Book Title: Prabuddha Jivan 1991 Year 02 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 127
________________ તા. ૧૬-૧૦-૯૧ મોહનલાલ દલીચંદ દેશાઇનું વ્યક્તિત્વ (પુષ્ઠ – ૧૬ થી ચાલુ) પ્રબુદ્ધ જીવન - કરવાનું એ કદી ચૂક્યા નથી. પોતાની જાતને સુધારવા એ સદા તત્પર દેખાય છે. પંડિત સુખલાલજી વગેરે જેવા પોતે મૌલક લેખક નથી એવું એ નિખાલસતાથી સ્વીકારે છે ને નિત્શે પોતે વાંચવો શરૂ કરેલો પણ જીરવવાની અશક્તિ જણાતાં છોડી દેવો પડયો એવી પણ કબૂલાત કરે છે. * જૈન સ્વતામ્બર કોન્ફરન્સ હેરલ્ડ” નું તંત્રીપદ સંભાળતી વખતે મોહનભાઇ પોતાંની મર્યાદા કેવા સાચા દિલથી વર્ણવે છે ! વિચારોની શ્રેણી હ્રદય મુજ ના ગોઠવી શકે ! ન જાણ્યું શી રીતે મુજ હ્રદય ખુલ્લું થઇ શકે ? છતાંયે આવે જે મગજમાં હિ તે કહી દઉ ભલા ભાવો સાથે, તમ જિગરનો આદર ચહું. પોતાના ગ્રંથોના નિવેદનોને અંતે પોતાના નામની સાથે મોહનભાઇએ જે શબ્દો જોડયા છે તે તો એમની અપાર નમ્રતાનું આપણને દર્શન કરાવે છે. જેમ કે : શાસનપ્રેમી (નયકણિકા), જિનનચરણોપાસક, વીતરાગચરણરજ (જિન દેવદર્શન), પ્રથમ રસપિપાસુ (સામાયિક સૂત્ર), સંતસેવક (સ્વામી વિવેકાનંદના પત્રો, જૈન ઐતિહાસિક રાસમાળા), સંતચરણો પાસક (આત્માનંદ જન્મ શતાબ્દી સ્મારક ગ્રંથ), સંઘનો સદાનો સેવક (જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ હેરલ્ડ, જાન્યુ. ફેબ્રુ. ૧૯૧૯) વગેરે. D નિ:સ્પૃહ સેવાનો સંકલ્પ : આ શબ્દો આપણને મોહનભાઇના ઉત્કટ સેવભાવની પણ પ્રતીતિ કરાવે છે. એ સેવભાવે જેમ કીર્તિ કે કદરની અપેક્ષા રાખી નથી, તેમ પોતાનાં કાર્યોના આર્થિક વળતરની પણ અપેક્ષા રાખી નથી. • સ્વામી વિવેકાનંદના પત્રો નું ભાષાંતર સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલયને મોહનભાઇએ કંઇ પણ બદલો લીધા વિના કરી આપેલું. • જિનદેવદર્શન' જેવાં કેટલાંક પુસ્તકો પોતે પ્રગટ કરેલાં ત્યારે એમાંથી શા આર્થિક લાભની ગણતરી રાખી ન હતી. * જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ હેરલ્ડ” અને જૈનયુગ” એ સામયિકોનું સંપાદન કર્યું તે સંસ્થા પર એક કારકુનનો બોજોયે પડવા દીધા વિના, પ્રૂફરિડીંગ વગેરે સઘળાં કામો જાતે જ કરી લઇને. જૈન ગૂર્જર કવિઓ' જેવા ભગીરથ કામો પણ કેવળ પ્રીતિપશ્રિમ જ હતાં. ઊલટું આ કામમાં અનેક સ્થળોની મુલાકાત વગેરે નિમિત્તોથી મોહનભાઇને પોતાને ઘણું ખરું વેઠવું પડયું હતું. મોહનભાઈ સંપૂર્વક આ કામોમાંથી બદલો લેવાથી અળગા રહ્યા જણાય છે કેમ કે જ્યાં સહેલાઈથી બદલો મળી શકે તેમ હતો ત્યાં પણ એમણે લીધો નથી અને એમની છેલ્લી ઇચ્છા પણ વકીલાતમાંથી નિવૃત્તિ લઇને, શો બદલો લીધા વિના જ, સાહિત્યની સેવા કરવાની હતી. જીવનનિર્વાહ માટે તો વકીલાત જ, વિધાકાર્યો કે જાહેર સેવામાંથી પૈસોયે લેવાનો નહી એ મોહનભાઇનો સંલ્પ એક અસાધારણ ઘટના છે. એ આપણને પ્રભાવિત કરે છે અને મોહનભાઇમાં એક પ્રકારના સાધુજીવનની જાણે ઝાંખી કરાવે છે. મોહનભાઇની આ ભાવનાનો વિચાર કરતાં આપણને પણ પરમાનંદ કાપડિયાની જેમ એમ માનવાનું મન થાય કે મોહનભાઈને માનપત્ર અને થેલી પણ અય્યયાં રહી ગયાં એ એમની ભાવનાને અનુસરતું જ થયું. E નર્યો વિદ્યાપ્રેમ : મોહનભાઇમાં નર્યો વિધાપ્રેમ હતો. કોઇની પણ દ્વારા વિદ્યાનું કામ થતું હોય તો આનંદ અનુભવે અને પોતાનાથી શકય તે મધ્દ કરી છૂટે. મુનિ જિનવિજ્યજીની ગુજરાત પુરાતત્ત્વ મંદિરની, સિંધી સિરીઝની કે ભારતીય વિદ્યાભવનની વિદ્યાપ્રવૃતિઓ ચાલે અને એનો ઉત્સાહ અનુભવે મોહનભાઇ, બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જૈન ચેર સ્થાપવા માટે મોહનભાઇ કોન્ફરન્સને પ્રેરે અને પંડિત સુખલાલજી એ ચેર પર બનારસ જાય એમાં એ ભાગ ભજવે. ઘણા પ્રકાશકો, લેખકો મોહનભાઇની મદદ લેતા -- રણજિતરામ અને મુનશીને મોહનભાઇએ માહિતી, સંદર્ભો પૂરા પાડયા છે – મોહનભાઇ કામનો વધારે બોજો ઉઠાવીને પણ એવી મદદ કરવાનું સ્વીકારતા, જો કે એની કૃતજ્ઞતાપૂર્વક નોંધ ભાગ્યે જ લેવાઇ છે. સામે પક્ષે મોહનભાઇ પોતે, પોતાને કોઇની મદદ મળી હોય તો એની કૃતજ્ઞતાપૂર્વક નોંધ લીધા વિના ન રહે. મોહનભાઇના ગ્રંથોના નિવેદનોમાં એમને મદદ આપનારાઓનાં જે ૧૫ કરીએ તો ઘણી મોટી થાય. નામો આવે છે તેની યાદી મોહનભાઈનો વિધાપ્રેમ વિદ્યાપ્રવૃત્તિઓમાં આર્થિક મદદ કરવા સુધી પહોંચતો. સુખલાલજી કશા કામનો વિચાર કરે ત્યારે એમના વારવા છતાં મોહનભાઇ, કામ પોતાને ગમે છે માટે રૂપિયા પાંચસો આપવા તૈયાર થઇ જાય, દરબારીલાલને સાહિત્ય પ્રકાશન માટે મુશ્કેલી છે એમ જાણતાં વગર માગ્યે પૈસા મોક્લાવે, પરદેશ ભણવા જતા વિદ્યાર્થીને આર્થિક મદદ પૂરી પાડે. મોહનભાઇનો આ નર્યો વિદ્યાપ્રેમ સૌને સ્પર્શી જાય એવો હતો. ઘ ગુણાનુરાગ : મોહનભાઇની પ્રકૃતિ ગુણાનુરાગી હતી. કોઇ પણ વ્યક્તિમાં જે કંઇ સારું જુએ એના એ ચાહક બની જતાં. એમાં ઉંમર, નાતજાત, સંપ્રદાય કશું આડે ન આવે. જિનવિજયજી સાધુવેશ છોડે તેથી મોહનભાઇના એમના વિશેના આદરમાં કશો ફરક ન પડે. વાડીલાલ મોતીલાલ શાહ સામે જૈન સમાજમાં ઘણો વિરોધ, પણ મોહનભાઈને એમના જે ગુણો જણાય એની કદર કરવામાં એ પાછા ન પડે. આ કારણે મોહનભાઇ વિવિધ પ્રકારના લોકો સાથે સ્નેહસંબંધ નભાવી શક્તા હતા અને એમના સ્નેહસંબંધો વિશાળ હતા. D સત્યપ્રિયતા અને સ્પષ્ટ વક્તૃત્વ : પણ મોહનભાઇમાં અંધ ગુણાનુરાગ ન હતો. સત્યપ્રિયતા અને સ્પષ્ટવક્તૃત્વનો ભોગે એ ગુણાનુરાગી ન હતા. મિત્ર સાથે મતભેદ હોય તો એ પ્રગટ ર્યા વિના ન રહેતા અને મિત્રનીયે