________________
તા. ૧૬-૨-૯૧
પ્રબુદ્ધ
બૌદ્ધ વિચારધારાએ એમની રચનાઓને એક નવ્ય પરિમાણ આપ્યું છે.
Every poem is a Fiesta, a precipitate of pure time – એમ કહીને પાઝે કવિતામાં પ્રકટ થતા ‘અનશુદ્ધ સમય'નો મહિમા કર્યો છે. વર્તમાન, અતીત કે અનાગતનું એ કોઇ ચોસલું નથી. એ તત્ત્વત: બધાંથી મુક્ત છે, સાથે પોતે જ મુકિત છે. સ્થળ અને સમયની આરપાર માણસની આ કવિતા વડે, તેથી તો આવન-જાવન રહે છે. કવિતાની ભાષાને જનસમાજ અને ઇતિહાસની ભાષાથી તે જુદી પાડે છે. ભાષા કે વાય દ્વારા કશુંક કહેવાની વાત હોય છે, કશાકના સૂચન તરફની” તેમની ગતિ હોય છે પણ જયાં એ શબ્દોને કવિતાનો સ્પર્શ થાય છે ત્યાં વાત આખી બદલાઈ જાય છે. ત્યાં એ લયાત્મક એકમો બની જાય છે. અથવા તો પ્રતિરૂપોમાં પરિવર્તન પામી જાય છે. ત્યાં એ શબ્દનો અન્ય કોઇ સંદર્ભ હોતો નથી. એ કશું કહેવાની ત્યાં ઇચ્છા ધરાવતો નથી કે કશા તરફની તેની ગતિ નથી. કવિ ભય કે પ્રેમ વિશે કહેતો નથી. માત્ર તેને બતાવે છે. શબ્દ ત્યાં પોતે જ પોતાનો આધાર બની સ્વતંત્રરૂપે વિલસે છે.
ઓકટોવિયો પાઝ માત્ર કવિ નથી, મોટા કાવ્યજ્ઞ પણ છે. કાવ્યના અસ્તિત્ત્વ અને એની ભાષા વિશે તેથી જ તેમના વિચારો કાન્તિકારક રહયા છે. ઇતિહાસ અને મનુષ્ય વચ્ચેના સંબંધને ચર્ચતાં તેઓ જ્યારે છેક કવિતા સુધી આવી પહોંચે છે ત્યારે એ વાત વધુ સ્પષ્ટ થતી જણાય છે. કવિતા વિશેના તેમના ખ્યાલો ત્યાં એક્દમ પારદર્શક રૂપ ધારીને સામે આવી રહે છે.
તેમણે ઇતિહાસની વાત કરતાં કહ્યું કે તેમાં જો પ્રમુખરૂપે કેન્દ્રમાં મનુષ્ય રહેલો છે, તો એ વાત પણ ન ભૂલવી જોઇએ કે એ એનું સ્થૂળ ઉપાદાન પણ છે. ઇતિહાસ જે કંઇ છે તે મનુષ્યને ભોગે અને જોખમે છે. ઇતિહાસના પ્રસંગોઘટના–બનાવો એ બધું કશાક પૌર્વાપર્ય સાથે, કારણો સાથે સંકળાયેલ છે. કાર્યકારણની એવી શૃંખલામાંથી એ ઘટનાઓ વગેરેને મુક્ત કરવાનું કામ કવિતા કરે છે. કવિતાનો ઇતિહાસ સાથે જે કંઇ સંબંધ છે તે આવો પરોક્ષ છે. કવિતા ઇતિહાસને ગાળી નાખે છે. મૂળ વસ્તુ કે પદાર્થને એના અસલ રૂપનો તે પરિચય કરાવે છે, એના શુદ્ધ રૂપને તે પ્રત્યક્ષ કરી આપે છે.
ને
રીતે ટેકરીઓ ચઢી જવાતી હોય છે, એ રીતે મેં શિખર ઉપર ચઢવું શરૂ કર્યું. આજે કે કાલે પસંદગીનો અવકાશ નથી જ, તમારે મુકાબલો કરવો જ રહયો. જે કિલ્લો છે એની ટોચ ઉપરનો રાજમુગટ પ્રકાશમાંથી ઘડાયેલો છે. એક્દમ તીણો, સાદો, કુહાડી જેવો, ટટ્ટાર જવાલા જેવો. એ જ્યોત ખીણને બે ભાગમાં વહેંચી નાખતી જણાય છે. કિલ્લો તો એક જ ખંડમાંથી ઊભો થયેલો છે. એનું કદ ખંડન ન કરી શકાય તેવા લાવાનું છે. શું ભીતરમાં એનું ગાન ચાલે છે. ? તે ભલે પ્રેમ કરશે કે પછી ક્રૂર રીતે રહેંશી રહો ! પવન લાકડાના મોભને ધ્રુજાવતો, બુમાટો પાડતો મારા માથા ઉપરથી પસાર થઇ જાય છે. મારા કાનમાં તેના ભયંકર કાંટા ભોંકતો જાય છે. ધેર જતાં પહેલાં બે ફાટ વચ્ચે ઊગી નીકળેલા નાના અમથા
રાષ્ટ્ર – એની પરિસ્થિતિ – એ પરિસ્થિતિ વચ્ચે ગુંગળાતા માનવીને પાઝ પોતાની રીતે, પોતાના લાક્ષણિક અવાજમાં વ્યક્ત કરે છે. પાઝ જે વિશુદ્ધ શબ્દ કે *વિશુદ્ધ સમય'ની વાત કરે છે. એ પણ આ સંક્ષિપ્ત રચનામાં જોવાશે.
જેમ કવિતાનો તે ઇતિહાસથી પૃથકરૂપે વિચાર કરે છે. તેમ કાવ્યની ભાષા વિશે પણ તેમણે નોંધપાત્ર વિચારો પ્રક્ટ ર્યાં છે. ભાષાનાં મૂળિફૂલને હું તોડું છું, બીજું એક કાળું ફૂલ સૂર્ય કિરણથી બળી ગયું હતું " યાં તો છેવટે સમાજમાં, ઇતિહાસમાં પડેલાં છે. અહીં જે ભાષાનો વિનિયોગ થાય છે એનું વ્યક્તિત્ત્વ તદ્દન ભિન્ન છે. અહીં દરેકે દરેક શબ્દ પરસારાશ્રિત રહયો છે. એક બીજાને ટેકે તેમનું અસ્તિત્ત્વ કળાય છે. વાય, વાક્યખંડોના એક બીજા સાથેનો નાતો રહયો છે. કશાક સંદર્ભો લઇને તે સૌ ઊભાં છે. કશીક માહિતી સંક્રાંત કરવાનો તેમનો ઉપક્રમ રહયો હોય છે. વધારે સાચી રીતે કહીએ તો તેઓ પોતાનામાં કશોક ‘ઉદ્દેશ’ ગોપવીને બેઠાં હોય છે.એનું પ્રાકટય કરવામાં, તેમની ઇતિશ્રી છે. કવિતાના શબ્દને આવો કોઇ ‘ઉદ્દેશ• નથી, એ એક બીજાનો ટેકો લઇને આવતો શબ્દ નથી. કોઇની અવેજીમાં આવેલો શબ્દ પણ એ નથી. આ શબ્દ તો શગ જેવો છે. જેને જેને એ સ્પર્શે છે એને તે અનાવૃત કરી મૂકે છે.
સૂર્યના પ્રકાશની અનેક ખંડિત કણિકાઓ જેવા આ ઝળાંહળાં શબ્દો હોય છે. વ્યવહારનો શબ્દ અલગતાનું કામ કરે છે, કવિનો શબ્દ જોડવાનું કાર્ય કરે છે. આ શબ્દમાં તો કવિની સમગ્ર ચેતના ઘુંટાતી ઘુંટાતી એક ઘટ્ટ સ્વરૂપે વ્યક્ત થતી હોય છે. તેથી જ ઇતિહાસ કે સમાજની ભાષામાં જે નથી જોવા મળતો એવો ચમત્કાર કવિની ભાષામાં જોવા મળે છે
આ ચમત્કાર છે સંવાદિતાનો. કવિ અને કવિનો શબ્દ એક–લય બની રહે છે. કવિતાનો શબ્દ આપણને અજાણ્યા પ્રદેશ તરફ દોરી જાય છે, આપણા મૂળ સ્ત્રોત પાસે તે ખેંચી જાય છે. વિવિધ પરિબળોએ ઊભી કરેલી દીવાલોને તે તોડી નાખે છે. ભાષાએ જે ઊંડી ખાઇઓ ઊભી કરી છે તે ખાઇઓને કવિનો આ તેજોમય શબ્દ પૂરવાનું કાર્ય કરે છે. આપણા આત્મા ઉપર તે છવાઇ જાય છે - એક મહત શક્તિ રૂપે.
