________________
૧૮
પ્રબુદ્ધ જીવન
તાઓ તત્ત્વદર્શન
I રમણલાલ ચી. શાહ
આજથી અઢી હજાર વર્ષ પૂર્વે યુરોપ અને એશિયાની ધરતી ઉપર તત્ત્વચિંતનનો એક નવીન મહાન યુગ પ્રવર્તવા લાગ્યો હતો. ભારતમાં ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ, ચીનમાં લાઓત્સે અને કયૂશિયસ, યુરોપમાં સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ અને પાયથાગોરસ તથા ઇરાનમાં ઝરહ્યુસ્ટ્ર- આ બધી મહાન વિભૂતિઓ લગભગ એક સૈકાના ગાળામાં જન્મી હતી. ૨૫૦૦ વર્ષ પૂર્વે વિશ્વમાં ધર્મચેતનાનો આ એક મહાન ઉદય થયો હતો. ત્યાર પછી આજ સુધી વિશ્વમાં આવી મહાન વિભૂતિઓ એક સાથે થઇ નથી. આ વિભૂતિઓનાં જીવન અને તત્ત્વચિંતનનો પ્રભાવ માનવજાત ઉપર આજ પર્યંત રહ્યા છે અને હજુ હજારો વર્ષ સુધી રહેશે, કારણ કે એમાં જીવનનું રહસ્ય, જીવનનો ક્રમ, જીવનનું ધ્યેય, જીવનની વ્યવસ્થા, સંસારનું સ્વરૂપ, વિશ્વનું દર્શન, જડ અને ચેતન તત્ત્વનો પરસ્પર સંયોગ અને વિયોગ, કાળ અને નિયતિ, પરમતત્ત્વ અને તેને પામવાના ઉપાયો ઇત્યાદિ અનેક વિષયોની ગહન, ગંભીર વિચારણા થયેલી છે, સતત પરિવર્તનશીલ એવા ભૌતિક દશ્યમાન જગતમાં આ સનાતન વિષયો માનવજીવનને માટે સદાય પ્રેરક અને માર્ગદર્શક રહ્યા છે. “તાઓ તત્ત્વદર્શનના પ્રવર્તક લાઓત્સેના જીવન વિશે બહુ માહિતી મળતી નથી. લાઓત્સેનો જન્મ એક સુખી સંસ્કારી કુટુંબમાં થયો હતો. પરંતુ તેમના · જન્મસમય અને જન્મસ્થળ વિશે બે મત પ્રર્વતે છે : એક મત પ્રમાણે તેમનો જન્મ ઇ. સ. પૂર્વે ૫૭૧ માં કૂદુસિયેનમાં થયો હતો. બીજા મત પ્રમાણે તેમનો જન્મ ઈ. પૂ. ૬૦૪માં શુ-રોઝ નામના ગામમાં થયો હતો.
લાઓત્સે 'લિ' નામના કુટુંબના સંતાન હતા. ચીની ભાષામાં લિ. એટલે બોર. લાઓત્સેનો જન્મ બોરના વૃક્ષ નીચે થયો હતો. તેમના કુટુંબની અટક હતી *ઈઅર”. તેમને લોકો લાઓ-તેન' ક્વીને પણ બોલાવતા. 'લાઓ' એટલે વૃદ્ધ અને તેન” એટલે કાનની લાંબી બૂટ. એટલે કે તેઓ કરણાવત મહાત્માઓની જેમ લાંબા કાનવાળા હતા. વળી તેમને લાઓત્સે' (અથવા લાઓત્ઝ, લાઓત્ઝ) તરીકે પણ બધા ઓળખતા હતા. 'લાઓ' એટલે વૃદ્ધ અથવા જ્ઞાની અને ત્સે’ એટલે બાળક, લાઓત્સે એટલે વૃદ્ધ બાળક અથવા જ્ઞાની બાળક. એક દંતકથા પ્રમાણે લાઓત્સે જન્મ્યા ત્યારે શ્વેત વાળ સાથે જન્મ્યા હતા. બીજી એક દંતકથા પ્રમાણે તેમનો જીવ માતાના ઉદરમાં બાસઠ વર્ષ સુધી રહ્યો હતો. તેથી તેઓ જયારે જન્મ્યા ત્યારે તેમના વાળ વૃદ્ધ માણસની જેમ ધોળા હતા. લોઓત્સે જન્મ્યા ત્યારથી જ ચિંતનશીલ અને જ્ઞાની હોવાની ખાતરી એમનાં માતપિતાને આસપાસનાં લોકોને થઈ ગઈ હતી.
