________________
૧૯
ઘણી વસ્તુઓ તદ્ન નવીન આકારમાં જ પીરસવામાં આવી છે. આટલી ટૂંક નોંધ ઇતિહાસના વર્ણન સબંધી છે.
ચિત્ર માખતમાં—જણાવવાનું કે દરેકે દરેક ખંડમાં તેમાં પુરવાર કરાયલી હકીકતને સમજાવનારાં ચિત્રા શે।ધીકરીને રજુ કર્યા છે. બધાંયે પુરાતત્ત્વના ભંડારમાંથી બહાર કાઢયાં છે. એક્કે કલ્પનાથી ઉપજાવી કાઢેલ નથી. અલબત્ત તેમને રજુ કરવાની શૈલી અને પદ્ધતિ અમારી છે પરંતુ તે તે સમજૂતિ સરળ થાય તેટલા દરજ્જે અનુરૂપ બનાવવા પૂરતી જ છે. આ કથનની સત્યતા તે તે ચિત્રના વર્ણન માટે ટાંકેલ પૃષ્ઠ વાંચવાથી ખાત્રી થઈ જશે.
છતાં એક છે જે ખાસ વિશિષ્ટતાઓ ઉપર ધ્યાન દોરવાની જરૂર છે તેના ઉલ્લેખ કર્યા સિવાય રહેવાતું નથી; જેને આપણે હવે કુશાન (જેવાકે કડસીઝવાળા વંશના રાજાએ), ક્ષહરાટ ( જેવાકે નહપાણ, રાજીવુલ, પાતિક ઈ.), ચણુવંશી ( જેવાકે ચઋણુ, રૂદ્રદામન ઇ.) તથા હૂણ (જેવાકે તારમાણુ, મિહિરકુળ ઈ.) તરીકે ઓળખાવ્યા છે તેમાંના ઘણાખરાને અથવા બહુધા મોટા ભાગને સર્વે ઇતિહાસકારોએ શક તરીકે વર્ણવ્યા છે; બનવા જોગ છે કે એકલી શકસ્તાનની પ્રજાને જ શકના વિશિષ્ટ નામથી જે, ખરી રીતે ઓળખવી જોઇએ, તે ઘણા દૂર પૂર્વના સમયે કદાચ ઉપરની અન્ય પ્રજાની સાથે મિશ્રિત થઈ ગઈ હશે અને તે આધારે ભલે તે સર્વને શકના સામાન્ય નામમાં સમાવેશ કરાય પરંતુ તેથી કરીને જે સમયનું આપણે વર્ણન કરી રહ્યા છીએ, તે સમયે તે તે વ્યાખ્યા કાઈ રીતે સ્વીકારી શકાય તેવી નથી જ; તે પ્રથાએ જો કામ લેવાય તા તે સર્વ વિશ્વની પ્રજાને એક જ નામથી ઓળખી શકાય તેમ છે; અને તેમ લેખીએ તે વિધવિધ પ્રજાના ઇતિહાસ આલેખવાની આવશ્યક્તા જ નષ્ટ થઈ જાય છે. મતલખ કે, ઉપરની સર્વ પ્રશ્વને શક તરીકે સંમેાધી શકાય તેમ નથી; અને સ ભિન્ન ભિન્ન છે તે દર્શાવવા તે દરેકના અકેક રાજાની કહે। કે અકેક પ્રજાજનની-છખી, ચહેરા-પાસે પાસે ગાઠવી બતાવ્યાં છે. જેથી તેમના ચહેરાની આકૃતિ, રેખા ઇ. કઇ રીતે એક ખોજાને મળતા આવે છે કે કેમ તેની તુલના કરી લેવાય. બીજી વિશિષ્ટતા જગન્નાથપુરી અને ભુવનેશ્વરના મંદિરની રચના સંબંધી છે. તેની તુલના કરવી સુગમ પડે માટે, મૂળે જે ધર્મનાં તે માની શકાય અને પુરવાર કરી શકાય તેમ છે તે ધમનાં તેવાં સ્વતંત્ર અને પુરાતત્ત્વ સંબંધી દસ્ય શેાધીને સાથે સાથે મૂકયાં છે. આટલું વિવેચન ચિત્ર ખાખતમાં નવીન સમજી લેવું રહે છે.
નકશાઓ—પૂના ભાગેામાં જેમ રજુ કરાયા છે તેમ આમાં પણ પરાક્રમી કે નિર્મળ દરેક રાજાના રાજ્ય વિસ્તારને ખ્યાલ તુરતમાં આવી જાય તેવી રીતે નવાજ ઉભા કરવામાં આવ્યા છે; દરેકના રાજઅમલની સીમાદર્શક માહિતી મળે તે માટે વર્તમાન પ્રાંતાની હદ પણ સાથે સાથે ખતાવી છે; તે તે સમયે અન્ય પ્રાંતા ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com