Book Title: Prabuddha Jivan 1991 Year 02 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 133
________________ તા. ૧૬-૧૧-૯૧ પ્રબુદ્ધ ઘટ દુર્ગાનું ચિહ્ન છે. ગુડી પડવાએ સજાવેલી ગુડી પણ કળશનો જ પ્રકાર છે અને નવરાત્રિનો ગરબો અર્થાત્ દીપગર્ભઘટ એટલે પણ કળશ જ, માત્ર તે સજળ નહીં, સ-તેજ છે. કવિશ્રી ભાણદાસની ગરબી છે - "ગગનમંડળની ગાગરડી ગુણ ગરબી રે દિનમણિ સૂરજ દીપક કરીયું ગુણ ગરબી રે તેજ તણો નહીં પાર ગાઉં ગુણ ગરબી રે. નવરાત્રિનો ‘ગરબો’ એટલે સચ્છિદ્ર ઘટમાં દીપનું સ્થાપન. ઘડો દેહનું પ્રતીક છે. અંદરની દીપકળી આત્મજયોતિની, જયોતિષ્મન્ત પરમતત્ત્વની ઘોતક છે. છિદ્રો ઈન્દ્રિયોનું પ્રતીક છે. 'ઈન્દ્રિયો દ્વારા આત્માનો પ્રકાશ બહાર રેલાય છે. ઘડામાં છિદ્ર હોય તો પાણી વહી જાય, ચૈતન્ય વહી ગયા પછી રહી જાય ખોળિયા જેવો ઘડો. તેવી રીતે સચ્છિદ્ર ઘટમાંથી ઈન્દ્રિયોનું રેલાનું તેજ ધીમે ધીમે વિલાતું જાય. દેહ જીર્ણશીર્ણ થાય, કઠોપનિષદ કહે છે- સર્જેન્દ્રિયાનાં નયન્તિ તેન તેજ રેલાતું બંધ થાય અને માનવ કાળનો કોળિયો બને. (લશ, ક્લેવર, ક્લા અને કાલ ચારેય શબ્દોમાં એક જ ધાતુ છે ‘કલ) નવરાત્રિના દીપગર્ભઘટની આજુબાજુ ગરબે ઘૂમવાની આપણી પ્રથા છે એનો આધ્યાત્મિક અર્થ એ કે હિરણ્યગર્ભ પરમતત્ત્વની આસપાસ આખો સંસાર, જન્મ અને મૃત્યુની ઘટમાળ ચક્રકારે ગરબે ઘૂમે છે. સંસારચક્ને, કાલચક્રને અબાધિત રાખે છે. ગલન્તિકાની (અર્થાત્ ૧. જળાધારી જે કળશનો જ એક પ્રકાર છે અથવા ૨. ઘટિકાયંત્ર) જેમ દેહ ગળતો જાય છે. સમયની રેત પર જીવન સરતું જાય છે. સંસાર સરસર સરકતો રહે છે. આ સંસારચક્ને ઘટમાળની ઉપમા આપી છે. આપણા મૂર્ધન્ય કવિશ્રી નરસિંહરાવ દિવેટિયાની પંક્તિઓ યાદ આવે છે. "છે માનવી જીવનની ઘટમાળ એવી દુ:ખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી." દુ:ખગ્રસ્ત સંસારના ઉદ્ગાર માટે ચાર આર્યસત્ય આપનાર ભગવાન બુદ્ધનું - અવલોકિતેશ્વેરનું – વિશેષ અભિજ્ઞાનચિહ્ન કળશ છે. અવલોકિતેશ્વરનો આ કળશ કરુણામૃતથી છલકાય છે. કળશમાં અમૃતની કલ્પનાનું મૂળ શક્યતો સમુદ્રમંથનની કથામાં મળે છે. અમૃતની પ્રાપ્તિ માટે દેવો અને દાનવોએ સમુદ્રમંથન કર્યું. પ્રથમ તો હલાહલ વિષ નીકળ્યું એને ક્લ્યાણકારી શિવજીએ પીધું. પછી ચૌદરત્નો અને અંતે અમૃતકુંભારી ધન્વન્તરિ પ્રગટ થયા, અમૃતપ્રાપ્તિની ઝપાઝપીમાં અમૃતકુંભમાંથી જે જે સ્થળોએ અમૃતબિંદુઓ સરી પડયાં તે તે સ્થળોએ કુંભમેળો શરૂ થયો એવી માન્યતા છે. એનું તાત્પર્ય એ કે માનવદેહ એક જીવન કુંભ છે, દેહ ધડુલો છે, દેહ છાલો છે, ઈશ્વરનો