________________
૧૦
પ્રબુદ્ધ જીવન
દાન
ધનની સુગિત
પૂ. આચાર્યશ્રી પૂર્ણચંદ્રસુરિજી મહારાજ
-
અગિયારમાં પ્રાણ તરીકેની પ્રતિષ્ઠા આપીને, લોભી-લોકોએ દુનિયાને જે ધનની પાછળ પાગલ બનાવવાનું કામ કર્યું છે, એ ધનનું સંપાદન હજી સહેલું છે, કારણકે એ મેલા-પુણ્યના પ્રભાવેય થઈ શકે છે. પરંતુ એનો સદુપયોગ તો ખૂબ જ કઠિન છે. કારણ કે શુદ્ધ-પુણ્યના પ્રભાવ વિના એ થઈ શક્તો નથી. ધન ચીજ જ એવી છે કે, એ ઘરમાં આવ્યા પછી સ્થિર ન રહી શકે. એને સન્માર્ગે વાળીએ, તો સારી વાત છે ! નહિ તો અધમ માર્ગેય હાથતાળી દઈને નાસી છૂટયા વિના એ રહેવાનું નથી. ।
કે
ધનને માટે સંસ્કૃતમાં દ્રવ્ય શબ્દનો જે પ્રયોગ કરવામાં આવ્યો છે, એ ખૂબજ સાર્થક છે. જે દ્રવ એટલે પ્રવાહી-ચીજની જેમ સતત વહ્યા કરે, એ દ્રવ્ય ! ધનનો સ્વભાવ પણ સતત વહેવાનો જ છે ને ? ધનને આવવાના માર્ગો કદાચ અનેક હશે ! પણ એને જવાના માર્ગો તો ત્રણ જ છે. દાન, ભોગ અને નાશ: ધનની આ ત્રણ ગતિ છે. જે ધન દાનના કે ભોગના કામમાં ન આવે, એનો અંજામ નાશમાં આવ્યા વિના રહેતો નથી.
દાન, ભોગ અને નાશ: આમાં દાન જ ધનની સુત છે, ભોગ અને નાશ તો ધનની દુર્ગતિ છે. ઉદારનું ધન દાનનો માર્ગ ગ્રહણ કરીને સ્વ-પર માટે ઉપકારક બની જાય છે. સ્વાર્થીનું ધન ભોગની અને કૃષ્ણનું ધન વિનાશની દુર્ગતિ પામીને સ્વ-પર માટે અપકારક બની બેસે છે. વહેવાના સ્વભાવવાળા ધનની આસપાસ, ગમે તેવા કોટ- કાંગરા રચીને એને સ્થિર કરવાના પ્રયાસ કરવામાં આવે, તોય એમાં સફળતા મળવી સંભવિત જ નથી. કારણ કે પાણીની જેમ પૈસો પણ સંગૃહીત થાય, તો આસપાસમાં બદબૂ ફેલાયા વિના રહી શકતો નથી.
માનવને ભવ પામ્યા પછી મુમુક્ષુએ એવા જીવનને અંગીકાર કરવું જોઈએ કે, જયાં બધાં અનર્થોના મૂળ સમા પૈસાનો પડછાયો પણ લીધા વીના ચાલી શકે ! આવું જીવન સાધુ જ જીવી શકે ! જેનામાં આ તાકાત ન હોય, એણે સંતોષી તરીકેનું જીવન જીવવું જોઈએ અને પગરખાની જેમ એણે પૈસાનો ઉપયોગ કરવો જોઈએ ! પગરખું જેમ નાનું હોય, તો એમાં પગ પેસે નહિ. સંઘની નવી કાર્યવાહક સમિતિ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા શનિવાર, તા. ૧૨-૧૦-૧૯૯૧ રોજ સાંજના ૪-૩૦ ક્લાકે પરમાનંદ કાપડિયા સભાગૃહમાં મળી હતી. સંઘના અન્વેખિત હિસાબો, સરવૈયું અને નવા વર્ષનાં અંદાજપત્રો રજૂ થયા બાદ અને તે મંજૂર થયા બાદ નીચે પ્રમાણે પદાધિકારીઓની સર્વાનુમતે -વરણી કરવામાં આવી હતી.