1
ચીનના આ મહાન ફિલસૂફ઼ લાઓત્સે વાણીના, સંયમના, મૌનના ઉપાસક હતા. તેમને બોલવા કરતાં મનમાં મનન કરવાનું વિશેષ ગમતું. તેઓ પ્રકૃતિ-સૌંદર્યનાં પણ ચાહક હતા. રોજ સવારે ઊઠીને તેઓ ટેકરીઓમાં દૂર દૂર સુધી કરવા જતા. લાઓત્સે વિશે કેટલીક દંતકથાઓ પ્રચલિત છે. એક દંતકથા પ્રમાણે તેમની પડોશમાં એક માણસ રહેતો હતો. તે પણ લાઓત્સેની સાથે રોજ ફરવા જતો. બંને જણા વર્ષોથી વહેલી સવારે ફરવા જતા અને બેત્રણ ક્લાક એ રીતે સાથે રહેતા. પરંતુ ઘેર પાછા ફરે ત્યાં સુધી તેઓ એક્બીજા સાથે એક શબ્દ પણ બોલે નહિ. મૌનના તેઓ ઉપાસક હતા.
18
પ્રકૃતિના સૌંદર્યનું પાન કરતી વેળા થોડા શબ્દોથી પણ લાઓત્સેની એકાગ્રતામાં જો ભંગ પડે તો તે તેમને ગમતું નહિ, તેઓ મૌનના ચાહક અને ઉપાસક હતા. એટલે એમને બોલવાનું ગમે નહિ એ સ્વાભાવિક હતું.
બીજી એક દંત કથા પ્રમાણે લાઓત્સએ ફરતાં ફરતાં એક ગામમાં મુકામ કર્યો હતો. પોતાના મિત્રને ત્યાં તેઓ કેટલાક દિવસ રહેવાના હતા નાનું સરખું ગામ હતું. ગામના લોકોએ લાઓત્સેનું નામ સાંભળ્યું હતું. પોતાના ગામમાં આવા એક મહાત્મા પધાર્યાં છે તે જાણી લોકોને એમની વાણીનો લાભ લેવાનું મન થયું. ગામના આગેવાનો લાઓત્સે પાસે આવ્યા અને વિનંતી કરી કે “ તમે અમને કંઇક વ્યાખ્યાન સંભળાવો.” લાઓત્સેએ ક્યું, • હું કંઈ વ્યાખ્યાન આપતો નથી.' લોકો જાણતા હતા કે લાઓત્સે ધૂની અને વિચિત્ર કહી શકાય એવા મહાત્મા છે. ઘણા આગ્રહને અંતે લાઓત્સેએ વ્યાખ્યાન આપવા માટેનું નિમંત્રણ સ્વીકાર્યું. આગેવાનોએ અને, તમે અમને પરમાત્મા વિશે વ્યાખ્યાન આપો.”