દીધેલો છે તો સૃષ્ટિ માનવરૂપી કુંભનો મહદ્ મેળો છે. એમાં વિષ પણ છે અને અમૃત પણ, દૈવી સંપદ્ પણ છે અને આસુરી પણ. બન્ને વચ્ચેનો સંઘર્ષ પણ છે અને સમાધાન પણ. સર્વથી એ ઉપર છે - આ સૃષ્ટિના રંગમેળામાં આપણને મ્હાલતા કરનાર, અમૃતત્વની મોહિની લગાડનાર, કરુણામૃતની લ્હાણ કરાવનાર - લોમહેશ્વર માધવ. રસથી ભરેલી મટુકી છે, મટુકીમાં માધવ છે. ગોવિંદ આનંદ સ્વરૂપ છે. ગોવીંદામાં આનંદનો હિલ્લોળ છે. ગમર્તાનો ગુલાલ છે. સહજીવનની રસલ્હાણ છે. જગત મધ્યયુગનાં ખ્રિસ્તી વિરોધી મુસ્લિમ ધર્મયુદ્ધ તરફ ઘસડાઈ રહ્યું છે. ઈતિહાસમાં આ ધર્મયુદ્ધો “ક્રુઝેડ” નામે જાણીતાં છે. ધર્મયુદ્ધોનો બીજો મોરચો જેહાદ તરીકે ઓળખાય છે . જેમાં નવોદિત ઈસ્લામ ધર્મના કેટલાક ઝનૂની પ્રચારકો એમ માનતા હતા કે સ્વર્ગ માત્ર મુસ્લીમો માટે જ અનામત છે, અને ઈસ્લામમાં નહિં માનનારા લોકોનું બુદ્ધિ વડે નહિ તો બળ વડે, તેમનું ઈસ્લામીકરણ કરવું જોઈએ. અને તેમ કરનારને પણ પુણ્ય હાસલ થાય છે. ઈસ્લામમાં નહિ માનનાર “કાફરો માટે સ્વર્ગ નથી. આ વિચારસરણી પાછળ ધાર્મિક ભાવના કરતાં રાજ્યો અને સામ્રાજયો જીતવાની મહત્ત્વાકાક્ષા વધારે હતી. ચંગીઝખાન મુસ્લિમ ન હતો, પણ તેણે છેક પૂર્વે યુરોપ સુધી અને નૈઋત્ય એશિયા સુધીની દુનિયાને ઘમરોળી નાખી હતી અને પૂર્વ એશિયાથી પૂર્વ યુરોપ સુધીના દેશોના જાનમાલનો એવો વિનાશ કર્યો હતો કે, જગતના ઈતિહાસમાં તેનો કોઈ જોટો નથી. (ચંગીઝખાન અથવા જંઘીઝખાન નામમાં ખાન શબ્દ મુસ્લિમ નથી. તે મોંગોલિયામાં ઉમરાવનો દરજ્જો દર્શાવતો શબ્દ છે. મોંગોલિયા આજે પણ મુખ્યત્વે બૌદ્ધ છે.) ઈ.સ.ની ૧૫મી સદીથી ધર્મના નામે એક વધુ વ્યાપક યુદ્ધ સળગ્યું. ઈસુએ કોઈ ધર્મ સ્થાપ્યો ન હતો. તેઓ પોતે યહૂદી હતા. અને તેમણે ધર્મમાં પેઠેલા સડાને દૂર કરવા ઝુંબેશ ઉપાડી હતી. પશ્ચિમ એશિયા પર શાસન રોમન સામ્રાજયનું હતું, અને ઈસુ ખ્રિસ્તને દ્વેષી યહુદીઓએ રોમન સૈનિકો દ્રારા લોકોત્સવ, લોકસંગીત અને લોકનૃત્યના ક્ષેત્રમાં પણ ધડાએ રસ રેલ્યો છે. ઉત્તરપ્રદેશનું ચરકલા, પંજાબનું જાગો અને ગુજરાતનું જાગ - આ બધાં ઘટનૃત્યો છે. દક્ષિણ ભારતનું વાઘ ઘટમ્ અને ગુજરાતની માણ પણ ઘડાના જ પ્રકાર છે. તીર્થંકર પરમાત્માની સ્નાત્રપૂજામાં કળશનું ઘણું મહત્ત્વ છે. દેવો એક કરોડ સાઠ લાખ - કળશ વડે પ્રભુને ક્ષીરસમુદ્રના સુગંધી ઔષધયુક્ત જળથી સ્નાન કરાવે છે. કવિ વીરવિજયજી લખે છે, 'સાઠ લાખ ઉપર એક કોડી, કળશાનો અધિકાર.' વાસ્તુકલામાં તો કલશ - સર્વોપરિ વિરાગતે -- સર્વોચ્ચ સ્થાને વિરાજે છે. મંદિર કહીએ એટલે કળશ જોઈએ જ. તો જ મંદિર પૂર્ણત્વ પામે. કહેવાય છે જ્ઞાન્તાનિ હર્યાળિ અને શાન્ત મન્દિરમ્ અર્થાત્ જર્યાં. લહ-કંકાસનો અંત છે તે ઘર છે અને જયાં ઝળકતો કળશ છે તે મંદિર છે. કળશ પૂર્ણાહુતિના પ્રતીક તરીકે પણ વપરાય છે. જૈનોની ‘પૂજા’ના પ્રકારની રચનાઓમાં તથા અન્ય કેટલીક રચનાઓમાં અંતે ‘કળશ' ની પંક્તિઓ આવતી હોય છે. ઘણી જૈન હસ્તપ્રતોમાં તે જયાં પૂર્ણ થાય ત્યાં ‘કળશ'ની ઝીણી અક્ષર જેટલી આકૃતિ દોરવાની પ્રથા જોવા મળે છે. (એ આકૃતિ વખત જતાં લહિયાઓનાં અજ્ઞાન અને ઉતાવળને કારણે 'છ' જેવી બની ગઈ હતી.) આ કળશ ઊંચો થઈને જગતને ઈતિકર્તવ્યતાનો સંદેશ આપતો રહે છે. સંત જ્ઞાનેશ્વરે શ્રીમદ્ ભગવદ્ ગીતાને ગીતામંદિરની ઉપમા આપી છે. ગીતા જો મંદિર છે તો ગીતાનો પંદરનો અધ્યાય અર્થાત્ પુરુષોત્તમયોગ ગીતામંદિરનો લશાધ્યાય છે. જન્માષ્ટમીએ જન્મેલા સંતકવિ જ્ઞાનેશ્વરનો સમષ્ટિને સંદેશ છે "દેહને મંદિર બનાવી, આત્મરૂપી વિઠ્ઠલને ઓળખી, ઈશ્વરની આ લદારકૃતિ એવા ફ્લેવરની કૃતાર્થતાનો લશાધ્યાય લખી જીવનગ્રંથની સમાપ્તિ કરો “ *** ધર્મયુદ્ધોના ઝરતા અંગારા Dવિયગુપ્ત મૌર્ય પકડાવી દઈને વધસ્થંભ પર ખીલા વડે જડાવીને તેમનું મોત નીપજાવ્યું હતું. ખ્રિસ્ત શબ્દ કદાચ પહેલીવાર ઈસુ મસિહ (પયગંબર) માટે વપરાતો થયો. પયગંબર હોવાનો વિનમ્ર ઈસુનો કોઈ દાવો ન હતો. અને જો તેના શિષ્યો પૈકી ચાર શિષ્યો, મૈથ્યુ, માર્ક, લ્યુક અને જહાઁને નવાં વસિયતનામાં તરીકે ઓળખાતું નવું બાઈબલ લખ્યું ન હોત તો, કદાચ આપણે ઈસુથી પરિચિત થયા ન હોત. ઈસુના નામે ઓળખાયેલો બોધ (GOSPEL) યહૂદી અને મુસ્લિમ ધર્મમાં વેરાઈ ગયો હોત. એક ઓછી જાણીતી હકીકત એ છે કે, યહૂદીઓ આપણા દેશમાં ઈસુના જન્મ પહેલાં અથવા તેની આસપાસના કોઈ સમયે આવ્યા હતા. મંદિર બાંધીને પોતાના ધર્મનો પ્રચાર કર્યો હતો. તેમને હિંદુસ્તાન સુધી આકર્ષી લાવનાર મલબારના તેજાના અને હિંદનું મુલામય કાપડ હતું. ભૌગોલિક રીતે, ઈઝરાયેલ અથવા પેલેસ્ટાઈન (ફીલીસ્ટાઈન) પશ્ચિમ એશિયામાં ભૂમધ્ય સમુદ્રના કાંઠાના સિરિયાની ગોદમાં છે. ઈસુની હત્યા પછી, પશ્ચિમ એશિયા યહૂદીઓ અને ખ્રિસ્તીઓની વચ્ચેના ધર્મયુદ્ધનું રણમેદાન બની રહ્યું. જ્યાં સુધી યુરોપમાં રોમન સામ્રાજ્યનું વર્ચસ્વ હતું ત્યાં સુધી ખ્રિસ્તીઓ ત્યાં ફાવ્યા નહિં, રોમનોને તેમનો પોતાનો આર્ય ધર્મ કહીં શકાય એવો ધર્મ હતો. તેમાં દેવદેવીઓના મંદિરો હતા. તેવું જ પ્રાચીન ગ્રીસ વિષે હતું. તેની ઉપર પણ, આપણા પૌરાણિક સાહિત્યનો અને સંસ્કૃત ભાષાના શબ્દોનો પ્રભાવ

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156