________________
વર્ષ : ૨
અં ક : ૧૧
તા. ૧૬-૧૧-૧૯૯૧
Regd. No. MH. By / South 54 Licence No. : 37 શ્રી મુંબઈ જૈન યુવક સંધનું માસિક મુખપત્ર
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯ થી ૧૯૮૯ : ૫૦ વર્ષ તંત્રી : રમણલાલ ચી. શાહ
સ્વ. જયમલ પરમાર
લોકસાહિત્યના સંશોધન સંપાદન અને અધ્યયનના ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપનાર, સાહિત્ય અને રાજકારણના સમર્થ અભ્યાસી, પીઢ પત્રકાર, 'ઊર્મિ-નવરચના'ના તંત્રી, સ્વ. ઝવેરચંદ મેઘાણીના સમર્થ અનુગામી શ્રી જયમલ પરમારનું એથી વર્ષની વયે રાજકોટમાં થોડા સમય પહેલાં અવસાન થયું છે. એમના અવસાનથી કેટલાંયને એક હિતેચ્છુ મુરબ્બી સ્વજન ગુમાવ્યાનો અનુભવ થયો હશે !
સ્વ. જયમલ પરમારનું નામ તો કૉલેજના વિદ્યાભ્યાસના વર્ષો દરમિયાન ઠેઠ ૧૯૪૪માં સાંભળ્યું હતું, પરંતુ તેમને રાજકોટમાં રૂબરૂ મળવાનું પંદરેક વર્ષ પહેલાં થયેલું. ત્યાર પછી તો જયારે જયારે રાજકોટ જવાનું થતું.ત્યારે અચૂક એમને મળવા જતો. એમની સાથે પત્રવ્યવહાર પણ નિયમિત થતો.
પંદરેક વર્ષ પહેલાં એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક મિટિંગ માટે મારે રાજકોટ જવાનું થયું ત્યારે કરણપરામાં રહેતા મારા પરમ મિત્ર શ્રી શશિાન્તભાઈ મહેતા મને જાગનાથ પ્લોટમાં શ્રી જયમલભાઈ પરમારને મળવા માટે લઈ ગયા હતા. શશિકાન્તભાઈએ મારો પરિચય કરાવ્યો. પરંતુ જયમલભાઈએ કહ્યું કે તેઓ મારા નામથી પિરિચત હતા. 'પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થતા મારા લેખો ધ્યાનપૂર્વક તેઓ વાંચી જાય છે એ જાણી મને વિશેષ આનંદ થયો. પછી જયમલભાઈને પણ મેં મારા કૉલેજકાળનાં સ્મરણો કહ્યાં અને 'ગગનને ગોખે, 'ખંડિત કલેવરો, અણખૂટ ધારા, ‘શાહનવાઝની સાથે’ ‘સરહદ પાર સુભાષ’. વગેરે પુસ્તકો કેટલાં રસપૂર્વક અને ઉત્સુકતાથી હું વાંચી ગયો હતો તે મેં એમને જણાવ્યું. એથી તેઓ પણ પ્રસન્ન થયા. એ લખાણોને એક આખો જમાનો વીતી ચૂક્યો હતો.
ઈ.સ. ૧૯૪૪માં મેટ્રિકની પરીક્ષા પસાર કરીને હું જ્યારે કોલેજમાં દાખલ થયો ત્યારે કાકાસાહેબ કાલેલકરના 'જીવનનો આનંદ' (તે સમયની બૃહદ્ આવૃત્તિ)ના બર્ધા લેખો રસપૂર્વક વાંચી ગયો હતો. સ્થળ વિશેષના લેખો સમજવામાં તો કોઈ મુશ્કેલી નહોતી પડી, પરંતુ આકાશના તારાઓ-નક્ષત્રો વિશેના લેખોમાં એ કિશોર વયે યોગ્ય સંદર્ભના અભાવે બહુ સમજ પડતી ન હતી. એ વખતે હું મુંબઈમાં ગોવાલિયા ટેન્ક ઉપર આવેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહીને ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ કરતો. હતો. એ વખતે શ્રી બિપિનભાઈ કાપડિયા નામના એક વિદ્રાન [ડૉ. હીરાલાલ સિક્લાલ કાપડિયાના સુપુત્ર] એમ.એ. થયા પછી સંસ્કૃત-પ્રાકૃતમાં Ph. D.ના અભ્યાસ માટે વિદ્યાલયમાં રહેવા આવ્યા હતા. ભાષાના વિષયમાં સમાન રસને કારણે તેમની સાથે મૈત્રી થઈ હતી. તેઓ અમને કેટલાક વિદ્યાર્થીઓને અગાસીમાં રાત્રે લઈ જઈ ખુલ્લા આકાશના તારાઓ, નક્ષત્રો વગેરેનો પરિચય કરાવતા. એથી એ વિષયમાં મારો રસ વધતો જતો હતો. પરંતુ ગુજરાતીમાં તે માટે કોઈ પુસ્તક મળતું નહોતું. તેવામાં નિરંજન વર્મા અને જયમલ પરમાર કૃત ગગનને ગોખે' નામનું પુસ્તક પ્રગટ થયું. એ પુસ્તકે તારાઓના અભ્યાસના મારા રસને વધુ દઢ બનાવ્યો. ત્યાર પછી તેમના ‘આકાશપોથી' નામનું પુસ્તક અને શ્રી
વાર્ષિક લવાજમ રૂ. ૩૦
છોટુભાઈ સુથારના તારાઓ વિષેનાં પુસ્તકો મને બહુ સહાયરૂપ બન્યાં હતાં. નિરંજન વર્મા અને જયમલ પરમાર ૧૯૩૫ થી ૧૯૫૦ના ગાળામાં તે સમયના યુવાનોમાં બહુ રસપૂર્વક વંચાતા લેખક હતા. તેઓ વિવિધ વિષયો ઉપર લખતાં. તારાઓની જેમ પક્ષીઓ વિશે લખેલું ‘આપણે આંગણે ઊડનારાં' પુસ્તક પણ હું રસપૂર્વક વાંચી ગયો હતો.