1
D પદાધિકારીઓ : (૧) ડૉ. રમણલાલ ચી. શાહ - પ્રમુખ (૨) શ્રી ચીમનલાલ જે. શાહ - ઉપપ્રમુખ (૩) શ્રીમતી નિરુબહેન એસ. શાહ - મંત્રી (૪) શ્રી પ્રવીણચંદ્ર કે. શાહ - મંત્રી (૫) શ્રી પન્નાલાલ ૨. શાહ - કોષાધ્યક્ષ
તા. ૧૬-૧૧-૯૧
કદાચ પગને એમાં પેસાડી દેવામાં આવે, તોય એ પગરખું ડંખ્યા વિના ન રહે; પગરખું જેમ મોટું હોય અને એ પહેર્યું હોય, તો એ ગુલાંટ ખવરાવે ! એમ સંતોષી-શ્રાવક પૈસાનો સંગ્રહ કરવો જ પડે, તો એ રીતે કરે કે, જેથી જીવનનિર્વાહ માટે કોઈની પાસે હાથ લંબાવવાનો અવસર ન આવે !ધન-સંગ્રહ પ્રમાણસરનો હોય, તો જ વધુ અનર્થકારી ન નીવડે, એ વાતને સમજવા નખ અને વાળનું દ્રષ્ટાંત પણ સુંદર બોધ દઈ જાય છે. નખ જેમ પ્રમાણસર હોય, તો જ શોભે, નખને વધુ પડતો લાંબો બનાવવાનો લોભ, જેમ ઠેસ વાગતા આખાને આખા નખને મૂળથી ગુમાવવાની સ્થિતિનો ભોગ બનાવે છે. એમ ધનનો પણ અતિલોભ ઘણીવાર સંપૂર્ણ ધનની હાનિમાં પરિણમે છે. વાળ પણ જેમ પ્રમાણસર હોય, તો જ શોભે છે. એનું પ્રમાણ વધી જતા ગાંઠના પૈસા ખરીનેય માણસ । અને સપ્રમાણ બનાવે છે. ધનનું પણ આવું જ છે. જીવનની જરૂરીયાતથી અધિક ધન હોય, તો એનો દાન-માર્ગે સદુપયોગ કરવાથી જ માણસ શોભે છે. જરૂરિયાતમાં ઘટાડો કરીનેય દાન કરનાર માણસની મહાનતા તો અવર્ણનીય ગણાય છે.
ધનની સુતિ દાન જ કઈ રીતે ? આના જવાબમાં કહી શકાય કે, ધનના ઢગ તો ઘણા મેળવી જાણે છે, અને ભોગ દ્વારા તેમજ કંજૂસાઈ દ્વારા એને વેડફી દેનારાઓનોય તોટો નથી. પણ ધન મેળવ્યા પછી પરિગ્રહના પ્રાયશ્ચિત કરવાની પ્રક્રિયા રૂપે દાન કરનારા વિરલ જ મળતા હોય છે. દાનના માર્ગે વહેતું ધન જર્યાથી જાય છે અને જયાં જાય છે, એ બંને સ્થાને ઉપકારનો ઉદ્ઘોષ જ જગવતું હોય છે. માટે જ ધનની સુગતિનું સૌભાગ્ય દાનના કપાળે અંકિત થયું
છે.
પાપની પરંપરાનો અનુબંધ ધરાવતા પુણ્યના પ્રભાવે મળતું ધન ભોગ અને નાશ દ્વારા વધુ મોટી પાપ-પરંપરાના સર્જનનું વાહક બની જાય છે, માટે જ ભોગ અને નાશ ધનની દુર્ગતિ ગણાય છે. જયારે પુણ્યની પરંપરાનો અનુબંધ ધરાવતા પુણ્યના પ્રભાવે મળતું ધન દાન દ્વારા વધુ મોટા પુણ્ય-પરંપરાના સર્જનનું વાહક બની જાય છે, માટે જ દાન ધનની સુગિત ગણાય છે. *
Dશ્રી મ. મો, શાહ સાર્વજનિક વાચનાલય - પુસ્તકાલય સમિતિ : (૧) શ્રી પ્રવીણભાઈ મંગળદાસ શાહ - મંત્રી (૨) પ્રા. તારાબહેન ર. શાહ (૩) શ્રી રસિકલાલ લહેરચંદ શાહ (૪) શ્રી ઉષાબહેન મહેતા (૫) શ્રી વસુમતીબહેન ભણસાલી (૬) શ્રી પુષ્પાબહેન સી. પરીખ અને (૭) શ્રી ગણપતભાઈ મ. ઝવેરી
વાચનાલય - પુસ્તાકાલયના પાંચ ટ્રસ્ટીઓની નિયુક્તિ છ વર્ષ માટે થાય છે. સન- ૧૯૯૨ સુધી ચાલુ રહેનારા પાંચ ટ્રસ્ટીઓનાં નામ આ પ્રમાણે છે : (૧) ડૉ. રમણલાલ ચી. શાહ (૨) શ્રી ચીમનલાલ જે. શાહ (૩) શ્રી કે.પી. શાહ (૪) શ્રી પ્રવીણભાઈ મંગળદાસ શાહ (૫) શ્રી સુબોધભાઈ એમ. શાહ.