ટીકા કરવાની થતી હોય તો એ કરી શક્તા. કેસરિયાજી તીર્થના ઝઘડા વિશેના મોતીચંદ કાપડિયાના અહેવાલમાં દિગંબર મુનિ માટે એકવચન વપરાયું હતું તે પોતાને અનુચિત લાગે છે એમ એ નોંધ્યા વિના રહી શકતા નથી. વાડીલાલનાં લખાણોમાં ટુંકારા જોવા મળે છે તેની ટીકા કરે છે અને એમના વૈમનસ્ય વધારે એવાં લખાણો માટે અપ્રસન્નતા વ્યકત કરે છે. (આ જ કારણે, પહેલાં જે વાડીલાલાના અનન્ય ભક્તા હતા તે મોહનભાઇ પછીથી એમના વિશે તટસ્થ થઇ ગયેલા.) મુનશીની સાહિત્યસંસદના મોહનભાઇ એક સભ્ય હતા, પણ ‘પાટણની પ્રભુતા” અને ‘ગુજરાતનો નાથ” નાં કેટલાંક નિરૂપણોનો વિરોધ કરવાનું એ કર્તવ્ય સમજે છે. મનુશીને જૈન પરંપરાનું જે અજ્ઞાન છે તે જોતાં * જૈન સાધુ વિશે લખવા માટે તમે યોગ્ય તો ન જ ગણાવ' એમ સ્પષ્ટ રીતે જણાવી શકે છે. * જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' માં કેશવલાલ કામદારની પ્રસ્તાવના મૂકી પણ એ પ્રસ્તાવનાના “ બધા વિચારો સાથે હું સંમત નથી " એમ નોંધ્યા વિના મોહનભાઇ રહી શકતા નથી. મોહનભાઇનાં સત્યપ્રિયતા અને સ્પષ્ટવક્તૃત્વ અનેક સંસ્થાઓના કાર્યવાહક મંડળમાં તેઓ હતા તેની ચર્ચાઓમાં વ્યક્ત થયા વિના રહેતાં નહીં. પોતાના વિચાર અત્યંત સ્પષ્ટ અને નિશ્ચિત હોય ત્યારે એ ઉત્તેજિત પણ થઇ જતા. પણ એમના મનમાં કોઇ દેશ ન હતો તેથી પોતાના વિરોધી સાથે તરત જ મળી જવામાં એમને કોઇ મુશ્કેલી ન પડતી. એ ખેલદિલ – સાદિલ આદમી હતા. આથી જ પરમાનંદ કાપડિયા એમ લખી શકે છે કે “ ભિન્ન ભિન્ન સંસ્થાઓની કાર્યવાહીમાં તેમની બાજુએ બેસીને કે સામા બેસીને કામ કરવું, સહમતી અનુભવી કે વિચારોની અથડામણમાં આવવું... આ જીવનનો એક લહાવો હતો. ” D મહત્વકાંક્ષા વગરના માણસ : મોટાં સાહિત્યિક કાર્યો માથે લેનારા અને જાહેરજીવન સાથે આટલાબધા સંકળાયેલા છતાં મોહનભાઇ મહત્ત્વાકાંક્ષા વગરના માણસ હતા ! જે કંઇ કર્તવ્ય બજાવવાનું આવ્યું – અગ્રણી બનીને કે અનુયાયી બનીને – તે એમણે ધર્મભાવથી, એકમાત્ર સેવાની લગનીથી એમણે બજાવ્યું. મોહનભાઇનું જીવન એ જાણે એક અર્પિત જીવન હતું. D વિનોદવૃત્તિ : એટલે જ મોહનભાઇ મનથી અત્યંત હળવા રહી શક્તા. વિનોદ કરે અને મિત્રો વિનોદ કરે એ પ્રેમથી સહી લે. ક્યારેક પોતે પોતાની જાતનોયે વિનોદ કરે. મુક્ત ખડખડાટ હાસ્ય એ એમના સ્વભાવનું એક લક્ષણ હતું. ઉત્કટ વિધાપ્રેમ અને નિ:સ્વાર્થ સેવાની લગની, કપરી કર્મઠતા અને નરી નિ:સ્પૃહતા, ગુણાનુરાગિતા અને સ્પષ્ટવક્તૃત્વ, સત્યનિષ્ઠા અને સરલતા, માનવપ્રેમ અને સહાયવૃત્તિ, તથા સાદાઇ ભર્યાં નીતિનિષ્ઠ જીવનનો આદર્શ મોહનભાઇના વ્યક્તિત્વની આ છબી આપણા ઊંડા આદરને પાત્ર નથી લાગતી ? n n n

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156