Book Title: Prabuddha Jivan 1991 Year 02 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 108
________________ પ્રબુદ્ધ જીવન ૧૬ અને શોચનીય પરિસ્થિતિ જ ગણાય. મોટા પ્રશ્નો કરતાં નાની નાની વસ્તુઓ મુશ્કેલી સર્જે એમ જ્યારે સાહિત્યકારો ક્યે છે ત્યારે તેઓ નાની વસ્તુઓ સાથે ચીટકી રહેવાનું કહેવા માગતા હોતા નથી. વાસ્તવમાં, તેઓ તો રમૂજ દ્વારા પણ આપણે નાની વસ્તુઓ છોડીએ એવું સૂચન કરતા હોય છે. આ સૂચન આપણને સહજ રીતે થતું પણ હોય છે, પરંતુ થોડી વાર પછી આપણે હતા ત્યાં ને ત્યાં જ રહીએ છીએ. આપણે નાની નાની વસ્તુઓ જતી ન જ કરી શકીએ ? તેમ કરવા માટે ભારે માનસિક પુરુષાર્થ કરવો પડે તેમ છે. તેનું કારણ એ છે કે આપણાં જીવનમાં હું એટલે કર્તવ્યપરાયણ આજીવિકા રળ નાર ધર્માભિમુખ + ફુરસદના સમયમાં સારાં વાંચન દ્વારા સમજદાર બનવા મથતો + નિ:સ્વાર્થભાવે અન્યને ઉપયોગી થવા પ્રવૃત્ત રહેતો માણસ એવો સ્થિર ભાવ કેળવવાને બદલે હું એટલે આવી આવી ખાસિયતો ધરાવનાર + અન્યથી વિશેષ સમજદારી ધરાવનાર + અન્યથી ચડિયાતો અને તેથી વધારે મહત્ત્વનો માણસ એવું સમીકરણ પ્રિય બને છે. તેથી જયારે અહમ ઘવાય છે, ત્યારે મન ભાંગ્યું ક્વણ,' ખડગ તણા સહીએ ઘા, સહ્યાં વચન નવ જાય એવી પંક્તિઓ યાદ કરીને આપણે આપણા અહમને વધારે ને વધારે ભારે બનાવતા રહીએ છીએ. અહમને હળવો બનાવવા માટે ક્ષમાની વાત મનને સમજાવવી જોઇએ. • Lef go - જતું કરવું 'ની વાત મન પર ઠસાવતા રહેવું જોઇએ. • ભગવાન જે કરે તે સારા માટે" નું સત્ય મગજમાં ઘૂંટતા રહેવું જોઇએ. આવો સતત મહાવરો સહ્રદયતાથી થયા કરે તો અહમની ઉગ્રતામાં ફેર પડતો રહે અને નાની વસ્તુઓ પ્રત્યેની આસિત ઘટ્યા લાગે. આવો ઉપાય ન જ યોજવામાં આવે તો આ પ્રકારની આક્તિ માણસને ક્યાં લઈ જાય તે કહી શકાય નહિ. પતિ જમવા બેસે છે, તે બેક કોળિયા મ્લાન વદને ખાય છે. પત્ની વિમાસણ અનુભવે છે. અચાનક પતિનો રોષ ભભૂકી ઊઠે છે, • રોજ પોતાને ભાવતું શાક થાય છે. મારી કંઈ જ પડી નથી. થાકયા પાક્યા આર્મીએ અને ન ભાવે એવું જ ખાવાનું ! ́ અહીં ઘડીભર માની લઇએ કે પત્નીની ભૂલ છે. પરંતુ પત્નીની ભૂલ એટલે કોની ભૂલ ? પોતાની અર્ધાંગનાની ભૂલ, પોતાનાં પ્રિયતમ પાત્રની ભૂલ, પોતાની જીવનસંગિનીની ભૂલ. તો પોતાનાં પ્રિયતમ પાત્રની ભૂલ આપણે જતી ન કરી શકીએ ? પરંતુ પત્ની શ્રી મુંબઇ જૈન યુવ સંઘ દ્વારા આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળાએ આ વર્ષે સત્તાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. જ્ઞાન અને સાધનાની જ્યોત સમી આપણી આ પર્યુષણ વ્યાખ્યાનમાળાને છેલ્લાં નવેક વર્ષથી શ્રી સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટનો આર્થિક સહયોગ મળતો રહ્યો છે. આ વર્ષની વ્યાખ્યાનમાળા ડૉ. રમણલાલ ચી. શાહના પ્રમુખસ્થાને ગુરુવાર, તા.