરવાથી ચાર ભાગ
(6
આ વખતે પણ આ ભાગનું પ્રકાશન ધાર્યા પ્રમાણે સમયાનુસાર કરી શકાયું નથી એટલે દરજ્જે ક્ષમા તા જરૂર માંગવી જ રહે છે; પરંતુ વાચકગણ તણીને ખુશી થશે કે તેમાં અમારા પ્રમાદ કારણભૂત નથી. કેમકે આગળ જણાવ્યા પ્રમાણે હવે ઈંગ્રેજી આવૃત્તિ બહાર પાડવાનું હાથ ધરાયું છે અને તેને પ્રથમ ભાગ પ્રગટ પણ થઈ ચૂકયા છે. ગુજરાતી વિભાગે પુસ્તકના પાંચ ભાગ થયા છે, પરંતુ ઈંગ્રેજી વિભાગે વસ્તુ તેને તેજ મુખ્યત્વે હાવા છતાં, કેટલાક જરૂરી ફેરફારા થયા છે એટલે હવે તેના ત્રણ ભાગ પ્રગટ કરવા રહે છે. આ ઉપરાંત સુવાસ ” નામનું સર્વ સામાન્ય માસિક કાઢીને સાહિત્યની સેવામાં અમે ઝ ંપલાવ્યું છે. તેના ત્રણ અંક બહાર પણ પડી ચૂકયા છે. આ એ કારણને લઈને ગુજરાતી પુસ્તકને ત્રણેક મહિના અસુર થઈ છે. વાચકવર્ગને પ્રાર્થના કરીએ છીએ કે તેમના તરફથી સર્વ શકય સહકાર, સહાનુભૂતિ અને સહાય અમારા સાહસમાં તેમના તરફથી મળતી રહેશે. આખાયે પુસ્તકના હવે પાંચ ભાગ થયા છે એટલે ભલે અમને ખર્ચના ખેાજો વધે છે છતાં જે જે ગ્રાહકાએ પેાતાનાં નામે નોંધાવી અમારા સાહસની કદર કરી છે તેમને તે ચાર ભાગની જે કિંમત રાખી હતી તેને તેજ કિંમતે એટલે રૂા. ૨૦)વીસમાં આપવાના છીએ; જે ફેરફાર કર્યા છે તે એટલેા જ કે આગળમાં જાહેર કરી ગયા પ્રમાણે વધારાના ભાગની અંધાઈ અને પરચુરણ ખર્ચ મળી નામના એક રૂપીઆ લેવાનું ઠરાવ્યું છે. એટલે કે પાંચે ભાગ તેમને રૂા. ૨૧) એકવીસમાં મળે છે એમ ગણવું. જ્યારે હવેથી નવા થનાર ગ્રાહક માટે પણ આડું અવળું કાઈ ધેારણ ન રાખતાં એક જ રીત ઠરાવી છે કે તેમને આખા સેટ રૂા. રા સાડીબાવીસે આપવા; મતલખ કે જેમ ચાર ભાગ હતા ત્યારે છૂટક કિંમત રૂા. ૨૫) હતી અને આખા સેટ લેનારને તે ઉપર ૨૦% કમીશનના કાપી આપી રૂા. ૨૦) લેતા હતા તેમ હવે પાંચ ભાગની છૂટક કિંમત રૂા. ૩૦) છે અને ઉપરના હિસાબે ૨૦% કાપી આપતાં રૂા. ૨૪) થાય તેને ખદલે ૨૨ા માં આખા સેઢ આપવાનું ઠરાવ્યું છે. અલમત એટલી સરત સાથે કે, તેઓએ પાંચમા ભાગ પ્રગટ થાય ત્યાંસુધીમાં નામ નોંધાવી લેવું જોઈએ; ત્યારબાદ ધેારણુ પ્રમાણે રૂા. ૨૪) ચાવીસ ગણવા રહેશે.
આ સિવાય વિશેષ કાંઇ કહેવા પણું નથી. અતમાં જે જે પુસ્તકના, સાધનાના, -વ્યક્તિગત કે સંસ્થાઓની માલિકીના-કિંચિત યા માટા પ્રમાણમાં આ પ્રકાશન પરવે ઉપયાગ કરાયા છે તે સર્વેના અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ, એજ વિનંતિ.
વડાદરા : રાવપુશ ૧૯૯૪ અશાડ સુદ્ર ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સેવકા
શશિકાન્ત એન્ડ કું. ના સ્નેહવંદન
www.umaragyanbhandar.com