લાઓત્સે ચાલુ નામના શહેનશાહના દરબારમાં ઇતિહાસના દફતર ખાતામાં માનવંતો હોદ્દો ધરાવતા હતા. તેઓ ઐતિહાસિક લેખસંગ્રહાલયના પાલક કે રખેવાળ હતા. રાજ્યની નોકરીમાંથી નિવૃત્તિ લીધા પછી તેમણે જાહેર જીવનનો સ્વેચ્છાએ ત્યાગ ર્યો હતો. તેઓ સંન્યાસી થઇ ગયા હતા. પોતે જે રાજ્યમાં નોકરી કરી હતી એ ચાઉ રાજયની બરબાદીના દિવસો આવી રહ્યા છે એવી તેમણે આગાહી કરી હતી. એમની ઇચ્છા રાજ્યની સરહદ છોડીને દૂર ચાલ્યા જવાની હતી. તેઓ જયારે ઘાટ ઓળંગીને સરહદ પાર જતા હતા ત્યારે ઘાટના રક્ષક એવા જકાતઅધિકારી *યિનહિ. (અથવા મિન—હિ) એ લાઓત્સેને ઓળખી લીધા હતા. એને લાઓત્સેનેકે વિનંતી કરી કે તેઓ પોતાના વિચારે ગ્રંથરૂપે લખી આપે. એની વિનંતી સ્વીકારીને લાઓત્સે ત્યાં જ થોડા દિવસ રોકાઇ ગયા હતા. તેમણે કુલ – ૪૬૬ વચનો લખ્યાં હતાં. પાંચ હજાર જેટલા શબ્દોની નાની કૃતિ બની હતી. એની હસ્તલિખિત પ્રત *યિન—હિને આપીને લાઓત્સે એક પાડા ઉપર બેસીને સરહદ ઓળંગીને, ઘાટ પાર કરીને દૂર દૂરની ડુંગરમાળાઓમાં અદશ્ય થઇ ગયા હતા. તેઓ ક્યાં ચાલ્યા ગયા, માર્ગમાં ક્યાં ક્યાં મુકામ ર્યો, ક્યાં વસવાટ કર્યો, કેટલું જીવ્યા, ક્ય સ્થળે અને ક્યારે અવસાન પામ્યા તેની ત્યારપછી કશી જ માહિતી મળી નહિ.
-બંને સાથે નીકળે, પ્રકૃતિસૌંદર્યનું પાન કરતાં ચાલ્યા જાય: એક સુંદર જગ્યાએ થોડીવાર બેસે, પ્રકૃતિ સૌંદર્યમાં તલ્લીન થાય અને પછી પાછા ફરે.
તા. ૧૬-૪-૨૦૧
પડોશીને ત્યાં એક દિવસ એક મહેમાન રહેવા આવ્યા. એમણે પણ લાઓત્સે સાથે સવારના ફરવા આવવાની ઈચ્છા બતાવી. પડોશીએ કહ્યું, “તમારે આવવું હોય તો ભલે આવો, પરંતુ જતાં–આવતાં કે ફરવાના બેસતાં કોઇ કંઇ પણ બોલે એ લાઓત્સેને ગમતુ નથી. માટે શરત એટલી છે કે ઘેર પાછા ફરતાં સુધી આપણે કશું બોલવું નહીં.'
સ્થળ
એ શરતે મહેમાન આવવા તૈયાર થયા. બીજે દિવસે સવારે ત્રણ જણ સાથે નીકળ્યા. 'આખે રસ્તે કોઇ કંઇ બોલ્યું નહીં પરંતુ ટેકરીઓની પાછળ સૂર્યોદય થતાં જ મહેમાનથી રહેવાયું નહિ. એણે કહ્યું. • અહાહા । જુઓ, કેવો સરસ સૂર્યોદય થઇ રહ્યો છે.'