૫મી સપ્ટેમ્બર, ૧૯૯૧થી ગુરુવાર, તા. ૧૨મી સપ્ટેમ્બર, ૧૯૯૧ સુધી એમ આઠ દિવસ માટે ચોપાટી ખાતે બિરલા કીડા કેન્દ્રમાં યોજવામાં આવી હતી. આ વ્યાખ્યાનમાળાનો સંક્ષિપ્ત અહેવાલ નીચે પ્રમાણે છે : ઘ આત્મા - બિંબ ઔર પ્રતિબિંબ : પ્રથમ દિવસે આ વિષય પર વ્યાખ્યાન આપતાં પૂ. સાધ્વીશ્રી ફુલકુમારીજીએ જણાવ્યું હતું કે જૈન ગ્રંથોમાં આત્માનાં ત્રણ સ્વરૂપો બતાવ્યાં છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા.. અસાર એવા આ સંસારમાં આપણે એવી સાધના કરવાની છે કે જેથી આત્મામાંથી પરમાત્મા બની શકાય. આપણને બહાર જોવાની જ ટેવ છે. પરંતુ આપણે આપણા અંતરમાં ડોક્યુિં કરવાની જરૂર છે. જે વ્યક્તિ અંતરમુખ બને છે. તે સંસારને સાર્થક બનાવી શકે છે. E અહમથી અહંમની યાત્રા : શ્રી શશિકાન્ત મહેતાએ આ વિષય પર બોલતાં કહ્યું હતું .કે આ સંસારમાં અમને છોડવાથી અહંમ તરફ જઈ શકાય છે. અર્હમની યાત્રામાં હૃદયમાં પ્રભુનો વાસ, આંખોમાં પ્રભુનું દર્શન, મુખમાં પ્રભુનું નામ, હાથથી પ્રભુનું કામ અને પ્રભુના તીર્થમાં જ મ આ પાંચ વસ્તુ મહત્ત્વની છે. ક્તવ્યનિષ્ઠ ચેતનવંતા શ્રમણો અને પ્રબળ જેનો આજે છૂટ્ટા પડી ગયા છે. આ બંને શક્તિઓને એક કરવામાં આવે તો જૈન શાસનમાં ઘણું મહત્ત્વનું કાર્ય થઈ શકે. Hવરથી ઘેર શમે નહિ આ વિષય પર વ્યાખ્યાન આપતાં (16 તા. ૧૯-૯-૯૧ પરના અધિકારની સ્થાપિત પ્રણાલિકાને લીધે પતિનો અહમ પત્ની પ્રત્યે સવિશેષ ઉગ્ર બને છે, તેથી તે પોતાનું પ્રિયતમ પાત્ર છે. તેથી તેને છેક વિસ્મૃતિ થઇ જાય છે. પરિણામે, આવી નાની વાતને લીધે પત્ની પોતાને પિયર જાય એવો ક્લહ થઇ જાય. પત્ની પણ પોતાનાં પ્રિયતમ પાત્ર પ્રત્યે પોતાનો અહમ યોગ્ય સંદર્ભમાં ગોઠવી શક્તી નથી; તેમાં નાનમ નથી, પણ પ્રેમ-ક્ષમા માનવધર્મનો પ્રશ્ન રહેલો છે. પતિ પોતાનો અહમ પ્રેમની પરિભાષામાં ગોઠવે અને પત્ની પોતાનાં મહત્ત્વનો અહમ પ્રેમ–સમર્પણની ભાષામાં ગોઠવે તો નાની વસ્તુઓની પરેશાનીનો પ્રશ્ન થાય જ નહિ, બલકે આનંદ અને સંતોષનું મધુર જીવન બનતું રહે. સારાંશ તરીકે એમ કહી શકાય કે નાની વસ્તુઓની ભૂમિકામાં માનની ભૂમિકા રહેલી છે. સંત તુલસીદાસે ગાયું છે : कमल तज्यो कामनी तज्यो तज्यो धातुको संग । . तुलसी लघु भोजन करी जीवे मानके संग ॥ પર્યુષણ વ્યાખ્યાનમાળા P અહેવાલ : ચીમનલાલ એમ. શાહ, ક્લાયર' માણસ ઘણું ત્યજી શકે છે, પણ માન તેના જીવનનો આધારસ્તંભ બની રહે છે. માનના મધુરતમ સ્વાદને લીધે માણસ પાયમાલ બને તો પણ તેને પોતાની મૂર્ખાઇ સમજાતી હોતી નથી, માન છોડવું અવશ્ય અતિ કઠિન છે, પણ અશક્ય નથી. માન છોડવા માટે પ્રયોગો અજમાવવા પડે તેમજ સતત મહાવરો રાખવો પડે. ભગવાન પ્રત્યે પ્રેમ થાય, ધર્મ-ભક્તિ અને સંતસમાગમ માટે પુરુષાર્થ રહે અને બીજા મારા કરતાં વધારે સારા છે એવી પ્રતીતિ દૃઢપણે રહે તો માન જાય. પરિણામે, નાની વસ્તુઓ પ્રત્યેની આસક્તિ જતી કરતાં આવડે. છેલ્લે તો ઠોકર વાગે અથવા આઘાતો લાગ્યા કરે તેનાં ભાનમાંથી ફરજિયાત રીતે આ આસક્તિ ઘટવા લાગે. ઠોકરની રાહ જોવી જ હોય તો કોઇ કોઇને ના પાડી શકે નહિ. પરંતુ ઠોકરની રાહ જોતાં જોતાં વૃદ્ધાવસ્થા અને મરણશય્યા આવી પહોંચે ત્યારે કોઇનો દોષ કાઢવાનો રહે નહિ. નાની વસ્તુઓ પ્રત્યે જે મમત્વ બંધાયું છે તેને બદલે મોટી બાબતો જેવી કે, જીવનમાં કંઇક ઉચિત મેળવવું, પોતાનો વિકાસ સાધવો, કોઇને પણ નિ:સ્વાર્થભાવે યથાશક્તિ ઉપયોગી થવું, યોગ્ય સમજ મેળવવી, ધર્મ–ભક્તિમાં પ્રગતિ કરવી, અન્ય લોકો સાથે સારા સંબંધો રાખવા વગેરે પ્રત્યે મમતા-આસક્તિના પ્રવાહને વળાંક આપી શકાય. આ પ્રકારનો ઉધમ સર્વથા અવશ્ય વિશ્ર્વસનીય છે. પૂ. સાધ્વીશ્રી જયંતપ્રભાશ્રીજીએ જણાવ્યું હતું કે આ જગતમાં વેર દ્વેષમાંથી ઉત્પન્ન થાય છે. દ્વેષ અજ્ઞાનતા અને અહંકારમાંથી ઉત્પન્ન થાય છે અને એનાથી જીવન હંમેશાં દુ:ખમય રહે છે. માનવજીવનને ક્રોધ, માન, માયા, લોભ એટલે કે રાગ, દ્વેષ આદિ કષાયો દુર્ગતિમાં લઇ જાય છે તેથી તેનો સર્વથા ત્યાગ કરી પ્રેમ, સદ્દભાવ, ગુણાનુરાગ અને ક્ષમાને જીવનમાં સ્થાન આપવું આવશ્યક છે. પીડ પરાઈ જાણે રે : ડો. ગૌતમ પટેલે આ વિષય પર વ્યાખ્યાન આપતાં કહ્યું હતું કે પારકાની પીડા જેને સતત સતાવે છે, પારકાની પીડાને દૂર કરવા જે સતત વિચારે છે તે મહાપુરુષ બને શકે છે. આ વિશ્વમાં ભગવાન મહાવીર, બુદ્ધ, ગાંધી વગેરે તેનો જવલંત ઉદાહરણો છે. જે મનુષ્ય બીજાને ઉપયોગી થતો નથી, બીજાના દુ:ખમાં સહભાગી બની શક્તો નથી તેનું જીવન વ્યર્થ છે. ઇજન જાગે તો જ સવાર : આ વિષય પર વ્યાખ્યાન આપતાં શ્રી હરિભાઇ કોઠારીએ જણાવ્યું હતું કે આજે માણસે જાગવું જોઇએ એ વાત મહત્ત્વની છે, પરંતુ પ્રશ્ન એ છે કે આપણે ખરેખર જાગૃત છીએ ખરા ? આપણે આજે જાગતા હોવા છતાં પણ અજાગૃત છીએ. કેમ કે આપણે કેવળ સ્વાર્થ તરફ જ જાગતા રહીએ છીએ. પરમાર્થ તરફ જાગવાનું આપણે શીખ્યા નથી. આ સંસારમાં સુષુપ્ત અવસ્થા સારી, પણ જાગૃતિની ભ્રાંતિ અત્યંત ખરાબ છે. તમે સૂતેલાને ઉઠાડી શકો, પરંતુ સૂવાનો દંભ કરી રહેલાને ઉઠાડીને શો ફાયદો ? આજે તો નહિ જાગેલા માણસો જાગ્યા છે. પામ્યા વગરના માણસો જગતને પમાડવા નીકળ્યા છે. આના જેવું મોટું દુ:ખદ આશ્ર્વર્ય શું હોઇ શકે ? હે ભગવાન મહાવીર કા જીવન – એક ચુનોતી :ડો. સુષમા

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156