જયમલભાઈને પહેલીવાર મળતાની સાથે જ તેમના સંસ્કારી અને પ્રભાવશાળી વ્યક્તિત્ત્વની તથા ઘરની સ્વચ્છતાની અને સુઘડતાની એક સરસ છાપ પડી હતી. સવારે ઊઠીને સ્નાન વગેરેથી સજ્જ થઈને તેઓ ખાદીના ઈસ્ત્રી બંધ પહેરણ અને પાયજામો પહેરીને બેઠા હોય. ઘરનું બારણું ખોલતાં જ તેમના વદન ઉપર સ્મિત અને આતિથ્ય સત્કારનો ભાવ છલકાતો હોય. ગમે તેવી નાની મોટી વ્યક્તિ આવી હોય તો પણ તેઓ એટલા જ ઉમળકાથી સહુને બોલાવતા. એમના ધરમાં બધુ જ વ્યવસ્થિત, સ્વચ્છ અને સુઘડ જોવા મળે. કાંય કાગળની ચબરખી જેટલો કચરો પણ જોવા ન મળે. પલંગની ચાદર ઉપર કોઈક કરચલી કે ડાધ જોવા ન મળે.
સ્વ. જયમલભાઈનો જન્મ ૬ઠ્ઠી નવેમ્બર, ૧૯૧૧માં વાંકાનેરમાં થયો હતો. એમના પિતા દિવાન પ્રાગજીભાઈનું નાની વયે અવસાન થયું હતું. ત્યારે જયમલભાઈની ઉંમર માત્ર છ માસની થઈ હતી. એટલે યમલભાઈનો ઉછેર એમના મોસાળ વાંકાનેરમાં નાના-નાની પાસે થયો હતો. તે વખતે સાંભળેલાં હાલરડાં, લોકગીતો બાળકથાઓ વગેરેના સંસ્કાર એમના ચિત્તમાં દઢપણે અંકિત થયેલાં.
૧૯૩૦માં ગાંધીજીએ જયારે મીઠાના સત્યાગ્રહ માટે દાંડીકુચ કરી ત્યારે ગુજરાત, સૌરાષ્ટ્ર અને સમગ્ર દેશમાં અનેક કિશોરો અને યુવાનોએ શાળા-કૉલેજનો અભ્યાસ છોડી · આઝાદીની લડતમાં ઝંપલાવેલું. તેમાં જયમલભાઈ પણ હતા. તેમણે વાંકનેર અને ધોલેરામાં સત્યાગ્રહની લડતમાં સધ્યિ ભાગ લીધો હતો. અમરેલીમાં વિદેશી કાપડના વિરોધમાં તેઓ ઉપવાસ પર ઊતરેલા. એમની સામે ધરપકડનું વોરંટ નીકળતાં તેઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયેલા અને એક સ્થળેથી બીજે સ્થળે ભાગતા રહેતા.
૧૯૩૨માં સત્યાગ્રહની લડતમાં તેમની ધરપકડ થઈ હતી અને તેમને અઢી વર્ષ જેલમાં વીતાવ્યા હતાં. જેલમાંથી છૂટયા પછી તેઓ “ ફૂલછાબ’ સાપ્તાહિકમાં જોડાયા હતા. પરંતુ ૧૯૪૨ની હિન્દ છોડો'ની લડત શરૂ થઈ ત્યારે 'ફૂલછાબ'ની નોકરી છોડીને તેઓ સ્વાતંત્ર્ય સંગ્રામના એક સૈનિક બન્યા હતા અને કાઠિયાવાડમાં અનેક ગામોમાં તેમણે સભાઓને સંબોધન કરીને લોકોને જાગૃત કર્યા હતા. જયમલભાઈએ આ રીતે ઊગતી યુવાનીનાં કિંમતી વર્ષો આઝાદીની લડતના એક સક્રિય કાર્યકર્તા તરીકે વીતાવ્યાં હતાં. એને લીધે સ્વાતંત્ર્ય સંગ્રામના સંખ્યાબંધ નેતાઓ અને કાર્યકર્તાઓના નિકટના સંપર્કમાં આવવાનો એમને સુંદર અવસર સાંપડયો હતો.
ફૂલછાબ'માં ત્યારે ઝવેરચંદ મેઘાણી તંત્રી હતાં. તેમના હાથ નીચે યુવાન જયમલભાઈએ, નિરંજન વર્માની સાથે ‘ફૂલછાબ’ના સહતંત્રી તરીકેની જવાબદારી