મહેમાને ફક્ત આટલું જ વાક્ય કહ્યું, પરંતુ કોઇએ કંઇ જવાબ આપ્યો નહિ. પડોશી અને લાઓત્સે સૂર્યોદયનું દશ્ય નિહાળવવામાં જ તલ્લીન રહ્યા હતા. મહેમાન બોલીને ભોંઠા પડયા. પાછા ફરતાં આખા રસ્તે કેટલીક વખત એમને બોલવાનું મન થયું, પણ તેઓ ચૂપ રહ્યા. જયારે ઘરે પાછા ફર્યાં ત્યારે લાઓત્સેએ પડોશીને ધીમેથી કાનમાં કહ્યું, “ આવતી કાલથી તમારા આ મહેમાનને સાથે લાવતા નહિ. તેઓ વાતોડિયા છે. એક સૂર્યોદય જોયો એમાં એ કેટલું બોલ્યા ! શું આપણને સૂર્યોદયની ખબર નથી પડતી ? માટે આવા વાતોડિયા મહેમાનને આવતી કાલથી તમે સાથે લાવશો નહિં.'
દિવસ નકકી થયો. તે દિવસે લાઓત્સે આવ્યા. વ્યાખ્યાન શરૂ કરતાં પહેલાં એમણે સભાને પ્રશ્ન કર્યો પરમાત્મા વિશે હું શું કહેવાનો છું તેની તમને કોઇને
ખબર છે ? .
લોકોએ ના પાડી.
લાઓત્સેએ કહ્યું, * જો તમને કંઇ ખબર ન હોય તો મારે તમારી આગળ ભાષણ કરવાનો અર્થ શો ? તમે કંઇક તૈયારી કરીને આવ્યા હોત તો મારા કહેવાનો 'અર્થ સરત.' એમ કહી લાઓત્સે ચાલ્યા ગયા.
આથી ગામના આગેવાનો મૂંઝાયા. તેઓએ અંદર અંદર `મળીને નકકી કર્યું જો હવે ફરીથી લાઓત્સે પૂછે તો આપણે હા પાડવી. એમ વિચારી તેઓ લાઓત્સે પાસે ગયા. આગ્રહ કર્યો. બીજીવાર વ્યાખ્યાન નકકી થયું.
લાઓત્સે આવ્યા. તેમણે સભાને પ્રશ્ન કર્યો, · પરમાત્મા વિશે હું શું કહેવાનો છું તે તમે જાણો છો ?"
બધાએ હા પાડી.
લાઓત્સેએ કહ્યું, “ જો તમે બધા જાણતા હો તો પછી મારે તે વિશે વ્યાખ્યાન આપવાની કંઇ જરૂર નથી.” એમ કહી લાઓત્સે ચાલ્યા ગયા.
આગેવાનો મૂંઝાયા. તેમને થયું જવાબ આપવામાં પોતે ભૂલ કરી છે. એટલે તેઓએ ફરીથી નકકી કર્યું કે હવે જયારે લાઓત્સે વ્યાખ્યાન આપવા આવે ત્યારે અડધા લોકોએ હા ક્હવી અને અડધાએ ના કહેવી. ફરી તેઓ લાઓત્સે 'પાસે ગયા. આગ્રહ કર્યો. લાઓત્સેએ છેલ્લી એક્વાર આવવા સંમતિ આપી. તેઓ આવ્યાં. સભાને તેમણે પ્રશ્ન ક્યો. • પરમાત્મા વિશે હું શું કહેવાનો છું તેની તમને ખબર છે ?” અડધા લોકોએ હા કહી, અડધા લોકોએ ના ક્હી.
લાઓત્સેએ કહ્યું, “તમારામાંના જે અડધા લોકોએ હા કહી છે એટલે કે જેમને ખબર છે તેઓ જેમને ખબર નથી એવા બાકીના લોકોને પરમાત્મા વિશે સમજાવી દેશે. એટલે બધાને ખબર પડી જશે. એટ્લે મારા વ્યાખ્યાનની જરૂર નથી.' એમ ક્ડી લાઓત્સે પાછા ફર્યાં. આ તો માત્ર દંતક્થા છે, પરંતુ લાઓત્સે કેટલા બુદ્ધિશાળી, ચિંતક, હાજરજવાબી, પ્રસિદ્ધિથી વિમુખ અને વાણીના સંયમના ઉપાસક હતા તે આ દંતકથા પરથી જોઇ શકાય છે.