સુધારો
સહયોગ કુષ્ટ યજ્ઞ ટ્રસ્ટમાં નોંધાયેલી અને ગત અંકમાં પ્રગટ થયેલી રકમો સરતચૂકને કારણે બે વાર છપાઈ ગઈ છે :
(૧) ૫૦૦૦/- શ્રી મહેશભાઈ પી. શાહ (૨) ૨૫૦૦/- શ્રી જયાબહેન ચેરીટીઝ
_કાર્યવાહક સમિતિ : આ સભામાં કાર્યવાહક સમિતિની ચૂંટણી થતાં નીચેના સભ્યો મતાનુક્રમે ચૂંટાઈ આવ્યા હતા.. (૧) પ્રા. તારાબહેન રમણલાલ શાહ (૨) શ્રી સુબોધભાઈ એમ. શાહ (૩) શ્રી મફતલાલ ભીખાચંદ શાહ (૪) શ્રી રસિકલાલ લહેરચંદ શાહ (૫) શ્રી કે.પી. શાહ (૬) શ્રીમતી સ્મિતાબહેન એસ. કામદાર (૭) શ્રી ઉષાબહેન મહેતા (૮) શ્રી પ્રવીણભાઈ મંગળદાસ શાહ (૯) શ્રી અમર જરીવાલા (૧૦) શ્રી વસુમતીબહેન ભણસાલી (૧૧) શ્રી ગણપતભાઈ મ. ઝવેરી (૧૨) શ્રી પુષ્પાબહેન સી. પરીખ (૧૩) રૂ. ૨૫૦૦૦/- છપાઈ છે તે મુદ્રણદોષ છે. શ્રી શૈલેશભાઈ એચ. કોઠારી (૧૪) શ્રી ધીરજલાલ ફૂલચંદ શાહ (૧૫) શ્રી
નેમચંદ એમ: ગાલા.
D કો. ઓપ્ટ. સભ્યો : શનિવાર, તા. ૧૯-૧૦-૧૯૯૧ના રોજ કાર્યવાહક સમિતિની પ્રથમ સભા મળતા તેમાં આ પ્રમાણેના સભ્યોને કો ઓપ્ટ. કરવામાં આવ્યા છે : (૧) શ્રી જયંતીલાલ પી. શાહ (૨) શ્રી ચંદ્રકાંત દીપચંદ શાહ (૩) શ્રી જયાબહેન ટી. વીરા (૪) શ્રી સુલીબહેન અનિલભાઈ હીરાણી અને (૫) શ્રી મીનાબહેન એન. શાહ.
(૩) ૨૫૦૦/- શ્રી પન્નાલાલ છેડા અને વૈશાલી જયંત છેડા (૪) ૨૫૦૦/- શ્રી સુરેશભાઈ શાહ (મે. મશિનરી ઈન્ટેક્ષ) શ્રીમતી રમીલાબહેન નગીનદાસ વોરાની રકમ રૂ. ૨૫૦૦/-ને બદલે
D તંત્રી.
શ્રદ્ધાંજલિ
છેલ્લા થોડાક માસ દરમિયાન સંધની કાર્યવાહક સમિતિના સભ્યો (૧) ડૉ. નરેન્દ્ર ભાઉ (૨) શ્રી અરવિંદ મોહનલાલ ચોકસી અને (૩) શ્રી પ્રમોદભાઈ પોપટલાલ શાહનું દુ:ખદ અવસાન થયું છે. આથી
સંધને એમની ભારે ખોટ પડી છે.
સમિતિના આ ત્રણે સભ્યોના આત્માને અમે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. ઊ તંત્રી