જીવન
ભીતર અનેક અર્થોને નિમંત્રણ રહ્યું છે. ધ પોએટસ વર્કમાંની આ રચના એવા દૃષ્ટાંતરૂપે માણવા જેવી છે. :
“ મહા મુશ્કેલીએ વર્ષે દહાડે માંડ એક તસુ જેટલો રસ્તો આ ખડકમાંથી કોરી શક્યો હોઇશ. એટલામાં તો મારા આ દાંત નકામા થઇ ગયાં અને નખ પણ તૂટી ગયા. આની બીજી બાજુ પ્રકાશ અને ખુલ્લી હવા છે. મારા હાથ તો લોહીલુહાણ થઇ ગયા છે, દાંત પણ કંપવા લાગ્યા છે તૃષા, ધૂળ અને તિરાડ પામી ચૂકેલાં પોલાણો. હું થોભું છું, મારા કામને તપાસું છું : જિંદગીનો એક બીજો કાળ મેં પથ્થરો તોડવામાં, દીવાલો ખોતરવામાં, બારણાંના ચૂરેચૂરા કરી નાખવામાં અને અવરોધો દૂર કરવામાં જ ગાળ્યો. જિંદગીના પ્રથમ હિસ્સામાં પ્રકાશ અને મારી જાત વચ્ચેનું મારું આસન રહયું. ”
પાઝના શબ્દ પાછળ સમગ્ર મનુષ્યલોક ઊભો છે, અનેક સંસ્કૃતિનાં ઝરણાંનો ઍ પાછળ કલનાદ રહયો છે. એટલે જ પાઝની કવિતાના શબ્દને સ્પર્શીએ છીએ ત્યારે એ શબ્દ એના અનેરૂપે આપણી સામે આવીને ઊભો છે.એ જેટલો ઊઘડે છે એટલો જ નિગૂઢ પણ થતો જાય છે. એનાં ગદ્ય કાવ્યોમાં પણ જે સારણ્ય દેખાય છે, તે ઉપર ઉપરનું છે. એ સારલ્યની
રોજિંદા જગત સામે ‘હવામાંનો કિલ્લો• ગદ્ય કાવ્યમાં તેઓ મૂર્ત-અમૂર્તના સીમાપ્રદેશ ઉપર ઊભા રહીને એક જુદા જ પરિવેશવાળું વિશ્વ કેવી રીતે ખડું કરે છે તે આ ખંડ વાંચતા સમજાશે. :
“ કેટલીક મધ્યાહનોથી વિચિત્ર પ્રકારની ઉપસ્થિતિઓ મારી પાસેથી પસાર થતી રહે છે. જો થોડીક જ સાફસૂફી કરી દેવામાં આવે તો ત્વચા, નેત્રો, વૃત્તિઓ બધું બદલાઇ જાય. પછી એ અપરાજિત માર્ગે જવાનું મેં સાહસ કર્યું. મારી જમણી બાજુ ગંજાવર એવા અભેદ્ય ઢગ ખડકાયેલા છે. અને ડાબી તરફ વિજયી અવાજો-ઘાંટા. બાળપણામાં ધ્રૂજાવે, સંમોહિત કરે
જૉ
આ દીવામાંથી નીકળતો પ્રકાશ ખરેખર શુભ્ર હોય, લખી રહેલો હસ્ત જો
સત્ય હોય
તો
હું જે લખી રહ્યો છું એ સામે તાકી રહેલી આંખ
સત્ય છે ?
એક શબ્દ ઉપરથી
બીજા શબ્દ ઉપર પહોંચું છું
ત્યાં તો હું જ કહું છું તે બાષ્પીભૂત થઇ જાય છે. હું જાણું છું કે હું
બે કૌંસ વચ્ચે જીવું છું.
પાઝ ‘પાષણ” જેવા શબ્દનો એમની કવિતામાં વારંવાર ઉપયોગ કરતા જણાય છે. દરેક વખતે એ શબ્દનો વિનિયોગ જુદી જુદી રીતે થયેલો જોવાશે. ઘણી બધીવાર તે અર્થબહુલ પ્રતીક રૂપે આવે છે. એ પાછળ આપણી સદીની બરડ સંવેદનાઓ, જડભરત માનવીનાં કરતૂતો વગેરે પણ એમાં વાંચી
શકાય.
ઇન્દ્રિયસ્પર્શ—રોમેન્ટિક જગત પણ પાઝની અનેક રચનાઓમાં આકાર ધારણ કરે છે. સ્પર્શ• જેવી એકદમ લઘુક રચના એ પ્રકારની કૃતિઓમાં